/indian-express-gujarati/media/media_files/wp-content/uploads/2025/01/GPSC-Recruitment-Horticulture-Officer.jpg)
ગુજરાત જાહેર સેવા આયોગ ભરતી, બાગાયત અધિકારી - photo - @GPSC_OFFICIAL
GPSC Recruitment 2025, ગુજરાત જાહેર સેવા આયોગ ભરતી : ગુજરાત સરકારમાં નોકરી મેળવવા માટે રાહ જોઈને બેઠેલા ઉમેદવારો માટે સારા સમાચાર આવી ગયા છે. ગુજરાત જાહેર સેવા આયોગ દ્વારા વિવિધ વિભાગોમાં કુલ 111 પોસ્ટ માટે ભરતી બહાર પાડી છે. ત્યારે જીપીએસસી ભરતી અંતર્ગત ગુજરાત સરકારના કૃષિ, ખેડૂત કલ્યાણ અને સહકાર વિભાગમાં બાગાયત અધિકારી વર્ગ-2ની જગ્યાઓ ઉપર ઉમેદવારો પસંદ કરવાના છે. આ માટે સંસ્થાએ લાયક અને રસ ધરાવતા ઉમેદવારો પાસે ઓનલાઈન અરજીઓ મંગાવી છે.
ગુજરાત જાહેર સેવા આયોગ ભરતી, બાગાયત અધિકારી વર્ગ-2 માટે વિગતો, શૈક્ષણિક લાયકાત, વય મર્યાદા, પગાર ધોરણ, અરજી ફી, અરજી કરવાની છેલ્લી તારીખ, અરજી પ્રક્રિયા સહિતની મહત્વની માહિતી જાણવા માટે ઉમેદવારોએ આ સમાચાર છેલ્લે સુધી વાંચવા.
ગુજરાત જાહેર સેવા આયોગ ભરતી માટે મહત્વની માહિતી
| સંસ્થા | ગુજરાત જાહેર સેવા આયોગ ભરતી (GPSC) |
| પોસ્ટ | બાગાયત અધિકારી વર્ગ-2 |
| વિભાગ | કૃષિ વિભાગ |
| જગ્યા | 75 |
| એપ્લિકેશન મોડ | ઓનલાઈન |
| વય મર્યાદા | 37 વર્ષથી વધુ નહીં |
| અરજી કરવાની છેલ્લી તારીખ | 22-1-2025 |
| ક્યાં અરજી કરવી | https://ojas.gujarat.gov.in/ |
ગુજરાત જાહેર સેવા આયોગ ભરતી પોસ્ટની વિગતો
| કેટેગરી | જગ્યા |
| બિન અનામત | 39 |
| અનામત | 7 |
| સા.શૈ.પછાત વર્ગ | 14 |
| અનુસુચિત જાતિ | 3 |
| અનુસુચિત જનજાતિ | 12 |
| કુલ | 75 |
શૈક્ષણિક લાયકાત
- સરકાર દ્વારા માન્ય કોઈપણ કૃષિ યુનિવર્સિટીમાંથી વિજ્ઞાનમાં બાગાયતની સ્નાતક અથવા અનુસ્નાતકની ડિગ્રી હોવી જોઈએ.
- ઉમેદવાર કમ્પ્યુટર એપ્લિકેશનનું મૂળભૂત જ્ઞાન ધરાવતો હોવો જોઈએ
- ગુજરાતી અથવા હિન્દી અથવા બંનેનું પર્યાપ્ત જ્ઞાન હોવું જોઈએ
પગાર ધોરણ
ગુજરાત જાહેર સેવા આયોગ ભરતી અંતર્ગત બાગાયત અધિકારી વર્ગ-2 તરીકે પસંદ પામેલા ઉમેદવારોને પે મેટ્રિક લેવલ-07 પ્રમાણે ₹ 39,900થી ₹1,26,600 પગાર મળવા પાત્ર રહેશે.
વય મર્યાદા
- આ ભરતી માટે અરજી કરનાર ઉમેદવારની ઉંમર 37 વર્ષ કરતા વધારે ન હોવી જોઈએ
- ઉંમર તથા અનુભવ મૂળ જાહેરાતની ઓનલાઈન અરજી કરવાની છેલ્લી તારીખના રોજ ગણવામાં આવશે
અરજી ફી
| કેટેગરી | ફી |
| બિનઅનામત વર્ગ | ₹500 |
| અનામત વર્ગ એટલે કે તમામ કેટેગરીની મહિલા ઉમેદવાર, સામાજિક અને શૈક્ષણિક પછાત વર્ગ, અનુસૂચિત જાતિ, અનુસૂચિત જનજાતિ, આર્થિક રીતે નબળા વર્ગ, દિવ્યાંગ મેદવાર અને માજી સૌનિક | ₹400 |
ઓનલાઈન અરજી કેવી રીતે કરવી?
- સત્તાવાર વેબસાઇટની મુલાકાત લો એટલે કે https://gpsc.gujarat.gov.in/
- Latest Updates વિકલ્પ પર ક્લિક કરો.
- https://gpsc-ojas.gujarat.gov.in/ શોધો અને પછી નવા વપરાશકર્તા વિકલ્પ પર ક્લિક કરો.
- ફોટો અને સહી સાથે પૂછવામાં આવેલી વિગતો યોગ્ય રીતે ભરો
- ફોર્મ સબમિટ કરો અને જો જરૂરી હોય તો અરજી ફી ચૂકવો.
- ભવિષ્યના ઉપયોગ માટે એપ્લિકેશનની પ્રિન્ટઆઉટ લો.
નોટિફિકેશન
ઉમેદવારનો સૂચન છે કે ગુજરાત જાહેર સેવા આયોગ ભરતી માટે અરજી કરતા પહેલા આ લેખમાં આપેલું ભરતીનું નોટિફિકેશન ઝીણવટ પૂર્વક વાંચવું. ત્યારબાદ જ અરજી કરવી.


/indian-express-gujarati/media/agency_attachments/2025/11/10/2025-11-10t115614773z-ieg-logo-640x480-javed-ahmad-2025-11-10-17-26-13.png)
Follow Us