ગુજરાત પંચાયત સેવા પસંદગી મંડળ દ્વારા લેવાતી જુનીયર ક્લાર્ક (વહીવટ-હિસાબ) અને ગ્રામ પંચાયત સેક્રેટરી (તલાટી કમ મંત્રી) (વર્ગ-3) સંવર્ગની સ્પર્ધાત્મક લેખિત પરીક્ષાની તારીખો જાહેર કરવામાં આવી છે. જુનિયર ક્લાર્કની પરીક્ષા 8 જાન્યુઆરી 2023 અને તલાટી કમ મંત્રી વર્ગ-3ની સ્પર્ધાત્મક લેખિત પરીક્ષા 29 જાન્યુઆરીના રોજ યોજવાની જાહેરાત થઈ છે. ઉમેદવારોએ પોતાના કોલ લેટર સત્તાવાર વેબસાઈટ ojas.gujarat.gov.in ઉપર જઈને ડાઉનલોડ કરી શકે છે.
ગ્રામ પંચાયત સેક્રેટરીની ભરતી અંગે મહત્વની માહિતી
ગુજરાત પંચાયત સેવા પસંદગી મંડળ, ગાંધીનગર દ્વારા ચાલુ વર્ષના જાન્યુઆરી મહિનામાં તલાટી કમ મંત્રીની ભરતી બહાર પાડી હતી. આ પદ માટેની ભરતી માટે લાયક ઉમેદવારોએ ઓનલાઈન અરજી કરવાની છેલ્લી તારીખ 15 ફેબ્રુઆરી 2022 હતી. તલાટી કમ મંત્રી વર્ગ-3ની સ્પર્ધાત્મક લેખિત પરીક્ષા 29 જાન્યુઆરીના રોજ યોજવામાં આવશે.
મંડળ દ્વારા ગ્રામ પંચાયત સેક્રેટરીની (તલાટી કમ મંત્રી) કુલ 4337 જગ્યાઓ પર ભરતી બહાર પાડી હતી. આ જગ્યાઓમાં સમાન્ય માટે 1557, ઈડબ્લ્યુએસ માટે 331, એસઈબીસી માટે 851, અનુસુચિત જાતિ માટે 259, અનુસુચિત જન જાતિ માટે 439, દિવ્યાંગ ઉમેદવારો માટે અનામત જગ્યા 251, માજી સૈનિક માટે અનામત જગ્યા 330 રાખવામાં આવી છે.
જુનિયર ક્લાર્કની ભરતી અંગે મહત્વની માહિતી
ગુજરાત પંચાયત સેવા પસંદગી મંડળ, ગાંધીનગર દ્વારા 2022 વર્ષની શરુઆતમાં ભરતીની જાહેરાત બહાર પાડી હતી. ઓનલાઈન ફોર્મ ભરવાની છેલ્લી તારીખ 10 માર્ચ 2022 હતી. કુલ 1181 જગ્યાઓ ઉપર ભરતી માટે પરીક્ષાની તારીખ જાહેર થઈ ગઈ છે. જુનિયર ક્લાર્કની પરીક્ષા 8 જાન્યુઆરી 2023ના રોજ યોજાશે.
તલાટી પરીક્ષાનો કોલ લેટર કેવી રીતે ડાઉનલોડ કરવો?
ગુજરાત પંચાયચ સેવા પસંદગી મંડળ દ્વારા જાહેર કરેલી તલાટીની પરીક્ષાની તારીખ જાહેર કરી છે. ત્યારે ઉમેદવારોએ પોતાના કોલલેટર ડાઉનલોડ કરવા માટે નીચે આપેલાં અનુસરવા.
આ પણ વાંચોઃ- SBI ક્લર્ક પરીક્ષા પેટર્ન, સિલેબસ અને ગુણની વહેચણી સહિતની તમામ વિગતો
પહેલું પગલું – સૌથી પહેલા OJAS વેબસાઇટ – ojas.gujarat.gov.in પર જાઓ
બીજું પગલું – હોમપેજ પર ઉપલબ્ધ “કોલ લેટર/સંદર્ભ” લિંક ખોલો.
ત્રીજું પગલું – “GPSSB/202122/10 ગુજરાત ગ્રામ પંચાયત સચિવ (તલાટી કમ મંત્રી) પરીક્ષા, 2022 માટે કૉલ લેટર” નામનો નોકરીનો વિકલ્પ પસંદ કરો.
ચોથું પગલું – લોગિન પેજ પર તમારો “08 અંકોનો કન્ફર્મેશન નંબર” અને “જન્મ તારીખ (dd-mm-yyyy)” ભરો.
પાંચમું પગલું – “પ્રિન્ટ કૉલ લેટર” બટન પર ક્લિક કરો.
છઠ્ઠું પગલું – છેલ્લે, તમારી હોલ ટિકિટ સ્ક્રીન પર દેખાશે. બધી વિગતો ક્રોસ-ચેક કરો.
સાતમું પગલું – તમારા ઉપકરણ પર તલાટી એડમિટ કાર્ડ પીડીએફ ઇમેજ ડાઉનલોડ કરો.
આઠમું પગલું – A4 સાઈઝના પેપરમાં તમારી હોલ ટિકિટની પ્રિન્ટઆઉટ બનાવો અને તેને પરીક્ષાના દિવસે લાવો.