GPSC Recruitment 2025: ગુજરાત જાહેર સેવા આયોગ ભરતી માટે અરજી કરવાનો છેલ્લી તક, આજે અરજી માટે અંતિમ દિવસ

Gujarat PSC Recruitment 2025 : જે ઉમેદવારોને હજી સુધી જીપીએસસી ભરતી માટે અરજી કરવાની બાકી હોય તેવા ઉમેદવારો માટે અરજી કરવાનો આજનો દિવસ છે.

Written by Ankit Patel
February 17, 2025 08:01 IST
GPSC Recruitment 2025: ગુજરાત જાહેર સેવા આયોગ ભરતી માટે અરજી કરવાનો છેલ્લી તક, આજે અરજી માટે અંતિમ દિવસ
GPSC ભરતી અરજી કરવાની છેલ્લી તારીખ - photo - freepik

GPSC Recruitment 2025, ગુજરાત જાહેર સેવા આયોગ ભરતી: ગુજરાત સરકારમાં સરકારી નોકરી મેળવવા ઈચ્છતા ઉમેદવારો અને સ્પર્ધાત્મક પરીક્ષાની તૈયારી કરતા ઉમેદવારો માટે આ સમાચાર મહત્વના છે. ગુજરાત જાહેર સેવા આયોગ દ્વારા તાજેતરમાં 496 જગ્યાઓ બહાર પાડી હતી. જેની અરજી પ્રક્રિયા 1 ફેબ્રુઆરીથી શરુ થઈ ગઈ હતી. જોકે, હજી સુધી જીપીએસસી ભરતી માટે અરજી કરવાની બાકી હોય તેવા ઉમેદવારો માટે અરજી કરવાનો આજનો દિવસ છે. કારણે જીપીએસસી ભરતી અંતર્ગત 496 પોસ્ટ માટે અરજી કરવાની આજે 17 ફેબ્રુઆરી 2025 છેલ્લી તારીખ છે. આજે રાત્રે 11.59 વાગ્યા સુધી એપ્લિકેશન વિન્ડો ઓપન રહેશે.

ગુજરાત જાહેર સેવા આયોગ ભરતી અંતર્ગત વિવિધ પોસ્ટની વિગતો, શૈક્ષણિક લાયકાત, વય મર્યાદા, પગાર ધોરણ, ભરતી પ્રક્રિયા, અરજી પ્રક્રિયા, અનુભવ, અરજી કરવાની છેલ્લી તારીખ સહિતની તમામ માહિતી જાણવા માટે ઉમેદવારોએ આ સમાચાર છેલ્લે સુધી વાંચવા.

ગુજરાત જાહેર સેવા આયોગ ભરતી માટે અગત્યની માહિતી

સંસ્થાગુજરાત જાહેર સેવા આયોગ (GPSC)
પોસ્ટવિવિધ
વિભાગવિવિધ
જગ્યા496
એપ્લિકેશન મોડઓનલાઈન
અરજી કરવાની છેલ્લી તારીખ17 ફેબ્રુઆરી 2025
ક્યાં અરજી કરવીhttps://gpsc-ojas.gujarat.gov.in/

કઈ કઈ પોસ્ટ પર ચાલે છે અરજી પ્રક્રિયા?

પોસ્ટવર્ગજગ્યા
મદદનીશ નિયામક (આઈટી)વર્ગ-129
નાયબ નિયામક (આઈટી)વર્ગ-13
આઈ.સી.ટી. ઓફિસરવર્ગ-212
મદદનીશ ઈજનેર(સિવિલ)વર્ગ-265
નાયબ કાર્યપાલક ઇજનેર(ઇલેક્ટ્રીકલ)વર્ગ-21
મદદનીશ ઈજનેર (સિવિલ)(R&B)વર્ગ-230
હિસાબી અધિકારીવર્ગ-239
મેનેજર ગ્રેડ-1(R&B)વર્ગ-21
નાયબ કમિશનર(ઉદ્યોગ અને ખાણ)વર્ગ-11
મદદનીશ કમિશનર (ઉદ્યોગ અને ખાણ)વર્ગ-22
નાયબ નિયામક(સા.વ.વિ)વર્ગ-11
મદદનીશ નિયામક (ઉદ્યોગ અને ખાણ)વર્ગ-21
મદદનીશ વ્યવસ્થાપક (ઉદ્યોગ અને ખાણ)વર્ગ-21
મદદનીશ ખેતી નિયામકવર્ગ-215
નાયબ ખેતીનિયામક-જિલ્લા ખેતિવાડી અધિકારીવર્ગ-112
તાલુકા પ્રાથમિક શિક્ષણ અધિકારીવર્ગ-240
બાળ લગ્ન પ્રતિબંધ-જિલ્લા સમાજ સુરક્ષા અધિકારીવર્ગ-22
મદદનીશ ચેરીટી કમીશ્નરવર્ગ-12
કાર્યપાલક ઈજનેર(સિવિલ)વર્ગ-12
નાયબ કાર્યપાલક ઈજનેર (સિવિલ)વર્ગ-15
નાયબ સેક્શન અધિકારી (સચિવાલય)વર્ગ-333
નાયબ સેક્શન અધિકારી(વિધાનસભા)વર્ગ-31
નાયબ મામલતદારવર્ગ-338
સહ પ્રાધ્યાપક, પેડીયાટ્રીક સર્જરીવર્ગ-14
પ્રાધ્યાપક મેડીકલ જીનેટીક્સવર્ગ-11
પિડિયાટ્રિશિયન, સર્જનવર્ગ-1141
ડેન્ટલ સર્જનવર્ગ-110

ગુજરાત જાહેર સેવા આયોગ ભરતી માટે શૈક્ષણિક લાયકાત

ગુજરાત જાહેર સેવા આયોગ દ્વારા બહાર પાડવામાં આવેલી વર્ગ-1 અને 2ની વિવિધ પોસ્ટ ભરતી માટે પોસ્ટ પ્રમાણે ઉમેદવારો પાસેથી શૈક્ષણિક લાયકાત માંગવામાં આવી છે. શૈક્ષણિક લાયકાત વિશે વધારે માહિતી માટે જેતે પોસ્ટ માટે અરજી કરના ઉમેદવારોએ જેતે પોસ્ટનું સત્તાવાર નોટિફિકેશન વાંચવું.

અરજી કરવાની છેલ્લી તારીખ

ગુજરાત જાહેર સેવા આયોગ દ્વારા જાહેર કરવામાં આવેલી 496 જગ્યાઓની ભરતી માટે અરજી પ્રક્રિયા 1 ફેબ્રુઆરી 2025 બપોરે 13.00 વાગ્યાથી શરુ થઈ ગઈ હતી. જે આજે 17 ફેબ્રુઆરી 2025 રાતના 23.59 વાગ્યા સુધી ચાલશે.ત્યારબાદ અરજી પ્રક્રિયા બંધ થઈ જશે. માટે જે ઉમેદવારોને અરજી કરવાની બાકી હોય એવા ઉમેદવારોએ ફટાફટ અરજી કરવી.

ઓનલાઈન અરજી કેવી રીતે કરવી?

  • અરજી કરવા માટે ગુજરાત જાહેસ સેવા આયોગની વેબસાઇટની મુલાકાત લો એટલે કે https://gpsc.gujarat.gov.in/
  • Latest Updates વિકલ્પ પર ક્લિક કરો.
  • https://gpsc-ojas.gujarat.gov.in/ શોધો અને પછી નવા વપરાશકર્તા વિકલ્પ પર ક્લિક કરો.
  • ફોટો અને સહી સાથે પૂછવામાં આવેલી વિગતો યોગ્ય રીતે ભરો
  • ફોર્મ સબમિટ કરો અને જો જરૂરી હોય તો અરજી ફી ચૂકવો.
  • ભવિષ્યના ઉપયોગ માટે એપ્લિકેશનની પ્રિન્ટઆઉટ લો.

અરજી કરતા સમયે ઉમેદવારોએ શું ધ્યાન રાખવું?

  • ઉમેદવારોએ જાહેરાત ક્રમાંક અને જગ્યાનું નામ સ્પષ્ટ રીતે વાંચીને જે તે જાહેરાત માટે ઓનલાઈન એક જ અરજી કરવી.
  • ઓનલાઈન અરજી કરતી વખતે તમામ વિગતો અરજી પ્રકારમાં ભર્યા બાદ તે વિગતોની ખાતરી કરીને ત્યાર પછી જ અરજી કન્ફર્મ કરવાની રહેશે
  • અરજી કરતી વખતે જ ઉમેદવારે પોતાનો ફોટો અને સીં અપલોડ કરવામાં આવે તે સુનિશ્ચિત કરવું જો ઉમેદવાર દ્વારા પોતાના બદલે અન્ય કોઈનો ફોટો કે સહી ઓનલાઈન અરજી કરવામાં પ્રવેશપત્રમાં જણાશે તો ઉેદવારને પરીક્ષામાં બેસવા દેવામાં આવશે નહીં.
  • ઉમેદવારો દ્વારા કરવામાં આવતી ઓનલાઈન અરજી જાહેરાતના આખરી સમય સુધી EDITABLE છે.
  • કન્ફર્મ થયેલી અરજીપત્રકની વિગતો કે તેમાં ઉમેદવારે આપેલી માહિતીમા ક્ષતિ-ભૂલ-ચૂક થાય તો તે બાબતે સુધારો કરવાની જરૂરિયાત જણાય તો https://gpsc-ojas.gujarat.gov.in ના “Online Application” જેમાં “Edit” વિકલ્પમાં જઈને જાહેરાતમાં ઓનલાન અરજી કરવાના છેલ્લી તારખ સુધીમાં કોઈપણ ભૂલ સુધારી શકાશે.જે બાબતે ઉમેદવારોએ નવી અરજી કરવી નહીં
  • જાહેરાતન ઓનલાઈન અરજી કરવાનો સમય પૂર્ણ થા બાદ ઓનલાઈન ભરેલ અરજીપત્રકમાં કો સુધારા વધારા થઈ શકશે નહીં
  • ઓનલાઈન કન્ફોર્મ થયેલી અરજીની નકલ અવશ્ય ડાઉનલોડ કરવાની રહેશે.
  • એક કરતા વધારે સંખ્યામાં રજૂ કરવાના થતા પ્રમાણપત્રો તૈયાર રાખવાા રહેશે અને રૂબરૂ મુલાકાત સમયે અચૂક રજૂ કરવાના રહેશે.
  • ઉંમરના પુરાા માટે એસએસસીઈ સર્ટિફિકેટ (જન્મ તારીખ દર્શાવેલ) જ રજૂ કરવું. અન્ય કોઈપણ દસ્તાવેજ માન્ય ગણાશે નહીં.
  • સામાજિક અને શૈક્ષણિક રીતે પછાત વર્ગના ઉમેદવારોએ CREAMYLAYER CERTIFICATE (NCLC) માટે પરિશિષ્ટ-ક-પરિશિષ્ટ -4 (ગુજરાતી) જ રજૂ કરવું.
  • આર્થિક રીતે નબળા વર્ગના ઉમેદવારોએ ગુજરાત સરકારના સામાજિક ન્યાય અને અધિકારીતા વિભાગના તારીખ 25-1-2019ના ઠાવ ક્રમાંક ઈડબ્લ્યુએસ-122019-4593 આથી નિયત થયા મુજબનું અંગ્રેજીમાં Annexure-kh અથવા ગુજાતીમાં પરિશિષ્ટ-ગ માં જ રજૂ કરવું અને તે જ માન્ય ગણશે.

કરિયર અને સાંપ્રત ચાલતી ભરતીઓ વિશે વધારે જાણવા માટે અહીં ક્લિક કરો

નોટિફિકેશન

ગુજરાત જાહેર સેવા આયોગ ભરતી માટે વિવિધ પોસ્ટની વિગતો, શૈક્ષણિક લાયકાત, વય મર્યાદા, મહત્વની તારીખો, નોકરીનો પ્રકાર, અરજી ફી, અરજી કરવાનો પ્રકાર, પગાર ધોરણ સહિતની મહત્વની માહિતી જાણવા માટે ઉમેદવારોએ જીપીએસસીની વેબસાઈટ ઉપર જેતે ભરતીનું નોટિફિકેશન વાંચવું.

Read More
આજના લેટેસ્ટ ગુજરાતી સમાચાર અને ટ્રેન્ડિંગ ન્યૂઝ વાંચો ઈન્ડિયન એક્સપ્રેસ ગુજરાતી પર. અહીં તમને મળશે ગુજરાત, સ્પોર્ટ્સ, ધર્મ, વેપાર, લાઇફ સ્ટાઇલ, મનોરંજન, કરિયર તેમજ ભારત અને વિશ્વભરના દૈનિક સમાચાર અપડેટ્સ ગુજરાતી ભાષામાં.
Loading...
ચેનલ JOIN કરો Follow us Shorts ટોપ ન્યૂઝ