/indian-express-gujarati/media/media_files/wp-content/uploads/2025/01/GPSC-Recruitment-2025-Research-Officer.jpg)
ગુજરાત જાહેર સેવા આયોગ ભરતી, સંશોધન અધિકારી - photo - X @GPSC_OFFICIAL
GPSC Recruitment 2025, ગુજરાત જાહેર સેવા આયોગ ભરતી : ગુજરાત સરકારમાં વર્ગ 2 અધિકારી પોસ્ટ પર નોકરી મેળવવાની જોરદાર તક આવી ગઈ છે. સરકારી નોકરીની પરીક્ષાની તૈયારીઓ કરતા ઉમેદવારો માટે સારા સમાચાર આવી ગયા છે. ગુજરાત જાહેર સેવા આયોગ દ્વારા વિવિધ વિભાગોમાં કુલ 111 પોસ્ટ માટે ભરતી બહાર પાડી છે. આ ભરતી અંતર્ગત રાજ્યના સામાન્ય વહીવટ વિભાગમાં સંશોધન અધિકારી, ગુજરાત આંકડાકીય સેવામાં વર્ગ 2ની કૂલ 15 જગ્યાઓ ભરવામાં આવશે. આ પોસ્ટ માટે ઉમેદવારો પસંદ કરવા માટે સંસ્થાએ લાયક અને રસ ધરાવતા ઉમેદવારો પાસે ઓનલાઈન અરજીઓ મંગાવી છે.
ગુજરાત જાહેર સેવા આયોગ ભરતી, સંશોધન અધિકારી વર્ગ-2 માટે વિગતો, શૈક્ષણિક લાયકાત, વય મર્યાદા, પગાર ધોરણ, અરજી ફી, અરજી કરવાની છેલ્લી તારીખ, અરજી પ્રક્રિયા સહિતની મહત્વની માહિતી જાણવા માટે ઉમેદવારોએ આ સમાચાર છેલ્લે સુધી વાંચવા.
ગુજરાત જાહેર સેવા આયોગ ભરતી માટે મહત્વની માહિતી
| સંસ્થા | ગુજરાત જાહેર સેવા આયોગ ભરતી (GPSC) |
| પોસ્ટ | સંશોધન અધિકારી વર્ગ-2 |
| વિભાગ | વહિવટ વિભાગ, આંકડાકીય સેવા |
| જગ્યા | 15 |
| એપ્લિકેશન મોડ | ઓનલાઈન |
| વય મર્યાદા | 37 વર્ષથી વધુ નહીં |
| અરજી કરવાની છેલ્લી તારીખ | 22-1-2025 |
| ક્યાં અરજી કરવી | https://ojas.gujarat.gov.in/ |
ગુજરાત જાહેર સેવા આયોગ ભરતી પોસ્ટની વિગતો
| કેટેગરી | જગ્યા |
| બિન અનામત | 6 |
| આર્થિક રીતે નબળા વર્ગો | 3 |
| સા.શૈ.પછાત વર્ગ | 4 |
| અનુસુચિત જાતિ | 1 |
| અનુસુચિત જનજાતિ | 1 |
| કુલ | 15 |
શૈક્ષણિક લાયકાત
- સરકાર માન્ય કોઈપણ યુનિવર્સિટીમાંથી મુખ્ય વિષય તરીકે આંકડાશાસ્ત્ર અથવા લાગુ આંકડાશાસ્ત્ર અથવા અર્થશાસ્ત્ર અથવા લાગુ અર્થશાસ્ત્ર અથવા વ્યવસાય અર્થશાસ્ત્ર અથવા અર્થમિતિ અથવા ગણિત સાથે બીજા વર્ગ સાથે અનુસ્નાતકની ડિગ્રી અથવા અહીં જણાવેલા વિષયોમાં 55 ટકા સાથે સ્નાતકની ડિગ્રી હોવી જરુરી છે.
- ઉમેદવાર કમ્પ્યુટર એપ્લિકેશનનું મૂળભૂત જ્ઞાન ધરાવતો હોવો જોઈએ
- ગુજરાતી અથવા હિન્દી અથવા બંનેનું પર્યાપ્ત જ્ઞાન હોવું જોઈએ
પગાર ધોરણ
- ગુજરાત જાહેર સેવા આયોગ ભરતી અંતર્ગત બાગાયત અધિકારી વર્ગ-2 તરીકે પસંદ પામેલા ઉમેદવારોને પે મેટ્રિક લેવલ-08 પ્રમાણે ₹ 44,900થી ₹1,42,400 પગાર મળવા પાત્ર રહેશે.
વય મર્યાદા
- આ ભરતી માટે અરજી કરનાર ઉમેદવારની ઉંમર 37 વર્ષ કરતા વધારે ન હોવી જોઈએ
- ઉંમર તથા અનુભવ મૂળ જાહેરાતની ઓનલાઈન અરજી કરવાની છેલ્લી તારીખના રોજ ગણવામાં આવશે
અરજી ફી
- સામાન્ય કેટેગરીના (બિન અનામત) ઉમેદવારે ભરવાની ફી 100 વત્તા પોસ્ટલ સર્વિસ ચાર્જ અથવા ઓનલાઈન ફી ભરવાના કિસ્સામાં 100 રૂપિયા વત્તા સર્વિસ ચાર્જ છે.
- મૂળ ગુજરાતના અનામત કક્ષાના, આર્થિક રીતે નબળા વર્ગો, માજી સૈનિકો તથા દિવ્યાંગ ઉમેદવારોએ ફી ભવારની રહેતી નથી,
- ગુજરાત રાજ્ય સિવાયના અનામત વર્ગના ઉમેવારોએ નિયત ફી ભરવાની રહેશે.
ઓનલાઈન અરજી કેવી રીતે કરવી?
- ગુજરાત જાહેર સેવા આયોગ ભરતી માટે અરજી કરવા ઉમેદવારો જીપીએસસીની વેબસાઇટની મુલાકાત લો એટલે કે https://gpsc.gujarat.gov.in/
- Latest Updates વિકલ્પ પર ક્લિક કરો.
- https://gpsc-ojas.gujarat.gov.in/ શોધો અને પછી નવા વપરાશકર્તા વિકલ્પ પર ક્લિક કરો.
- ફોટો અને સહી સાથે પૂછવામાં આવેલી વિગતો યોગ્ય રીતે ભરો
- ફોર્મ સબમિટ કરો અને જો જરૂરી હોય તો અરજી ફી ચૂકવો.
- ભવિષ્યના ઉપયોગ માટે એપ્લિકેશનની પ્રિન્ટઆઉટ લો.
નોટિફિકેશન
ઉમેદવારનો સૂચન છે કે ગુજરાત જાહેર સેવા આયોગ ભરતી અંતર્ગત સંશોધન અધિકારી વર્ગ 2 પોસ્ટ માટે અરજી કરતા પહેલા આ લેખમાં આપેલું ભરતીનું નોટિફિકેશન ઝીણવટ પૂર્વક વાંચવું. ત્યારબાદ જ અરજી કરવી.


/indian-express-gujarati/media/agency_attachments/2025/11/10/2025-11-10t115614773z-ieg-logo-640x480-javed-ahmad-2025-11-10-17-26-13.png)
Follow Us