/indian-express-gujarati/media/media_files/wp-content/uploads/2025/04/GPSSB-recruitment-2025.jpg)
ગુજરાત પંચાયત સેવા ભરતી - photo - X
GPSSB recruitment 2025, Gujarat Panchayat Seva Recruitment, ગુજરાત પંચાયત સેવા ભરતી : ગુજરાતમાં સરકારી નોકરીની રાહ જોઈને બેઠેલા ઉમેદવારો માટે ફરીથી સરકારી નોકરી મેળવવાની તક આવી ગઈ છે. ગુજરાત પંચાયત સેવા પસંદગી મંડળ દ્વારા રાજ્યભરમાં વર્ક આસિસ્ટન્ટ વર્ગ-3 જગ્યાઓ ભરવા માટે નોટિફિકેશન બહાર પાડ્યું છે. GPSSB દ્વારા લાયક ઉમેદવારો પસંદ કરવા માટે રસ ધરાવતા ઉમેદવારો પાસેથી ઓનલાઈન અરજી મંગાવી છે.
ગુજરાત પંચાયત સેવા ભરતી અંતર્ગત વર્ક આસિસ્ટન્ટ વર્ગ-3 પોસ્ટની વિગતો, શૈક્ષણિક લાયકાત, પગાર ધોરણ, વય મર્યાદા, મહત્વની તારીખો, ભરતી પ્રક્રિયા સહિતની મહત્વની માહિતી જાણવા માટે ઉમેદવારોએ આ સમાચાર છેલ્લે સુધી વાંચવા.
ગુજરાત પંચાયત સેવા ભરતીની મહત્વની માહિતી
| સંસ્થા | ગુજરાત પંચાયત સેવા પસંદગી મંડળ (GPSSB) |
| પોસ્ટ | વર્ક આસિસ્ટન્ટ |
| ક્લાસ | વર્ગ-3 |
| જગ્યા | 994 |
| નોકરીનું સ્થળ | સમગ્ર ગુજરાત |
| એપ્લિકેશન મોડ | ઓનલાઈન |
| અરજી કરવાની શરુઆતની તારીખ | 17-5-2025 |
| અરજી કરવાની છેલ્લી તારીખ | 10-6-2025 |
| ક્યાં અરજી કરવી | https://ojas.gujarat.gov.in/ |
પોસ્ટની વિગતો
ગુજરાત પંચાયત સેવા પસંદગી મંડળ દ્વારા રાજ્યભરમાં વર્ક આસિસ્ટન્ટ વર્ગ-3ની કૂલ 994 જગ્યાઓ ભરવા માટે નોટિફિકેશન બહાર પાડ્યું છે. નીચે આપેલા કોષ્ટકમાં જોઈએ કયા જિલ્લામાં કેટલી જગ્યાઓ ભરાશે.
| જિલ્લો | જગ્યા |
| અમદાવાદ | 39 |
| અમરેલી | 39 |
| આણંદ | 19 |
| અરવલ્લી | 34 |
| બનાસકાંઠા | 129 |
| ભરૂચ | 30 |
| ભાવનગર | 54 |
| બોટાદ | 8 |
| છોટાઉદેપુર | 11 |
| દાહોદ | 24 |
| દેવભૂમિ દ્વારકા | 10 |
| ડાંગ | 19 |
| ગાંધીનગર | 6 |
| ગીર સોમનાથ | 8 |
| જામનગર | 1 |
| જૂનાગઢ | 14 |
| કચ્છ | 20 |
| ખેડા | 25 |
| મહિસાગર | 16 |
| મહેસાણા | 45 |
| મોરબી | 4 |
| નર્મદા | 6 |
| નવસારી | 38 |
| પંચમહાલ | 37 |
| પાટણ | 61 |
| પોરબંદર | 6 |
| રાજકોટ | 40 |
| સાબરકાંઠા | 53 |
| સુરત | 36 |
| સુરેન્દ્રનગર | 52 |
| તાપી | 18 |
| વડોદરા | 30 |
| વલસાડ | 62 |
| કુલ | 994 |
ગુજરાત પંચાયત સેવા ભરતી અંતર્ગત શૈક્ષણિક લાયકાત
ટેકનિકલ પરીક્ષા બોર્ડ અથવા ભારતમાં કેન્દ્ર અથવા રાજ્ય કાયદા હેઠળ સ્થાપિત અથવા સમાવિષ્ટ કોઈપણ યુનિવર્સિટીઓમાંથી મેળવેલ સિવિલ એન્જિનિયરિંગમાં ડિપ્લોમા અથવા સરકાર દ્વારા માન્ય સમકક્ષ લાયકાત.
સિવિલ એન્જિનિયરિંગમાં સ્નાતકની ડિગ્રી ધરાવતો ઉમેદવાર અરજી કરવા માટે પાત્ર રહેશે નહીં;
કમ્પ્યુટર-અરજીનું મૂળભૂત જ્ઞાન
ગુજરાતી અથવા હિન્દી અથવા બંનેનું પૂરતું જ્ઞાન
ગુજરાત પંચાયત ભરતી માટે પગાર ધોરણ
ગુજરાત પંચાયત સેવા ભરતી અંતર્ગત વર્ક આસિસ્ટન્ટ પોસ્ટ ઉપર પસંદ પામેલા ઉમેદવારોને પહેલા પાંચ વર્ષ માટે ₹26000 ફિક્સ પગાર મળશે. ત્યારબાદ પાંચ વર્ષ સંતોષકારક કામગીરી કર્યા બાદ સાતમા પગારપંચ મુજબ પે મેટ્રિક લેવલ 4 મુજબર ₹25500-₹81100 ના પગાર ધોરણમાં નિયમાનુસાર નિયમિત નિમણૂંક મળવા પાત્ર રહેશે.
નોટિફિકેશન
ગુજરાતમાં ચાલતી વિવિધ ભરતીઓ અને કરિયર સંબંધી સમાચાર વિશે વધુ વાંચવા માટે અહીં ક્લિક કરો
અરજી કેવી રીતે કરવી?
- ગુજરાત પંચાયત સેવા પસંદગી મંડળ ભરતી અંતર્ગત અરજી કરવા માટે ઉમેદવારોએ https://ojas.gujarat.gov.in/ ઉપર જવું
- અહીં કરન્ટ એડવર્ટાઈજમેન્ટ પર ક્લિક કરવું
- અહીં વિવિધ ભરતીની વિગતો દેખાશે
- જેતે પોસ્ટ માટે અરજી કરવાની હોય ત્યાં સામે આપેલા એપ્લાય નાઉ પર ક્લિક કરવું
- અહીં માંગેલી માહિતી ભરીને ઓનલાઈન અરજી કરી શકાય.


/indian-express-gujarati/media/agency_attachments/2025/11/10/2025-11-10t115614773z-ieg-logo-640x480-javed-ahmad-2025-11-10-17-26-13.png)
Follow Us