GSEB Gujarat Board 12th Science Arts Commerce Result 2024 : આજ રોજ ગુરુવારે ગુજરાત સેકન્ડરી એન્ડ હાયર સેકન્ડરી એજ્યુકેશન બોર્ડ (GSEB) નું માર્ચ 2024 નું ગુજરાત બોર્ડે સવારે પરિણામ જાહેર કરી દીધું છે. સમગ્ર રાજ્યનું વિજ્ઞાન પ્રવાહનું રિઝલ્ટ 82.45% આવ્યું છે. જે ગયા વર્ષે માર્ચ 2023 માં 65.58% જેટલું આવ્યું હતું. ગયા વર્ષ 2023 કરતા આ વર્ષે 2024માં 16.87 ટકા વધારે પરિણામ આવ્યું છે. છોકરાઓનું પરિણામ 82.53% રહ્યું છે, જયારે છોકરીઓનું 82.35 % રહ્યું છે.
આ પણ વાંચો: GSEB SSC Results 2024 date : ધોરણ 12 પરિણામ જાહેર થયા બાદ હવે આ તારીખે જાહેર થશે ધોરણ 10નું પરિણામ
ગુજરાત શિક્ષણ બોર્ડ ની ધોરણ 12ની બોર્ડની પરીક્ષા 11 માર્ચે યોજવામાં આવી હતી. જે 26 માર્ચ સુધી ચાલી હતી. ગુજરાતના મોરબી જિલ્લમાં સૌથી સારું રિઝલ્ટ આવ્યું છે. આ જિલ્લો રાજ્યમાં સૌથી પરિણામ ધરાવતો જિલ્લો બન્યો છે. જયારે 51.36% સાથે સૌથી ઓછી પરિણામ ધરાવતો જિલ્લો છોટા ઉદેપુર છે. ગયા વર્ષે દાહોદ 29.44 % સાથે સૌથી ઓછી પરિણામ ધરાવતો જિલ્લો હતો. A1 ગ્રેડ ધરાવતા ઉમેદવારોની સંખ્યા 1,034 છે, A2 ગ્રેડ ધરાવતા ઉમેદવારોની સંખ્યા 8,983 છે. અંગ્રેજી માધ્યમનું પરિણામ 81.92% છે જયારે ગુજરાતી માધ્યમનું રિઝલ્ટ 81.94% છે. A ગ્રુપના ઉમેદવારોનું રિઝલ્ટ 90.11% છે જયારે B ગ્રુપના ઉમેદવારોનું 78.34% રિઝલ્ટ છે.
આ પણ વાંચો: ગુજરાત બોર્ડ, ધોરણ 12 સામાન્ય પ્રવાહ પરિણામ 2024 91.93 ટકા : ગત વર્ષ કરતા 18.66 ટકા વધુ પરિણામ
ધો. 12 વિજ્ઞાન પ્રવાહ પરિણામ – હાઈલાઈટ્સ
- નિયમિત વિદ્યાર્થીઓનું પરિણામ – 82.53 ટકા
- નિયમિ વિદ્યાર્થિનીઓનું પરિણામ – 82.35 ટકા
- વધુ પરિણામ ધરાવતું કેન્દ્ર કુંભારિયા – 97.97 ટકા
- ઓછું પરિણામ ધરાવતું કેન્દ્ર બોડેલી – 47.98 ટકા
- વધુ પરિણામ ધરાવતો જિલ્લો – મોરબી – 92.80 ટકા
- ઓછું પરિણામ ધરાવતો જિલ્લો – છોટા ઉદેપુર – 51.36 ટકા
- 100 ટકા પરિણામ ધરાવતી શાળાઓની સંખ્યા – 127
- 10 ટકા કે થી ઓછું પરિણામ ધરાવતી શાળાઓની સંખ્યા – 27
- A1 ગ્રેડ સાથે પાસ થનારા ઉમેદવારોની સંખ્યા – 1034
- A2 ગ્રેડ સાથે પાસ થનારા ઉમેદવારોની સંખ્યા – 8983
- અંગ્રેજી માધ્યમનું પરિણામ – 81.92 ટકા
- ગુજરાતી માધ્યમનું પરિણામ – 82.94 ટકા
- એ ગ્રુપના ઉમેદવારોનું પરિણામ – 90.11 ટકા
- બી ગ્રુપના ઉમેદવારોનું પરિણામ – 78.34 ટકા
- એબી ગ્રુપના ઉમેદવારોનું પરિણામ 0 68.42 ટકા
- દિવ્યાંગ ઉમેદવારોની સંખ્યા – 180
- 20 ટકા પાસિંગ સ્ટાન્ડર્ડના લાભ સાથે પાસ થનારા દિવ્યાંગ ઉમેદવારોની સંખ્યા – 30
ધો. 12 વિજ્ઞાન પ્રવાહ પરિણામ – ભાષા પ્રમાણે ટકાવારી
- ગુજરાતી – 82.94 ટકા
- હિન્દી – 66.59 ટકા
- મરાઠી – 71.31 ટકા
- ઉર્દુ – 77.78 ટકા
- અંગ્રેજી – 81.92 ટકા
ધો. 12 વિજ્ઞાન પ્રવાહ પરિણામ – ગ્રેડ પ્રમાણે ઉમેદવારોની સંખ્યા
- A1 – 1,034
- A2 – 8,983
- B1 – 18,514
- B2 – 22,115
- C1 – 21,964
- C2 – 16,165
- D – 2,844
- E1 – 6*
ધો. 12 વિજ્ઞાન પ્રવાહ પરિણામ – વિષય પ્રમાણે પરિણામ
- ગુજરાતી (F.L.) 100.00%
- હિન્દી (F.L.) 100.00%
- મરાઠી (F.L.) 99.15%
- URDU (F.L.) 100.00%
- અંગ્રેજી (F.L.) 99.36%
- ગુજરાતી (S.L.) 100.00%
- હિન્દી (S.L.) 100.00%
- અંગ્રેજી (S.L.) 94.57%
- ગણિત 94.53%
- રસાયણશાસ્ત્ર 86.60%
- ભૌતિકશાસ્ત્ર 83.17%
- જીવવિજ્ઞાન 92.62%
- સંસ્કૃત 99.10%
- અરબી 99.21%
- કમ્પ્યુટર 96.66%