ગુજરાત જાહેર સેવા આયોગ ભરતી: ગુજરાત સરકારના આ વિભાગમાં ₹ 1.42 લાખ સુધીના પગારવાળી નોકરી, અહીં વાંચો દરેક માહિતી

GPSC Recruitment 2025: ગુજરાત જાહેર સેવા આયોગ ભરતી અંતર્ગત આરોગ્ય અને પરિવાર કલ્યાણ વિભાગમાં લેક્ચરર ઈન ફિઝીયોથેરાપી, સામાન્ય રાજ્ય સેવા, વર્ગ-2ની કૂલ 9 જગ્યાઓ ભરવા માટે સંસ્થાએ ઉમેદવારો પાસે ઓનલાઈન અરજી મંગાવી છે.

GPSC Recruitment 2025: ગુજરાત જાહેર સેવા આયોગ ભરતી અંતર્ગત આરોગ્ય અને પરિવાર કલ્યાણ વિભાગમાં લેક્ચરર ઈન ફિઝીયોથેરાપી, સામાન્ય રાજ્ય સેવા, વર્ગ-2ની કૂલ 9 જગ્યાઓ ભરવા માટે સંસ્થાએ ઉમેદવારો પાસે ઓનલાઈન અરજી મંગાવી છે.

author-image
Ankit Patel
પર અપડેટ કર્યું
New Update
GPSC Recruitment 2025,Lecturer in Physiotherapy

ગુજરાત જાહેર સેવા આયોગ ભરતી, લેક્ચરર - photo - X @GPSC_OFFICIAL

GPSC Recruitment 2025, ગુજરાત જાહેર સેવા આયોગ ભરતી : ગુજરાત સરકારમાં અધિકારી બનીને નોકરી કરવા ઈચ્છા ઉમેદવારો માટે ગોલ્ડન ચાન્સ આવી ગયો હતો. ગુજરાત જાહેર સેવા આયોગ દ્વારા વિવિધ વિભાગોમાં વર્ગ 2 અધિકારી માટે કૂલ 111 જગ્યો માટે ભરતીનું નોટિફિકેશન બહાર પાડ્યું છે ત્યારે આરોગ્ય અને પરિવાર કલ્યાણ વિભાગમાં લેક્ચરર ઈન ફિઝીયોથેરાપી, સામાન્ય રાજ્ય સેવા, વર્ગ-2ની કૂલ 9 જગ્યાઓ ભરવા માટે સંસ્થાએ ઉમેદવારો પાસે ઓનલાઈન અરજી મંગાવી છે.

ગુજરાત જાહેર સેવા આયોગ ભરતી,લેક્ચરર ઈન ફિઝીયોથેરાપી વર્ગ-2 માટે વિગતો, શૈક્ષણિક લાયકાત, વય મર્યાદા, પગાર ધોરણ, અરજી ફી, અરજી કરવાની છેલ્લી તારીખ, અરજી પ્રક્રિયા સહિતની મહત્વની માહિતી જાણવા માટે ઉમેદવારોએ આ સમાચાર છેલ્લે સુધી વાંચવા.

ગુજરાત જાહેર સેવા આયોગ ભરતી માટે મહત્વની માહિતી

સંસ્થાગુજરાત જાહેર સેવા આયોગ ભરતી (GPSC)
પોસ્ટલેક્ચરર ઈન ફિઝીયોથેરાપી વર્ગ-2
વિભાગઆરોગ્ય અને પરિવાર કલ્યાણ વિભાગ, સામાન્ય સેવા
જગ્યા9
એપ્લિકેશન મોડઓનલાઈન
વય મર્યાદા37 વર્ષથી વધુ નહીં
અરજી કરવાની છેલ્લી તારીખ22-1-2025
ક્યાં અરજી કરવીhttps://ojas.gujarat.gov.in/

ગુજરાત જાહેર સેવા આયોગ ભરતી પોસ્ટની વિગતો

કેટેગરીજગ્યા
બિન અનામત5
આર્થિક રીતે નબળા વર્ગો1
સા.શૈ.પછાત વર્ગ2
અનુસુચિત જાતિ0
અનુસુચિત જનજાતિ1
કુલ9

શૈક્ષણિક લાયકાત

  • ફિઝિયોથેરાપીમાં ઓછામાં ઓછા 55% ગુણ સાથે બે વર્ષની માસ્ટર ડિગ્રી (માસ્ટર ઑફ ફિઝિયોથેરાપી (M.P.Th.)/ (માસ્ટર ઑફ ફિઝિયોથેરાપી (M.Th.)/માસ્ટર ઑફ સાયન્સ ઇન ફિઝિયોથેરાપી (M.Sc. P.T.))/ માસ્ટર ઑફ ફિઝિયોથેરાપી (M.P.T)ની ડિગ્રી હોવી જોઈએ
  • ઉમેદવાર કમ્પ્યુટર એપ્લિકેશનનું મૂળભૂત જ્ઞાન ધરાવતો હોવો જોઈએ
  • ગુજરાતી અથવા હિન્દી અથવા બંનેનું પર્યાપ્ત જ્ઞાન હોવું જોઈએ

પગાર ધોરણ

  • ગુજરાત જાહેર સેવા આયોગ ભરતી અંતર્ગત બાગાયત અધિકારી વર્ગ-2 તરીકે પસંદ પામેલા ઉમેદવારોને પે મેટ્રિક લેવલ-08 પ્રમાણે ₹ 44,900થી ₹1,42,400 પગાર મળવા પાત્ર રહેશે.

વય મર્યાદા

  • આ ભરતી માટે અરજી કરનાર ઉમેદવારની ઉંમર 37 વર્ષ કરતા વધારે ન હોવી જોઈએ
  • ઉંમર તથા અનુભવ મૂળ જાહેરાતની ઓનલાઈન અરજી કરવાની છેલ્લી તારીખના રોજ ગણવામાં આવશે

અરજી ફી

  • સામાન્ય કેટેગરીના (બિન અનામત) ઉમેદવારે ભરવાની ફી 100 વત્તા પોસ્ટલ સર્વિસ ચાર્જ અથવા ઓનલાઈન ફી ભરવાના કિસ્સામાં 100 રૂપિયા વત્તા સર્વિસ ચાર્જ છે.
  • મૂળ ગુજરાતના અનામત કક્ષાના, આર્થિક રીતે નબળા વર્ગો, માજી સૈનિકો તથા દિવ્યાંગ ઉમેદવારોએ ફી ભવારની રહેતી નથી,
  • ગુજરાત રાજ્ય સિવાયના અનામત વર્ગના ઉમેવારોએ નિયત ફી ભરવાની રહેશે.

ઓનલાઈન અરજી કેવી રીતે કરવી?

  • ઉમેદવારોએ ગુજરાત જાહેર સેવા આયોગની વેબસાઇટની મુલાકાત લો એટલે કે https://gpsc.gujarat.gov.in/
  • Latest Updates વિકલ્પ પર ક્લિક કરો.
  • https://gpsc-ojas.gujarat.gov.in/ શોધો અને પછી નવા વપરાશકર્તા વિકલ્પ પર ક્લિક કરો.
  • ફોટો અને સહી સાથે પૂછવામાં આવેલી વિગતો યોગ્ય રીતે ભરો
  • ફોર્મ સબમિટ કરો અને જો જરૂરી હોય તો અરજી ફી ચૂકવો.
  • ભવિષ્યના ઉપયોગ માટે એપ્લિકેશનની પ્રિન્ટઆઉટ લો.

નોટિફિકેશન

ઉમેદવારનો સૂચન છે કે ગુજરાત જાહેર સેવા આયોગ ભરતી અંતર્ગત લેક્ચરર ઈન ફિઝીયોથેરાપી વર્ગ 2 પોસ્ટ માટે અરજી કરતા પહેલા આ લેખમાં આપેલું ભરતીનું નોટિફિકેશન ઝીણવટ પૂર્વક વાંચવું. ત્યારબાદ જ અરજી કરવી.

Advertisment
નોકરી કરિયર જીપીએસસી ભરતી સરકારી નોકરી