/indian-express-gujarati/media/media_files/wp-content/uploads/2025/03/GPSC-State-Tax-Inspector-bharti.jpg)
ગુજરાત જાહેર સેવા આયોગ ભરતી, રાજ્ય વેરા નિરીક્ષક વર્ગ-3 - photo- X @GPSC
GPSC Recruitment 2025, ગુજરાત જાહેર સેવા આયોગ ભરતી : સરકારી નોકરી માટે સ્પર્ધાત્મક પરીક્ષાની તૈયારી કરતા ઉમેદવારો માટે સારા સમાચાર આવી ગયા છે. ગુજરાત જાહેર સેવા આયોગ દ્વારા દિવ્યાંગો માટે બમ્પર ભરતીઓ બહાર પાડી છે. GPSC એ વિવિધ વિભાગોમાં કુલ 108 જગ્યાઓ બહાર પાડી છે. જે અંતર્ગત રાજ્ય વેરા નિરીક્ષક વર્ગ-3 ની 37 જગ્યાઓ ભરવા માટે ઉમેદવારો પાસેથી ઓનલાઈન અરજીઓ મંગાવી છે.
ગુજરાત જાહેર સેવા આયોગ ભરતી અંતર્ગત રાજ્ય વેરા નિરીક્ષક વર્ગ-3 માટેની વિગતો, શૈક્ષણિક લાયકાત, વય મર્યાદા, પગાર ધોરણ, અરજી પ્રક્રિયા, અરજી કરવાની છેલ્લી તારીખ સહિત મહત્વની માહિતી જાણવા માટે ઉમેદવારોએ આ સમાચાર છેલ્લે સુધી વાંચવા.
ગુજરાત જાહેર સેવા આયોગ ભરતીની મહત્વની માહિતી
| સંસ્થા | ગુજરાત જાહેર સેવા આયોગ (GPSC) |
| પોસ્ટ | રાજ્ય વેરા નિરીક્ષક વર્ગ-3 |
| વય મર્યાદા | 20થી 45 વર્ષ વચ્ચે |
| એપ્લિકેશન મોડ | ઓનલાઈન |
| અરજી કરવાની છેલ્લી તારીખ | 15-3-2025 |
| ક્યાં અરજી કરવી | https://ojas.gujarat.gov.in/ અથવા https://gpsc-ojas.gujarat.gov.in/Home.aspx |
ગુજરાત જાહેર સેવા આયોગ ભરતી પોસ્ટની વિગતો
| દિવ્યાંગતાના પ્રકાર | જગ્યા |
| અંધત્વ અથવા ઓછી દ્રષ્ટી | 6 |
| શ્રવણની ખામી | 11 |
| મગજનો લકવ સહિત હલનચલનની દિવ્યાંગતા, રક્તપિત્તમાંથી સાજા થયેલા વામનતા,એસિડ એટેકનો ભોગ બનેલા અને નબળા સ્નાયુઓ | 3 |
| સ્વલીનતા, બૌદ્ધિક દિવ્યાંગતા, ખાસ વિષય શીખવાની અક્ષમતા અને માનસિક બીમારી | 17 |
શૈક્ષણિક લાયકાત
- રાજ્ય અથવા કેન્દ્ર સરકાર દ્વારા માન્ય સંસ્થામાંથી સ્નાતકની ડિગ્રી ધરાવતા હોવા જોઈએ
- કમ્પ્યુટર એપ્લિકેશનનું મૂળભૂત જ્ઞાન
- ગુજરાતી અથવા હિન્દી અથવા બંનેનું પર્યાપ્ત જ્ઞાન.
- શૈક્ષણિક લાયકાત વિશે વધારે જાણવા માટે આ લેખમાં આપેલું નોટિફિકેશન વાંચવું.
વય મર્યાદા
- ગુજરાત જાહેર સેવા આયોગ દ્વારા પશુચિકિત્સા અધિકારી ભરતી માટે અરજી કરનાર ઉમેદવારની ઉંમર 20 વર્ષથી વધુ અને 45 વર્ષથી ઓછી હોવી જોઈએ.
- ઉંમર તથા અનુભવ મૂળ જાહેરાતની ઓનલાઈન અરજી કરવાની છેલ્લી તારીખના રોજ ગણવામાં આવશે.
- અનામત વર્ગના ઉમેદવારોને ઉંમરમાં છૂટછાટ મળવા પાત્ર રહેશે
પગાર ધોરણ
આ પોસ્ટ ઉપર પસંદ પામેલા ઉમેદવારોને પ્રથમ પાંચ વર્ષ માટે ₹49,600 ના માસિક ફિક્સ પગાર આપવામાં આવશે.
સંતોષકારક સેવા પૂર્ણ કર્યા પછી સરકાર દ્વારા નક્કી કરવામાં આવેલા પે મેટ્રિક લેવલ -7 મુજબ ₹ 39,900 - ₹1,26,600 પગાર મળવા પાત્ર રહેશે
નોટિફિકેશન
અરજી કેવી રીતે કરવી
- અરજી કરવા માટે ગુજરાત જાહેર સેવા આયોગની વેબસાઇટની મુલાકાત લો એટલે કે https://gpsc.gujarat.gov.in/
- Latest Updates વિકલ્પ પર ક્લિક કરો.
- https://gpsc-ojas.gujarat.gov.in/ શોધો અને પછી નવા વપરાશકર્તા વિકલ્પ પર ક્લિક કરો.
- ફોટો અને સહી સાથે પૂછવામાં આવેલી વિગતો યોગ્ય રીતે ભરો
- ફોર્મ સબમિટ કરો અને જો જરૂરી હોય તો અરજી ફી ચૂકવો.
- ભવિષ્યના ઉપયોગ માટે એપ્લિકેશનની પ્રિન્ટઆઉટ લો.
- ગુજરાતમાં ચાલતી ભરતીઓ અને કરિયર વિશેની વધુ માહિતી જાણવા માટે અહીં વાંચો.
ગુજરાતમાં ચાલતી ભરતીઓ અને કરિયર વિશેની વધુ માહિતી જાણવા માટે અહીં વાંચો.
ઉમેદવારોને સૂચન છે કે ગુજરાત જાહેર સેવા આયોગ ભરતી અંતર્ગત રાજ્ય વેરા નિરીક્ષક વર્ગ-3 માટે અરજી કરતા પહેલા આ લેખમાં આપેલા ભરતીના નોટિફિકેશનને ધ્યાન પૂર્વક વાંચવું.


/indian-express-gujarati/media/agency_attachments/2025/11/10/2025-11-10t115614773z-ieg-logo-640x480-javed-ahmad-2025-11-10-17-26-13.png)
Follow Us