GPSC Recruitment 2025 : ગુજરાત સરકારના આ વિભાગમાં ક્લાસ 2 ઓફિસર બનવાની તક, અહીં વાંચો બધી જ માહિતી

GPSC Recruitment 2025 : ગુજરાત જાહેર સેવા આયોગ ભરતી અંતર્ગત પશુચિકિત્સા અધિકારી, વર્ગ-2 પોસ્ટની વિગતો, શૈક્ષણિક લાયકાત, પગાર ધોરણ, વય મર્યાદા, અરજી પ્રક્રિયા સહિતની મહત્વની માહિતી જાણવા માટે ઉમેદવારોએ આ સમાચાર છેલ્લે સુધી વાંચવા.

GPSC Recruitment 2025 : ગુજરાત જાહેર સેવા આયોગ ભરતી અંતર્ગત પશુચિકિત્સા અધિકારી, વર્ગ-2 પોસ્ટની વિગતો, શૈક્ષણિક લાયકાત, પગાર ધોરણ, વય મર્યાદા, અરજી પ્રક્રિયા સહિતની મહત્વની માહિતી જાણવા માટે ઉમેદવારોએ આ સમાચાર છેલ્લે સુધી વાંચવા.

author-image
Ankit Patel
પર અપડેટ કર્યું
New Update
GPSC Recruitment 2025, Veterinary Officer, Class-2

ગુજરાત જાહેર સેવા આયોગ ભરતી, પશુચિકિત્સા અધિકારી, વર્ગ-2 - photo - X @GPSC

GPSC Recruitment 2025, ગુજરાત જાહેર સેવા આયોગ ભરતી : ગુજરાત સરકારમાં નોકરી મેળવવા માટે રાહ જોઈને બેઠેલા ઉમેદવારો માટે સારા સમાચાર આવી ગયા છે. ગુજરાત જાહેર સેવા આયોગ દ્વારા વિવિધ વિભાગોમાં બમ્પર ભરતી બહાર પાડી છે. જે અંતર્ગત કૃષિ, ખેડૂત કલ્યાણ અને સહકાર વિભાગમાં પશુચિકિત્સા અધિકારી, વર્ગ-2, ગુજરાત પશુપાલન સેવાની ભરતી થનાર છે. આ પોસ્ટ ઉપર લાયક અને રસ ધરાવતા ઉમદેવારો પસંદ કરવા માટે જીપીએસસીએ ઓનલાઈન અરજીઓ મંગાવી છે.

ગુજરાત જાહેર સેવા આયોગ ભરતી અંતર્ગત પશુચિકિત્સા અધિકારી, વર્ગ 2 માટેની વિગતો, શૈક્ષણિક લાયકાત, વય મર્યાદા, પગાર ધોરણ, અરજી પ્રક્રિયા, અરજી કરવાની છેલ્લી તારીખ સહિત મહત્વની માહિતી જાણવા માટે ઉમેદવારોએ આ સમાચાર છેલ્લે સુધી વાંચવા.

ગુજરાત જાહેર સેવા આયોગ ભરતીની મહત્વની માહિતી

સંસ્થાગુજરાત જાહેર સેવા આયોગ (GPSC)
પોસ્ટપશુચિકિત્સા અધિકારી, વર્ગ-2
વિભાગકૃષિ, ખેડૂત કલ્યાણ અને સહકાર
વય મર્યાદા35 વર્ષથી વધુ નહીં
એપ્લિકેશન મોડઓનલાઈન
અરજી કરવાની છેલ્લી તારીખ15-3-2025
ક્યાં અરજી કરવીhttps://ojas.gujarat.gov.in/ અથવા https://gpsc-ojas.gujarat.gov.in/Home.aspx

ગુજરાત જાહેર સેવા આયોગ ભરતી પોસ્ટની વિગતો

કેટેગરીજગ્યા
બિનઅનામત92
આ.ન.વર્ગ26
સા.શૈ.પ.વર્ગ68
અનુ.જાતિ18
અનુ.જનજાતિ57
કુલ261

શૈક્ષણિક લાયકાત

  • વેટરનરી સાયન્સ અને એનિમલ હસબન્ડરી (BVSc અને AH) માં ડિગ્રી અથવા વેટરનરી સાયન્સ અથવા એનિમલ હસબન્ડરી (BVSc અથવા AH) માં ડિગ્રી
  • કમ્પ્યુટર એપ્લિકેશનનું મૂળભૂત જ્ઞાન
  • ગુજરાતી અથવા હિન્દી અથવા બંનેનું પર્યાપ્ત જ્ઞાન.
  • શૈક્ષણિક લાયકાત વિશે વધારે જાણવા માટે આ લેખમાં આપેલું નોટિફિકેશન વાંચવું.

વય મર્યાદા

  • ગુજરાત જાહેર સેવા આયોગ દ્વારા પશુચિકિત્સા અધિકારી ભરતી માટે અરજી કરનાર ઉમેદવારની ઉંમર 35 વર્ષથી વધુ ન હોવી જોઈએ.
  • ઉંમર તથા અનુભવ મૂળ જાહેરાતની ઓનલાઈન અરજી કરવાની છેલ્લી તારીખના રોજ ગણવામાં આવશે.
  • અનામત વર્ગના ઉમેદવારોને ઉંમરમાં છૂટછાટ મળવા પાત્ર રહેશે

પગાર ધોરણ

આ પોસ્ટ ઉપર પસંદ પામેલા ઉમેદવારોને સરકાર દ્વારા નક્કી કરવામાં આવેલા પે મેટ્રિક લેવલ -8 મુજબ ₹ 44,900 - ₹1,42,400 પગાર મળવા પાત્ર રહેશે

નોટિફિકેશન

અરજી કેવી રીતે કરવી

  • અરજી કરવા માટે ગુજરાત જાહેર સેવા આયોગની વેબસાઇટની મુલાકાત લો એટલે કે https://gpsc.gujarat.gov.in/
  • Latest Updates વિકલ્પ પર ક્લિક કરો.
  • https://gpsc-ojas.gujarat.gov.in/ શોધો અને પછી નવા વપરાશકર્તા વિકલ્પ પર ક્લિક કરો.
  • ફોટો અને સહી સાથે પૂછવામાં આવેલી વિગતો યોગ્ય રીતે ભરો
  • ફોર્મ સબમિટ કરો અને જો જરૂરી હોય તો અરજી ફી ચૂકવો.
  • ભવિષ્યના ઉપયોગ માટે એપ્લિકેશનની પ્રિન્ટઆઉટ લો.

ગુજરાતમાં ચાલતી ભરતીઓ અને કરિયર વિશેની વધુ માહિતી જાણવા માટે અહીં વાંચો.

ઉમેદવારોને સૂચન છે કે ગુજરાત જાહેર સેવા આયોગ ભરતી અંતર્ગત પશુચિકિત્સા અધિકારી, વર્ગ-2 માટે અરજી કરતા પહેલા આ લેખમાં આપેલા ભરતીના નોટિફિકેશનને ધ્યાન પૂર્વક વાંચવું.

Advertisment
નોકરી કરિયર જીપીએસસી સરકારી નોકરી