GPSC Recruitment 2025, ગુજરાત જાહેર સેવા આયોગ ભરતીઃ ગુજરાત સરકારના વિવિધ વિભાગોમાં સરકારી નોકરી કરવા માટે રાહ જોઈને બેઠલા અને સ્પર્ધાત્મક પરીક્ષાની તૈયારી કરતા ઉમેદવારો માટે વધુ એક સારા સમાચાર આવી ગયા છે. ગુજરાત જાહેર સેવા આયોગ દ્વારા વિવિધ વિભાગોમાં કુલ- 244 જગ્યાઓ ઉપર ભરતીનું નોટિફિકેશન બહાર પાડ્યું છે. આ ભરતી માટે અરજી પ્રક્રિયા 7-3-2025, શુક્રવારે બપોરથી શરુ થઈ ગઈ છે.
GPSC ભરતી અંતર્ગત વિવિધ પોસ્ટની માહિતી, શૈક્ષણિક લાયકાત, વય મર્યાદા, પગાર ધોરણ, અરજી પ્રક્રિયા, અરજી કરવાની છેલ્લી તારીખ સહિત મહત્વની માહિતી જાણવા માટે ઉમેદવારો આ સમાચાર છેલ્લે સુધી વાંચો.
ગુજરાત જાહેર સેવા આયોગ ભરતી માટે મહત્વની માહિતી
સંસ્થા ગુજરાત જાહેર સેવા આયોગ (GPSC) પોસ્ટ ગુજરાત વહિવટી સેવા, ગુજરાત મુલ્કી સેવા, ગુજરાત નગરપાલિકા મુખ્ય અધિકારી સેવા જગ્યા 244 વય મર્યાદા વિવિધ એપ્લિકેશન મોડ ઓનલાઈન અરજી કરવાની છેલ્લી તારીખ 23-3-2025 ક્યાં અરજી કરવી http://gpsc-ojas.gujarat.gov.in
GPDC પોસ્ટની વિગતો
ગુજરાત જાહેર સેવા આયોગ દ્વારા ગુજરાત વહીવટી સેવા વર્ગ-1, ગુજરાત મુલ્કી સેવા વર્ગ-1 અને વર્ગ-2 તથા ગુજરાત નગરપાલિકા મુખ્ય અધિકારી સેવા વર્ગ-2ની કૂલ 244 જગ્યાઓ બહાર પાડી છે. જેની વિગતે માહિતી નીચે પ્રમાણે
નિયમિત ભરતી વર્ગ-1 માટેની જગ્યાની વિગતો
પોસ્ટ જગ્યા ગુજરાત વહીવટી સેવા (જુનિયર સ્કેલ) 5 નાયબ પોલીસ અધીક્ષક (બિન હથિયારી) 10 જિલ્લા રજીસ્ટ્રાર (સહકારી મંડળીઓ) 7 નાયબ નિયામક(વિકસતી જાતિ) 1 મદદનીશ કમિશનર(આદિજાતિ) 4 સહાયક રાજ્ય વેરા કમિશનર 12 કૂલ 39
નિયમિત ભરતી વર્ગ-2 માટેની જગ્યાની વિગતો
પોસ્ટ જગ્યા સેક્શન અધિકારી(સચિવાલય) 26 મામલતદાર 40 રાજ્ય વેરા અધિકારી 35 મદદનીશ નિયામક(અન્ન નાગરિક અને પુરવઠા) 12 તાલુકા વિકાસ અધિકારી 30 નોંધણી નિરીક્ષક 13 સહાયક માહિતી નિયામક (વહીવટ) 12 કૂલ 168
દિવ્યાંગ ઉમેદવારો માટે ખાસ ભરતી ઝૂંબેશ હેઠળની વર્ગ-1 જગ્યાની વિગતો
પોસ્ટ જગ્યા ગુજરાત વહીવટી સેવા (જુનિય સ્કેલ) 3 સહાયક રાજ્ય વેરા કમિશન 6 કૂલ 9
દિવ્યાંગ ઉમેદવારો માટે ખાસ ભરતી ઝૂંબેશ હેઠળની વર્ગ-2 જગ્યાની વિગતો
પોસ્ટ જગ્યા સેક્શન અધિકારી(સચિવાલય) 4 સેક્શન અધિકારી(GPSC) 1 જિલ્લા નિરીક્ષક જમીન દફતર 3 મામલતદાર 6 સરકારી શ્રમ અધિકારી 1 રાજ્યવેરા અધિકારી 12 નશાબંધી અને આબકારી અધીક્ષક01 કૂલ 28
શૈક્ષણિક લાયકાત
આ ભરતી માટે અરજી કરનાર ઉમેદવારની શૈક્ષણિક લાયકાતની વાત કરીએ તો અરજી કરનાર ઉમેદવાર સરકાર માન્ય કોઈપણ યુનિવર્સિટીમાંથી સ્નાતકની ડિગ્રી પાસ કરેલી હોવો જોઈએ. આ ઉપરાંત શૈક્ષણિક લાયકાત વિશે વધારે માહિતી માટે ગુજરાત જાહેર સેવા આયોગની ભરતીની વેબસાઈટની મુલાકાત લેવી અથવા આ લેખમાં આપેલું ભરતીનું નોટિફિકેશન વાંચવું.
વય મર્યાદા
ઉમેદવારની વય મર્યાદા વિશે વાત કરીએ તો અરજીપત્રક સ્વીકારવાની છેલ્લી તારીખ સુધીમાં ઉમેદવારે 20 વર્ષ પૂર્ણ કરેલા હોવા જોઈએ અને ઉમેદવાર 35 વર્ષથી વધારે ઉંમર ધરાવતો ન હોવો જોઈએ. મૂળ ગુજરાતના અનામત વર્ગના ઉમેદવારો માટે વય મર્યાદામાં છૂટછાટ આપવામાં આવી છે.
અરજી કરવાની મહત્વની તારીખો
ગુજરાત જાહેર સેવા આયોગ દ્વારા જાહેર કરવામાં આવેલી 244 જગ્યાઓ માટેની અરજી પ્રક્રિયા તારીખ 7-3-2025 બપોરે 1 વાગ્યાથી શરૂ થઈ ગઈ છે. જે આગામી 23-3-2025ના રોજ રાતના 11.59 વાગ્યા સુધી ચાલશે.
અરજી કેવી રીતે કરવી?
- અરજી કરવા માટે ગુજરાત જાહેસ સેવા આયોગની વેબસાઇટની મુલાકાત લો એટલે કે https://gpsc.gujarat.gov.in/
- Latest Updates વિકલ્પ પર ક્લિક કરો.
- https://gpsc-ojas.gujarat.gov.in/ શોધો અને પછી નવા વપરાશકર્તા વિકલ્પ પર ક્લિક કરો.
- ફોટો અને સહી સાથે પૂછવામાં આવેલી વિગતો યોગ્ય રીતે ભરો
- ફોર્મ સબમિટ કરો અને જો જરૂરી હોય તો અરજી ફી ચૂકવો.
- ભવિષ્યના ઉપયોગ માટે એપ્લિકેશનની પ્રિન્ટઆઉટ લો.
કરિયર અને સાંપ્રત ચાલતી ભરતીઓ વિશે વધારે જાણવા માટે અહીં ક્લિક કરો
નોટિફિકેશન
ગુજરાત જાહેર સેવા આયોગ ભરતી માટે વિવિધ પોસ્ટની વિગતો, શૈક્ષણિક લાયકાત, વય મર્યાદા, મહત્વની તારીખો, નોકરીનો પ્રકાર, અરજી ફી, અરજી કરવાનો પ્રકાર, પગાર ધોરણ સહિતની મહત્વની માહિતી જાણવા માટે ઉમેદવારોએ જીપીએસસીની વેબસાઈટ ઉપર જેતે ભરતીનું નોટિફિકેશન વાંચવું.