GPSC Recruitment 2025, ગુજરાત જાહેર સેવા આયોગ ભરતી: ગુજરાત સરકારના વિવિધ વિભાગોમાં વર્ગ-1 અને વર્ગ-1 અધિકારીઓ માટે ભરતી કરવાતી સંસ્થા ગુજરાત જાહેર સેવા આયોગ દ્વારા તાજેતરમાં વિવિધ વિભાગોમાં 496 જગ્યાઓ બહાર પાડી છે. ગુજરાત જાહેર સેવા આયોગ ભરતી આરોગ્ય અને પરિવાર કલ્યાણ વિભાગમાં તજજ્ઞ વર્ગ-1ની કુલ 151 જગ્યાઓ ભરવાની છે. આ માટે સંસ્થાએ લાયક અને રસ ધરાવતા ઉમેદવારો પાસે ઓનલાઈન અરજીઓ મંગાવી છે.
ગુજરાત જાહેર સેવા આયોગ ભરતી અંતર્ગત તજજ્ઞ વર્ગ-1 પોસ્ટની વિગતો, શૈક્ષણિક લાયકાત, પગાર ધોરણ, વય મર્યાદા, અરજી પ્રક્રિયા સહિતની મહત્વની માહિતી જાણવા માટે ઉમેદવારોએ આ સમાચાર છેલ્લે સુધી વાંચવા.
ગુજરાત જાહેર સેવા આયોગ ભરતીની મહત્વની માહિતી
સંસ્થા ગુજરાત જાહેર સેવા આયોગ (GPSC) પોસ્ટ તજજ્ઞ જગ્યા 151 વિભાગ આરોગ્ય અને પરિવાર કલ્યાણ વિભાગ એપ્લિકેશન મોડ ઓનલાઈન વય મર્યાદા 40 વર્ષથી વધુ નહીં અરજી કરવાની છેલ્લી તારીખ 17 ફેબ્રુઆરી 2025 ક્યાં અરજી કરવી https://ojas.gujarat.gov.in/
ગુજરાત જાહેર સેવા આયોગ ભરતી, પોસ્ટની વિગતો
પોસ્ટ કુલ જગ્યા સામાન્ય આ.ન.વર્ગ. સા.શૈ.પ.વર્ગ અનુ.જાતિ અનુ.જન જાતિ પિડિયાટ્રિશિયન 141 50 17 42 11 21 ડેન્ટલ સર્જન 10 2 3 2 1 2
શૈક્ષણિક લાયકાત
ગુજરાત જાહેર સેવા આયોગ દ્વારા બહાર પાડવામાં આવેલી તજજ્ઞ, વર્ગ-1ની ભરતી માટે અરજી કરનાર ઉમેદવારોની શૈક્ષણિક લાયકાત આ પ્રમાણે હોવી જોઈએ.
- આરોગ્ય અને પરિવાર કલ્યાણ વિભાગમાં વિવિધ તજજ્ઞની પોસ્ટ માટે વિવિધ શૈક્ષણિક લાયકાત માંગવામાં આવી છે. માટે જેતે પોસ્ટ માટે શૈક્ષણિક લાયકાત વિશે વધારે માહિતી મેળવવા માટે ઉમેદવારોએ આ લેખમાં આપેલું નોટિફિકેશન વાંચવું.
- ઉમેદવારોને કમ્પ્યુટરનું પ્રાથમિક જ્ઞાન હોવું જોઈએ
- ઉમેદવારને હિન્દી અને ગુજરાત ભાષાનું જ્ઞાન હોવું જોઈએ
વય મર્યાદા
- અરજી કરનાર ઉમેદવારે 40 વર્ષ પૂર્ણ કરેલા ન હોવા જોઈએ
- ઉંમર અરજી કરવાની છેલ્લી તારીખના રોજ ગણવામાં આવશે
- અરજી કરવાની છેલ્લી તારીખ 17 ફેબ્રુઆરી 2025 છે
પગાર ધોરણ
આ પોસ્ટ ઉપર પસંદ પામેલા ઉમેદવારોને ₹67,700થી ₹2,08,700, પે મેટ્રીક્સ લેવલ-11 ના પગાર ધોરણમાં નિયમિત નિમણૂંક મળવાપાત્ર થશે
નોટિફિકેશન
અરજી કેવી રીતે કરવી?
- અરજી કરવા માટે ગુજરાત જાહેર સેવા આયોગની વેબસાઇટની મુલાકાત લો એટલે કે https://gpsc.gujarat.gov.in/
- Latest Updates વિકલ્પ પર ક્લિક કરો.
- https://gpsc-ojas.gujarat.gov.in/ શોધો અને પછી નવા વપરાશકર્તા વિકલ્પ પર ક્લિક કરો.
- ફોટો અને સહી સાથે પૂછવામાં આવેલી વિગતો યોગ્ય રીતે ભરો
- ફોર્મ સબમિટ કરો અને જો જરૂરી હોય તો અરજી ફી ચૂકવો.
- ભવિષ્યના ઉપયોગ માટે એપ્લિકેશનની પ્રિન્ટઆઉટ લો.
ગુજરાત જાહેર સેવા આયોગની અન્ય ભરતીઓ અંગે વધુ વાંચવા માટે અહીં ક્લિક કરો
ઉમેદવારોને સૂચન છે કે ગુજરાત જાહેર સેવા આયોગ ભરતી અંતર્ગત તજજ્ઞ, વર્ગ-1 માટે અરજી કરતા પહેલા આ લેખમાં આપેલા ભરતીના નોટિફિકેશનને ધ્યાન પૂર્વક વાંચવું.