scorecardresearch

GPSC exam: જીપીએસસીએ સાત પરીક્ષાની પ્રિલીમનું કેલેન્ડર જાહેર કર્યું છે, અહીં જાણો કઈ પરીક્ષા ક્યારે લેવાશે

GPSC exma calendar આગામી નવા વર્ષ 2023માં આ પરીક્ષાઓ લેવાશે. મળતી માહિતી પ્રમાણે જીપીએસસી દ્વારા આગામી બે મહિનામાં સાત પરીક્ષાની પ્રિલીમનું કેલેન્ડર જાહેર કરવામાં આવ્યું છે

GPSC exam: જીપીએસસીએ સાત પરીક્ષાની પ્રિલીમનું કેલેન્ડર જાહેર કર્યું છે, અહીં જાણો કઈ પરીક્ષા ક્યારે લેવાશે
જીપીએસસી પરીક્ષા ફાઇલ તસવીર

ગુજરાત ગૌણ સેવા પસંદગી મંડળ દ્વારા લેવાતી વર્ગ 1 અને 2ની પરીક્ષા પ્રિલીમનું કેલેન્ડર જાહેર કરવામાં આવ્યું છે. આગામી નવા વર્ષ 2023માં આ પરીક્ષાઓ લેવાશે. મળતી માહિતી પ્રમાણે જીપીએસસી દ્વારા આગામી બે મહિનામાં સાત પરીક્ષાની પ્રિલીમનું કેલેન્ડર જાહેર કરવામાં આવ્યું છે. જેમાં કાયદા અધિકારી, ક્યૂરેટર, ગુજરાતી ઇજનેરી સેવા, હિસાબી અધિકારી, આચાર્ય વર્ગ 2ની પરીક્ષા લેવામાં આવશે. આ તમામ સાત પરીક્ષાઓ જાન્યુઆરી અને ફેબ્રુઆરી મહિનામાં યોજાશે.

ગુજરાત ગૌણ સેવા પંસગી મંડળ દ્વારા જાહેર કરેલું કેલેન્ડર
  • GPSCની સાત પરીક્ષાની પ્રિલીમનું કેલેન્ડર જાહેર
  • વર્ગ 1 અને 2ની પરીક્ષા 8 જાન્યુઆરીએ યોજાશે
  • કાયદા અધિકારી, ક્યૂરેટર પરીક્ષા 22 જાન્યુઆરીએ યોજાશે
  • ગુજરાતી ઇજનેરી સેવાની 22 જાન્યુઆરીએ પરીક્ષા
  • હિસાબી અધિકારી અને આચાર્ય વર્ગ બેની પરીક્ષા પાંચ ફેબ્રુઆરીએ લેવાશે
  • આ ઉપરાંત ઇજનેરી સેવાની પરીક્ષા પાંચ ફેબ્રુઆરીએ યોજાશે
આઠ મહિનાથી અટકી છે પંચાયત સેવા પસંદગી બોર્ડની પરીક્ષા

મળતી માહિતી પ્રમાણે ગુજરાત પંચાયત સેવા પસંદગી બોર્ડની પરીક્ષા છેલલા 8 મહિનાથી અટકી છે ત્યારે પંચાયત વિભાગના ઉમેદવારો આ ભરતી પ્રક્રિયા ઝડપથી પૂર્ણ કરવા રજૂઆત કરશે.

Web Title: Gpsc seven exam prelims calendar announced government jobs alerts

Best of Express