Gujarat Panchayat Bharti : ગુજરાતમાં દિવ્યાંગ ઉમેદવારો માટે ગ્રામ સેવક બનવાની તક, અહીં વાંચો બધી જ માહિતી

GPSSB recruitment 2025, Talati Bharti : ગુજરાત પંચાયત ભરતી અંતર્ગત ગ્રામ સેવક પોસ્ટની ભરતી, શૈક્ષણિક લાયકાત, વય મર્યાદા, પગાર ધોરણ, અરજી પ્રક્રિયા, અરજી કરવાની છેલ્લી તારીખ સહિતની મહત્વની માહિતી જાણવા માટે ઉમેદવારોએ આ સમાચાર છેલ્લે સુધી વાંચવા.

GPSSB recruitment 2025, Talati Bharti : ગુજરાત પંચાયત ભરતી અંતર્ગત ગ્રામ સેવક પોસ્ટની ભરતી, શૈક્ષણિક લાયકાત, વય મર્યાદા, પગાર ધોરણ, અરજી પ્રક્રિયા, અરજી કરવાની છેલ્લી તારીખ સહિતની મહત્વની માહિતી જાણવા માટે ઉમેદવારોએ આ સમાચાર છેલ્લે સુધી વાંચવા.

author-image
Ankit Patel
પર અપડેટ કર્યું
New Update
gram sevak Bharti, Gujarat panchayat Bharti

ગુજરાત પંચાયત ભરતી, ગ્રામ સેવક નોકરી - photo - freepik

Gujarat Panchayat Bharti, Gram Sevak bharti, GPSSB recruitment 2025, ગુજરાત પંચાયત ગ્રામ સેવક ભરતી : ગુજરાતમાં દિવ્યાંગ ઉમેદવારો માટે વિવિધ પોસ્ટ પર ભરતી ઝુંબેશ ચાલી રહી છે. ત્યારે ગુજરાત પંચાયત પસંદગી મંડળ દ્વારા દિવ્યાંગ ઉમદેવારો માટે ખાસ ભરતી અભિયાન હાથધર્યું છે. જે અંતર્ગત સમગ ગુજરાતની ગ્રામ પંચાયતો માટે ગ્રામ સેવક પોસ્ટ માટે ભરતી બહાર પાડી છે. આ પોસ્ટ ઉપર ઉમેદવારો પસંદ કરવા માટે રસ ધરાવતા ઉમેદવારો પાસે ઓનલાઈન અરજીઓ મંગાવી છે.

ગુજરાત પંચાયત ભરતી અંતર્ગત ગ્રામ સેવક પોસ્ટની ભરતી, શૈક્ષણિક લાયકાત, વય મર્યાદા, પગાર ધોરણ, અરજી પ્રક્રિયા, અરજી કરવાની છેલ્લી તારીખ સહિતની મહત્વની માહિતી જાણવા માટે ઉમેદવારોએ આ સમાચાર છેલ્લે સુધી વાંચવા.

ગુજરાત પંચાયત ભરતી, ગ્રામ સેવક નોકરી મહત્વની માહિતી

સંસ્થાગુજરાત પંચાયત સેવા પસંદગી બોર્ડ (GPSSB)
પોસ્ટગ્રામ સેવક
જગ્ય112
ભરતીફક્ત દિવ્યાંગ ઉમેદવારો માટે
અરજી કરવાની શરુઆતની તારીખ15-4-2025
અરજી કરવાની છેલ્લી તારીખ15-5-2025
ક્યાં અરજી કરવીhttps://ojas.gujarat.gov.in/

ગ્રામ સેવક ભરતી પોસ્ટની વિગતો

દિવ્યાંગતાની કેટેગરીજગ્યા
A36
B41
C9
D&E26
કુલ112

મહત્વની તારીખો

ગુજરાત પંચાયત સેવા ભરતી માટે અરજી પ્રક્રિયા 15 એપ્રિલ 2025થી શરૂ થશે જે 15 મે 2025 સુધી ચાલશે. આ સમય દરમિયાન ઉમેદવારો ઓનલાઈન અરજી કરી શકશે. ઉમેદવારો https://gpssb.gujarat.gov.in/advertisement-list.htm ઉપર અરજી કરી શકશે.

અરજી કેવી રીતે કરવી?

  • ગુજરાત પંચાયત સેવા પસંદગી મંડળ ભરતી અંતર્ગત અરજી કરવા માટે ઉમેદવારોએ https://ojas.gujarat.gov.in/ ઉપર જવું
  • અહીં કરન્ટ એડવર્ટાઈજમેન્ટ પર ક્લિક કરવું
  • અહીં વિવિધ ભરતીની વિગતો દેખાશે
  • જેતે પોસ્ટ માટે અરજી કરવાની હોય ત્યાં સામે આપેલા એપ્લાય નાઉ પર ક્લિક કરવું
  • અહીં માંગેલી માહિતી ભરીને ઓનલાઈન અરજી કરી શકાય.

નોટિફિકેશન

ગુજરાતમાં ચાલતી વિવિધ ભરતીઓ અને કરિયર સંબંધી સમાચાર વિશે વધુ વાંચવા માટે અહીં ક્લિક કરો

ઉમેદવારો માટે ખાસ નોંધ

  • આ જગ્યાઓની સંખ્યામાં સરકારની સુચનાને આધિન મંડળ જૂરી જણાય વધ-ઘટ કે ફેરફાર કરી શકશે.
  • ભરતી પ્રક્રિયાના અનુસંધાને આ જાહેરાતમાં કોઈપણ કારણોસર તેમાં ફેરફાર કે રદ કરવાની આવશ્યક્તા ઊભી થાય તો તેમ કરવાનો મંડળને સંપૂર્ણ હક્ક અધિકાર રહેશે. અને મંડળ આ માટે કારણો આપવા બંધાયેલા રહેશે નહીં.
  • ઉમેદવારોને ઓનલાઈન અરજી કરવા માટે છેલ્લા દિવસો સુધી રાહ નહીં જોતા, વહેલી તકે ઓનલાઈન અરજી પત્રકમાં નિયત વિગતો પુરતી ચકાસણી સાથે ભરીને ઓનલાઈન અરજી કન્ફર્મ કરી, કન્ફર્મેશન નંબર મેળવી લેવા સૂચન છે.
Advertisment
ગુજરાત નોકરી કરિયર ભરતી સરકારી નોકરી