GPSC Recruitment 2025 : ગુજરાતમાં સરકારી નોકરી મેળવવાની ઉત્તમ તક, પગાર 1.42 લાખ સુધી, વાંચો સંપૂર્ણ માહિતી

GPSC Recruitment 2025 : ગુજરાત જાહેર સેવા આયોગ ભરતી અંતર્ગત મદદનીશ ઈજનેર (સિવિલ) વર્ગ-2 પોસ્ટની વિગતો, શૈક્ષણિક લાયકાત, પગાર ધોરણ, વય મર્યાદા, અરજી પ્રક્રિયા સહિતની મહત્વની માહિતી જાણવા માટે ઉમેદવારોએ આ સમાચાર છેલ્લે સુધી વાંચવા.

GPSC Recruitment 2025 : ગુજરાત જાહેર સેવા આયોગ ભરતી અંતર્ગત મદદનીશ ઈજનેર (સિવિલ) વર્ગ-2 પોસ્ટની વિગતો, શૈક્ષણિક લાયકાત, પગાર ધોરણ, વય મર્યાદા, અરજી પ્રક્રિયા સહિતની મહત્વની માહિતી જાણવા માટે ઉમેદવારોએ આ સમાચાર છેલ્લે સુધી વાંચવા.

author-image
Ankit Patel
પર અપડેટ કર્યું
New Update
GPSC Recruitment 2025, Assistant Engineer

ગુજરાત જાહેર સેવા આયોગ ભરતી, મદદનીશ ઈજનેર - photo - X @GPSC_OFFICIAL

GPSC Recruitment 2025, ગુજરાત જાહેર સેવા આયોગ ભરતી: ગુજરાતમાં સરકારી નોકરી મેળવવાની રાહ જોઈને બેઠેલા ઉમેદવારો માટે ગોલ્ડન ચાન્સ આવી ગયો છે. ગુજરાત જાહેર સેવા આયોગ દ્વારા તાજેતરમાં વિવિધ વિભાગોમાં 496 જગ્યાઓ બહાર પાડી છે. GPSC ભરતી અંતર્ગત નર્મદા, જળ સંપત્તિ, પાણી પુરવઠા અને કલ્પસર વિભાગમા મદદનીશ ઈજનેર (સિવિલ), વર્ગ-2ની કુલ 65 જગ્યાઓ ભરવાની છે. આ માટે સંસ્થાએ લાયક અને રસ ધરાવતા ઉમેદવારો પાસે ઓનલાઈન અરજીઓ મંગાવી છે.

ગુજરાત જાહેર સેવા આયોગ ભરતી અંતર્ગત મદદનીશ ઈજનેર (સિવિલ) વર્ગ-2 પોસ્ટની વિગતો, શૈક્ષણિક લાયકાત, પગાર ધોરણ, વય મર્યાદા, અરજી પ્રક્રિયા સહિતની મહત્વની માહિતી જાણવા માટે ઉમેદવારોએ આ સમાચાર છેલ્લે સુધી વાંચવા.

ગુજરાત જાહેર સેવા આયોગ ભરતીની મહત્વની માહિતી

સંસ્થાગુજરાત જાહેર સેવા આયોગ (GPSC)
પોસ્ટમદદનીશ ઈજનેર (સિવિલ)
જગ્યા65
એપ્લિકેશન મોડઓનલાઈન
વય મર્યાદા35 વર્ષથી વધુ નહીં
અરજી કરવાની છેલ્લી તારીખ17 ફેબ્રુઆરી 2025
ક્યાં અરજી કરવીhttps://ojas.gujarat.gov.in/

ગુજરાત જાહેર સેવા આયોગ ભરતી, પોસ્ટની વિગતો

નર્મદા, જળ સંપત્તિ, પાણી પુરવઠા અને કલ્પસર વિભાગની મદદનીશ ઈજનેર (સિવિલ), ગુજરાત ઈજનેરી સેવા, વર્ગ-2 દિવ્યાંગો માટે ખાસ ભરતી ઝુંબેશ હેઠળ કુલ 65 જગ્યાઓ પર ઉમેદવારો પસંદ કરવાના છે.

શૈક્ષણિક લાયકાત

ગુજરાત જાહેર સેવા આયોગ દ્વારા બહાર પાડવામાં આવેલી મદદનીશ ઈજનેર (સિવિલ), વર્ગ-2ની ભરતી માટે અરજી કરનાર ઉમેદવારોની શૈક્ષણિક લાયકાત આ પ્રમાણે હોવી જોઈએ.

  • સરકાર માન્ય યુનિવર્સિટીઓ અથવા સંસ્થાઓમાંથી મેળવેલ એન્જિનિયરિંગ (સિવિલ) અથવા ટેકનોલોજી (સિવિલ) માં સ્નાતકની ડિગ્રી હોવી જોઈએ.ઉમેદવારોને કમ્પ્યુટરનું પ્રાથમિક જ્ઞાન હોવું જોઈએ
  • ઉમેદવારને હિન્દી અને ગુજરાત ભાષાનું જ્ઞાન હોવું જોઈએ

વય મર્યાદા

  • અરજી કરનાર ઉમેદવારે 20 વર્ષ પૂર્ણ કરેલા હોવા જોઈએ અને 37 વર્ષ પૂર્ણ કરેલા ન હોવા જોઈએ
  • ઉંમર અરજી કરવાની છેલ્લી તારીખના રોજ ગણવામાં આવશે
  • અરજી કરવાની છેલ્લી તારીખ 17 ફેબ્રુઆરી 2025 છે

પગાર ધોરણ

આ પોસ્ટ ઉપર પસંદ પામેલા ઉમેદવારોને ₹44,900થી ₹1,42,400, પે મેટ્રીક્સ લેવલ-8 ના પગાર ધોરણમાં નિયમિત નિમણૂંક મળવાપાત્ર થશે.

ગુજરાત જાહેર સેવા આયોગની અન્ય ભરતીઓ અંગે વધુ વાંચવા માટે અહીં ક્લિક કરો

નોટિફિકેશન

અરજી કેવી રીતે કરવી?

  • અરજી કરવા માટે ગુજરાત જાહેર સેવા આયોગની વેબસાઇટની મુલાકાત લો એટલે કે https://gpsc.gujarat.gov.in/
  • Latest Updates વિકલ્પ પર ક્લિક કરો.
  • https://gpsc-ojas.gujarat.gov.in/ શોધો અને પછી નવા વપરાશકર્તા વિકલ્પ પર ક્લિક કરો.
  • ફોટો અને સહી સાથે પૂછવામાં આવેલી વિગતો યોગ્ય રીતે ભરો
  • ફોર્મ સબમિટ કરો અને જો જરૂરી હોય તો અરજી ફી ચૂકવો.
  • ભવિષ્યના ઉપયોગ માટે એપ્લિકેશનની પ્રિન્ટઆઉટ લો.

ઉમેદવારોને સૂચન છે કે ગુજરાત જાહેર સેવા આયોગ ભરતી અંતર્ગત મદદનીશ ઈજનેર (સિવિલ), વર્ગ-2 માટે અરજી કરતા પહેલા આ લેખમાં આપેલા ભરતીના નોટિફિકેશનને ધ્યાન પૂર્વક વાંચવું.

Advertisment
નોકરી કરિયર જીપીએસસી ભરતી સરકારી નોકરી