ગુજરાત જાહેર સેવા આયોગ ભરતી : અરજી કેવી રીતે કરવી? ઉમેદવારોએ શું ધ્યાન રાખવું?

GPSC Bharti how to apply : ગુજરાત જાહેર સેવા આયોગ ભરતી માટે અરજી પ્રક્રિયા આજે મંગળવારે એટલે કે 7 જાન્યુઆરી 2025થી શરુ થઈ ગઈ છે. જે 22 જાન્યુઆરી 2025 રાત્રે 11.59 વાગ્યા સુધી ચાલશે. અહીં જાણીશું અરજી કરતા સમયે શું ધ્યાન રાખીવું.

GPSC Bharti how to apply : ગુજરાત જાહેર સેવા આયોગ ભરતી માટે અરજી પ્રક્રિયા આજે મંગળવારે એટલે કે 7 જાન્યુઆરી 2025થી શરુ થઈ ગઈ છે. જે 22 જાન્યુઆરી 2025 રાત્રે 11.59 વાગ્યા સુધી ચાલશે. અહીં જાણીશું અરજી કરતા સમયે શું ધ્યાન રાખીવું.

author-image
Ankit Patel
પર અપડેટ કર્યું
New Update
how to apply for GPSC recruitment

ગુજરાત જાહેર સેવા આયોગ ભરતી અરજી કરતી વખતે શું ધ્યાન રાખવું- photo - freepik

GPSC Recruitment 2025, ગુજરાત જાહેર સેવા આયોગ ભરતી: ગુજરાત જાહેર સેવા આયોગ દ્વારા વિવિધ વિભાગોમાં વર્ગ – 2 પોસ્ટ માટે ભરતીની જાહેરાત બહાર પાડી છે. જીપીસીએસસી દ્વારા કુલ 111 જગ્યાઓ ભરવા માટે લાયક અને રસ ધરાવતા ઉમેદવારો પાસે અરજીઓ મંગાવી છે. આ ભરતી માટે અરજી પ્રક્રિયા આજે મંગળવારે એટલે કે 7 જાન્યુઆરી 2025થી શરુ થઈ ગઈ છે. જે 22 જાન્યુઆરી 2025 રાત્રે 11.59 વાગ્યા સુધી ચાલશે.

કઈ કઈ પોસ્ટ પર ચાલી રહી છે અરજી પ્રક્રિયા?

પોસ્ટવર્ગજગ્યા
સંશોધન અધિકારી, ગુજ.આંકડાકીય સેવાવર્ગ-215
ડેપ્યુટી નર્સિંગ સુપ્રિટેન્ડન્ટ, ગુજ.નર્સિંગ સેવાવર્ગ-29
લેક્ચરર ફિઝીયોથેરેપીવર્ગ-29
મહિલા અધિકારી, ઔધ્યોગિક સલામતી અને સ્વાસ્થ્યવર્ગ-22
બાગાયત અધિકારીવર્ગ-275
સ્ટેનોગ્રાફર ગ્રેડ-1(અંગ્રેજી)(GWRDC)વર્ગ-21
કુલ111

અરજી કરતા સમયે ઉમેદવારોએ શું ધ્યાન રાખવું?

  • ઉમેદવારોએ જાહેરાત ક્રમાંક અને જગ્યાનું નામ સ્પષ્ટ રીતે વાંચીને જે તે જાહેરાત માટે ઓનલાઈન એક જ અરજી કરવી.
  • ઓનલાઈન અરજી કરતી વખતે તમામવિગતો અરજી પ્રકારમાં ભર્યા બાદ તે વિગતોની ખાતરી કરીને ત્યાર પછી જ અરજી કન્ફર્મ કરવાની રહેશે
  • અરજી કરતી વખતે જ ઉમેદવારે પોતાનો ફોટો અને સીં અપલોડ કરવામાં આવે તે સુનિશ્ચિત કરવું જો ઉમેદવાર દ્વારા પોતાના બદલે અન્ય કોઈનો ફોટો કે સહી ઓનલાઈન અરજી કરવામાં પ્રવેશપત્રમાં જણાશે તો ઉેદવારને પરીક્ષામાં બેસવા દેવામાં આવશે નહીં.
  • ઉમેદવારો દ્વારા કરવામાં આવતી ઓનલાઈન અરજી જાહેરાતના આખરી સમય સુધી EDITABLE છે.
  • કન્ફર્મ થયેલી અરજીપત્રકની વિગતો કે તેમાં ઉમેદવારે આપેલી માહિતીમા ક્ષતિ-ભૂલ-ચૂક થાય તો તે બાબતે સુધારો કરવાની જરૂરિયાત જણાય તો https://gpsc-ojas.gujarat.gov.in ના “Online Application” જેમાં “Edit” વિકલ્પમાં જઈને જાહેરાતમાં ઓનલાન અરજી કરવાના છેલ્લી તારખ સુધીમાં કોઈપણ ભૂલ સુધારી શકાશે.જે બાબતે ઉમેદવારોએ નવી અરજી કરવી નહીં
  • જાહેરાતન ઓનલાઈન અરજી કરવાનો સમય પૂર્ણ થા બાદ ઓનલાઈન ભરેલ અરજીપત્રકમાં કો સુધારા વધારા થઈ શકશે નહીં
  • ઓનલાઈન કન્ફોર્મ થયેલી અરજીની નકલ અવશ્ય ડાઉનલોડ કરવાની રહેશે.
  • એક કરતા વધારે સંખ્યામાં રજૂ કરવાના થતા પ્રમાણપત્રો તૈયાર રાખવાા રહેશે અને રૂબરૂ મુલાકાત સમયે અચૂક રજૂ કરવાના રહેશે.
  • ઉંમરના પુરાા માટે એસએસસીઈ સર્ટિફિકેટ (જન્મ તારીખ દર્શાવેલ) જ રજૂ કરવું. અન્ય કોઈપણ દસ્તાવેજ માન્ય ગણાશે નહીં.
  • સામાજિક અને શૈક્ષણિક રીતે પછાત વર્ગના ઉમેદવારોએ CREAMYLAYER CERTIFICATE (NCLC) માટે પરિશિષ્ટ-ક-પરિશિષ્ટ -4 (ગુજરાતી) જ રજૂ કરવું.
  • આર્થિક રીતે નબળા વર્ગના ઉમેદવારોએ ગુજરાત સરકારના સામાજિક ન્યાય અને અધિકારીતા વિભાગના તારીખ 25-1-2019ના ઠાવ ક્રમાંક ઈડબ્લ્યુએસ-122019-4593 આથી નિયત થયા મુજબનું અંગ્રેજીમાં Annexure-kh અથવા ગુજાતીમાં પરિશિષ્ટ-ગ માં જ રજૂ કરવું અને તે જ માન્ય ગણશે
  • બિન-અનામત બર્ગના ઉમેદવારો અરજી ફી પોસ્ટ ઓફિસમાં ચલણથી તારીખ 23-1-2025 સુધીમાં જે તે પોસ્ટ ઓફિસનાંકચેરીસમય સુધી ભરી શકશે અને ઓલાઈ અરજી રાત્રી 11.59 સુધી ભરી શકશે.

નોટિફિકેશન

ઓનલાઈન અરજી કેવી રીતે કરવી?

  • અરજી કરવા માટે ઉમેદવારોએ ગુજરાત જાહેર સેવા આયોગની વેબસાઇટની મુલાકાત લો એટલે કે https://gpsc.gujarat.gov.in/
  • Latest Updates વિકલ્પ પર ક્લિક કરો.
  • https://gpsc-ojas.gujarat.gov.in/ શોધો અને પછી નવા વપરાશકર્તા વિકલ્પ પર ક્લિક કરો.
  • ફોટો અને સહી સાથે પૂછવામાં આવેલી વિગતો યોગ્ય રીતે ભરો
  • ફોર્મ સબમિટ કરો અને જો જરૂરી હોય તો અરજી ફી ચૂકવો.
  • ભવિષ્યના ઉપયોગ માટે એપ્લિકેશનની પ્રિન્ટઆઉટ લો.
Advertisment
કરિયર ટીપ્સ નોકરી કરિયર જીપીએસસી ભરતી સરકારી નોકરી