GPSC Recruitment 2025, ગુજરાત જાહેર સેવા આયોગ ભરતી : ગુજરાત સરકારના વિવિધ વિભાગોમાં અત્યારે દિવ્યાંગ ઉમેદવારો માટે ખાસ ભરતી ઝુંબેશ ચલાવવામાં આવી રહી છે. જેના પગલે ગુજરાત જાહેર સેવા આયોગ દ્વારા ગુજરાત સરકારના શિક્ષણ વિભાગમાં પણ ગુજરાત શિક્ષણ સેવા, વર્ગ-2ની જગ્યાઓની ભરતીનું નોટિફિકેશન બહાર પાડ્યું છે. આ ભરતી અંતર્ગત કૂલ 22 ઉમેદવારો પસંદ કરવા માટે GPSC એ ઉમેદવારો પાસે ઓનલાઈન અરજીઓ મંગાવી છે.
ગુજરાત જાહેર સેવા આયોગ ભરતી અંતર્ગત ગુજરાત શિક્ષણ સેવા વર્ગ-2 પોસ્ટની વિગતો, વય મર્યાદા, શૈક્ષણિક લાયકાત, પગાર ધોરણ, અરજી કરવાની છેલ્લી તારીખ સહિતની મહત્વની માહિતી જાણવા માટે ઉમેદવારોએ આ સમાચાર છેલ્લે સુધી વાંચવા.
ગુજરાત જાહેર સેવા આયોગ ભરતીની અગત્યની માહિતી
સંસ્થા ગુજરાત જાહેર સેવા આયોગ ભરતી પોસ્ટ ગુજરાત શિક્ષણ સેવા, વર્ગ-2 વિભાગ શિક્ષણ વિભાગ જગ્યા 22 એપ્લિકેશન મોડ ઓનલાઈન અરજી કરવાની છેલ્લી તારીખ 15-3-2025 ક્યાં અરજી કરવી https://ojas.gujarat.gov.in/
GPSC ભરતી પોસ્ટની વિગતો
ગુજરાત સરકારના શિક્ષણ વિભાગની ગુજરાત શિક્ષણ સેવા, વર્ગ-2 (વ.શા)ની દિવ્યાંગો માટે ખાસ ભરતી ઝુંબેશથી કુલ 22 જગ્યાઓ માટે ઉમેદવારો પસંદ કરવા માટે તારીખ 15-3-2025ના રોજ રાત્રે 23.59 કલાક સુધી ઓનલાઈન અરજીઓ મંગાવવામાં આવી છે.
ગુજરાત જાહેર સેવા આયોગ ભરતી માટે શૈક્ષણિક લાયકાત
- સરકાર માન્ય યુનિવર્સિટીમાંથી સ્નાતકની ડિગ્રી અથવા, ટીચિંગ અથવા શિક્ષણની ડિગ્રી હોવી જોઈએ
- ઉમેદવારને કમ્પ્યુટરના ઉપયોગ અંગેની પાયાની જાણકારી
- ગુજરાતી અને હિન્દીનું પુરતું જ્ઞાન હોવું જોઈએ
અનુભવ
સરકાર અથવા સ્થાનિક સંસ્થાઓ અથવા યુનિવર્સિટીમાં શિક્ષણના ક્ષેત્રમાં વહીવટ અથવા ખાનગી અથવા જાહેર ક્ષેત્રની સેલ્ફ ફાયનાન્સ, શૈક્ષણિક સંસ્થા અથવા શૈક્ષણિક સંસ્થામાં ઓછામાં ઓછો પાંચ વર્ષનો અનુભવ હોવો જોઈએ.
વય મર્યાદા
- ઉમેદવારની વયમર્યાદા વિશે વાત કરીએ તો અરજી કરનાર ઉમેદવારની ઉંમર 42 વર્ષથી વધુ ન હોવી જોઈએ.
- ઉંમર ઓનલાઈન અરજી સ્વીકારવાની છેલ્લી તારીખના રોજ ગણવામાં આવશે.
- મૂળ ગુજરાતના અનામત વર્ગના ઉમેદવારોને સરકારી ધારા ધોરણ પ્રમાણે વયમાં છૂટછાટ મળવા પાત્ર રહેશે
પગાર ધોરણ
આ ભરતી અંતર્ગત ગુજરાત શિક્ષણ સેવા વર્ગ-2 પોસ્ટ ઉપર પસંદ પામેલા ઉમેદવારોને સાતમા પગારપંચના પે મેટ્રીક્સ લેવલ -8 મુજબ ₹44,900- ₹1,42,400 પગાર મળવા પાત્ર રહેશે.
અરજી કેવી રીતે કરવી?
- અરજી કરવા માટે ગુજરાત જાહેસ સેવા આયોગની વેબસાઇટની મુલાકાત લો એટલે કે https://gpsc.gujarat.gov.in/
- Latest Updates વિકલ્પ પર ક્લિક કરો.
- https://gpsc-ojas.gujarat.gov.in/ શોધો અને પછી નવા વપરાશકર્તા વિકલ્પ પર ક્લિક કરો.
- ફોટો અને સહી સાથે પૂછવામાં આવેલી વિગતો યોગ્ય રીતે ભરો
- ફોર્મ સબમિટ કરો અને જો જરૂરી હોય તો અરજી ફી ચૂકવો.
- ભવિષ્યના ઉપયોગ માટે એપ્લિકેશનની પ્રિન્ટઆઉટ લો.
ગુજરાતમાં ચાલતી અન્ય ગુજરાત જાહેર સેવા આયોગની ભરતી વિશે વાંચવા અહીં ક્લિક કરો
નોટિફિકેશન
ઉમેદવારોને સૂચન છે કે આ ભરતી અંતર્ગત અરજી કરતા પહેલા આ લેખમાં આપેલા ભરતીના નોટિફિકેશનને ધ્યાન પૂર્વક વાંચવું.