/indian-express-gujarati/media/media_files/wp-content/uploads/2025/04/Panchayat-bharti-online-apply.jpg)
ગુજરાત પંચાયત સેવા ભરતી માટે ઓનલાઈન અરજી - photo-freepik
Gujarat Panchayat seva Recrutiment, ગુજરાત પંચાયત સેવા ભરતી : ગુજરાત પંચાયત સેવા પસંદગી મંડળ દ્વારા ગુજરાત ભરમાં દિવ્યાંગ ઉમેદવારો માટે વિશેષ ભરતી ઝુંબેશ હાથ ધરવામાં આવી છે. આ અંતર્ગત તલાટી કમ મંત્રીથી લઈને ગ્રામ સેવક સુધીની કુલ 1251 જગ્યાઓ બહાર પાડી છે. આ જગ્યાઓ ઉપર ઉમેદવારો પસંદ કરવા માટે મંડળે ઉમેદવારો પાસે ઓનલાઈન અરજીઓ મંગાવી છે. આ ભરતી માટે અરજી પ્રક્રિયા આજે 15 એપ્રિલ 2025થી શરુ થઈ ગઈ છે. જે 15 મે 2025 સુધી ચાલશે.
ગુજરાત પંચાયત સેવા ભરતી અંતર્ગત વિવિધ પોસ્ટની વિગતો, વય મર્યાદા, શૈક્ષણિક લાયકાત, અરજી પ્રક્રિયા, મહત્તવની તારીખો સહિતની અગત્યની માહિતી જાણવા માટે ઉમેદવારોએ આ સમાચાર છેલ્લે સુધી વાંચવા જોઈએ.
ગુજરાત પંચાયત સેવા ભરતીની અગત્યની માહિતી
| સંસ્થા | ગુજરાત પંચાયત સેવા પસંદગી મંડળ |
| પોસ્ટ | ગ્રામ સેવકથી લઈને ગ્રામ પંચાયત મંત્રી જેવી વિવિધ |
| જગ્યા | 1251 |
| એપ્લિકેશન મોડ | ઓનલાઈન |
| અરજી કરવાની શરુઆતની તારીખ | 15-4-2025 |
| અરજી કરવાની છેલ્લી તારીખ | 15-5-2025 |
| ક્યાં અરજી કરવી | https://ojas.gujarat.gov.in/ |
ગુજરાત પંચાયત સેવા ભરતી પોસ્ટની વિગતો
| પોસ્ટ | જગ્યા |
| લેબોરેટરી ટેક્નીશીયન | 43 |
| સ્ટાફ નર્સ | 36 |
| વિસ્તરણ અધિકારી(ખેતી) | 12 |
| પશુધન નિરીક્ષક | 23 |
| આંકડા મદદનીશ | 18 |
| જુનીયર ફાર્માસિસ્ટ | 43 |
| વિસ્તરણ અધિકારી(સહકાર)(ગ્રેડ-2) | 8 |
| સંશોધન મદદનીશ | 5 |
| મુખ્ય સેવિકા | 20 |
| ગ્રામ સેવક | 112 |
| ફીમેલ હેલ્થ વર્કર | 324 |
| મલ્ટી પર્પઝ હેલ્થ વર્કર(પુરુષ) | 202 |
| જુનિયર ક્લાર્ક(વહિવટ-હિસાબ) | 102 |
| ગ્રામ પંચાયત મંત્રી | 238 |
| અધિક મદદનીશ ઈજનેર(સિવિલ) | 48 |
| નાયબ ચીટનીશ | 17 |
| કુલ | 1251 |
શૈક્ષણિક લાયકાત
ગુજરાત પંચાયત સેવા પસંદગી મંડળ દ્વારા દિવ્યાંગ ઉમેદવારો માટે ખાસ બહાર પાડેલી ભરતી અંતર્ગત વિવિધ પોસ્ટ માટે વિવિધ શૈક્ષણિક લાયકાત માંગી છે. જેથી ઉમેદવારોએ https://ojas.gujarat.gov.in/ ભરતી અંગેની વિગતવાર માહિતી જાણવી.
મહત્વની તારીખો
ગુજરાત પંચાયત સેવા ભરતી માટે અરજી પ્રક્રિયા 15 એપ્રિલ 2025થી શરૂ થશે જે 15 મે 2025 સુધી ચાલશે. આ સમય દરમિયાન ઉમેદવારો ઓનલાઈન અરજી કરી શકશે. ઉમેદવારો https://gpssb.gujarat.gov.in/advertisement-list.htm ઉપર અરજી કરી શકશે.
અરજી કેવી રીતે કરવી?
- ગુજરાત પંચાયત સેવા પસંદગી મંડળ ભરતી અંતર્ગત અરજી કરવા માટે ઉમેદવારોએ https://ojas.gujarat.gov.in/ ઉપર જવું
- અહીં કરન્ટ એડવર્ટાઈજમેન્ટ પર ક્લિક કરવું
- અહીં વિવિધ ભરતીની વિગતો દેખાશે
- જેતે પોસ્ટ માટે અરજી કરવાની હોય ત્યાં સામે આપેલા એપ્લાય નાઉ પર ક્લિક કરવું
- અહીં માંગેલી માહિતી ભરીને ઓનલાઈન અરજી કરી શકાય.
ઉમેદવારોના હિતમાં જાહેર સૂચના
પંચાયત સેવાની સીધી ભરતી માટે ગુજરાત પંચાયત સેવા પસંદગી મંડળ દ્વારા ઓનલાઈન અરજીઓ મંગાવવામાં આવી છે. આ જગ્યાઓ માટે અરજી કરનાર ઉમેદવારોના હિતમાં ઉમેદવારોને લાંચ ઋશ્વત કે છેતરપિંડી આચરે તેવા અસામાજિક તત્વોથી દૂર રહેવા સાવધાન કરવામાં આવે છે.
ગુજરાત અને દેશમાં ચાલતી ભરતીઓ વિશે અને કરિયર સંબંધી અન્ય સમાચાર વાંચવા માટે અહીં ક્લિક કરો
તેમજ મંડળના પદાધિકારી-અધિકારી-કર્મચારીને નામે જો કોઈ ઈસમો નોકરી અપાવવાના નામે ઉમેદવારો પાસેથી નાણા ઉઘરાવતા હોય તો તેવા ઈસમો સામે કાયદેસરની ફોજદારી કાર્યવાહી કરાવવી તથા આવી કોઈ અસામાજિક પ્રવૃત્તિ-છેતરપિંડ આપના ધ્યાનમાં આવે તો તરત જ લાંચ રુશ્વત બ્યુરોના ટોલ ફ્રી નંબર 1800-233-44444 અથવા 1064 ઉપર સંપર્ક કરવા જણાવવામાં આવે છે.


/indian-express-gujarati/media/agency_attachments/2025/11/10/2025-11-10t115614773z-ieg-logo-640x480-javed-ahmad-2025-11-10-17-26-13.png)
Follow Us