ગુજરાત જાહેર સેવા આયોગ ભરતી: મોટર વાહન પ્રોસિક્યુટર વર્ગ-2ની નોકરી,₹ 53,000થી વધુનો પગાર, અહીં વાંચો બધી જ માહિતી

GPSC Recruitment 2025: ગુજરાત જાહેર સેવા આયોગ ભરતી અંતર્ગત મોટર વાહન પ્રોસિક્યુટર વર્ગ 2 અધિકારી માટે શૈક્ષણિક લાયકાત, વય મર્યાદા, પગાર ધોરણ, અરજી પ્રક્રિયા, પસંદગી પ્રક્રિયા, અરજી કરવાની છેલ્લી તારીખ સહિતની મહત્વની માહિતી જાણવા માટે ઉમેદવારોએ આ સમાચાર છેલ્લે સુધી વાંચવા.

GPSC Recruitment 2025: ગુજરાત જાહેર સેવા આયોગ ભરતી અંતર્ગત મોટર વાહન પ્રોસિક્યુટર વર્ગ 2 અધિકારી માટે શૈક્ષણિક લાયકાત, વય મર્યાદા, પગાર ધોરણ, અરજી પ્રક્રિયા, પસંદગી પ્રક્રિયા, અરજી કરવાની છેલ્લી તારીખ સહિતની મહત્વની માહિતી જાણવા માટે ઉમેદવારોએ આ સમાચાર છેલ્લે સુધી વાંચવા.

author-image
Ankit Patel
પર અપડેટ કર્યું
New Update
GPSC Motor Vehicle Prosecutor bharti

ગુજરાત જાહેર સેવા આયોગ ભરતી, મોટર વાહન પ્રોસિક્યુટર - photo - @GPSC_OFFICIAL

GPSC Recruitment 2025, ગુજરાત જાહેર સેવા આયોગ ભરતી : ગુજરાત સરકારમાં નોકરી મેળવવા માટે રાહ જોઈને બેઠેલા ઉમેદવારો માટે નોકરીની સારી તક આવી ગઈ છે. ગુજરાત જાહેર સેવા આયોગ દ્વારા બંદરો અને વાહન વ્યવહાર વિભાગમાં મોટર વાહન પ્રોસિક્યુટર, વર્ગ -2ની ભરતી માટે નોટિફિકેશન બહાર પાડ્યું છે. આ પોસ્ટ પર ઉમેદવાર પસંદ કરવા માટે જીપીએસસીએ ઉમેદવારો પાસેથી ઓનલાઈન અરજીઓ મંગાવી છે.

ગુજરાત જાહેર સેવા આયોગ ભરતી અંતર્ગત મોટર વાહન પ્રોસિક્યુટર વર્ગ 2 અધિકારી માટે શૈક્ષણિક લાયકાત, વય મર્યાદા, પગાર ધોરણ, અરજી પ્રક્રિયા, પસંદગી પ્રક્રિયા, અરજી કરવાની છેલ્લી તારીખ સહિતની મહત્વની માહિતી જાણવા માટે ઉમેદવારોએ આ સમાચાર છેલ્લે સુધી વાંચવા.

ગુજરાત જાહેર સેવા આયોગ ભરતીની મહત્વની માહિતી

સંસ્થાગુજરાત જાહેર સેવા આયોગ (GPSC)
પોસ્ટમોટર વાહન પ્રોસિક્યુટર
જગ્યા3
વિભાગબંદરો અને વાહન વ્યવહાર વિભાગ
એપ્લિકેશન મોડઓનલાઈન
અરજી કરવાની છેલ્લી તારીખ26 જાન્યુઆરી 2025
ક્યાં અરજી કરવીhttps://ojas.gujarat.gov.in/

ગુજરાત જાહેર સેવા આયોગ ભરતી પોસ્ટની વિગતો

કેટેગરીજગ્યા
બિનઅનામત2
આ.ન. વર્ગ0
સા.શૈ.પ.વર્ગ1
અનુ.જાતિ0
અનુ.જનજાતિ0
કુલ3

શૈક્ષણિક લાયકાત

  • ઉમેદવારે કાયદામાં સ્નાતકની ડિગ્રી (વિશેષ) અથવા L.L.B. (ત્રણ વર્ષ) અથવા કોઈપણ યુનિવર્સિટીમાંથી મેળવેલ પાંચ વર્ષનો LAW (સંકલિત) અભ્યાસક્રમ પાસ કરેલો હોવો જોઈએ. શૈક્ષણિક લાયકાત અંગે વધુ જાણવા માટે આ લેખમાં આપેલું નોટિફિકેશન ખાસ વાંચવું.
  • ઉમેદવાર કમ્પ્યુટર એપ્લિકેશનનું મૂળભૂત જ્ઞાન ધરાવતો હોવો જોઈએ
  • ગુજરાતી અથવા હિન્દી અથવા બંનેનું પર્યાપ્ત જ્ઞાન હોવું જોઈએ

પગાર ધોરણ

ગુજરાત જાહેર સેવા આયોગ ભરતી અંતર્ગત મોટર વાહન પ્રોસિક્યુટર વર્ગ-2 તરીકે પસંદ પામેલા ઉમેદવારોને પે મેટ્રિક લેવલ-08 પ્રમાણે ₹ 53,100-1,67,800 પગાર મળવા પાત્ર રહેશે.

વય મર્યાદા

  • આ ભરતી માટે અરજી કરનાર ઉમેદવારની ઉંમર 43 વર્ષ કરતા વધારે ન હોવી જોઈએ
  • ઉંમર તથા અનુભવ મૂળ જાહેરાતની ઓનલાઈન અરજી કરવાની છેલ્લી તારીખના રોજ ગણવામાં આવશે

અરજી ફી

  • સામાન્ય કેટેગરીના (બિન અનામત) ઉમેદવારે ભરવાની ફી 100 વત્તા પોસ્ટલ સર્વિસ ચાર્જ અથવા ઓનલાઈન ફી ભરવાના કિસ્સામાં 100 રૂપિયા વત્તા સર્વિસ ચાર્જ છે.
  • મૂળ ગુજરાતના અનામત કક્ષાના, આર્થિક રીતે નબળા વર્ગો, માજી સૈનિકો તથા દિવ્યાંગ ઉમેદવારોએ ફી ભવારની રહેતી નથી,
  • ગુજરાત રાજ્ય સિવાયના અનામત વર્ગના ઉમેવારોએ નિયત ફી ભરવાની રહેશે.

ઓનલાઈન અરજી કેવી રીતે કરવી?

  • અરજી કરવા માટે ઉમેદવારોએ ગુજરાત જાહેર સેવા આયોગની વેબસાઇટ https://gpsc.gujarat.gov.in/ની મુલાકાત લો
  • Latest Updates વિકલ્પ પર ક્લિક કરો.
  • https://gpsc-ojas.gujarat.gov.in/ શોધો અને પછી નવા વપરાશકર્તા વિકલ્પ પર ક્લિક કરો.
  • ફોટો અને સહી સાથે પૂછવામાં આવેલી વિગતો યોગ્ય રીતે ભરો
  • ફોર્મ સબમિટ કરો અને જો જરૂરી હોય તો અરજી ફી ચૂકવો.
  • ભવિષ્યના ઉપયોગ માટે એપ્લિકેશનની પ્રિન્ટઆઉટ લો.

નોટિફિકેશન

ઉમેદવારનો સૂચન છે કે ગુજરાત જાહેર સેવા આયોગ ભરતી અંતર્ગત મોટર વાહન પ્રોસિક્યુટર વર્ગ 2 પોસ્ટ માટે અરજી કરતા પહેલા આ લેખમાં આપેલું ભરતીનું નોટિફિકેશન ઝીણવટ પૂર્વક વાંચવું. ત્યારબાદ જ અરજી કરવી.

Advertisment
ગુજરાત નોકરી કરિયર જીપીએસસી ભરતી સરકારી નોકરી