SSC board Exam Result : આ દિવસે જાહેર થશે ધોરણ 10 બોર્ડનું પરિણામ, વોટ્સ એપ નંબરથી જાણો પરિણામ

ssc board exam result : ધોરણ 10ના પરીક્ષાર્થીઓ ગુજરાત માધ્યમિક અને ઉચ્ચતર માધ્યમિક શિક્ષણ બોર્ડની વેબસાઈટ www.gseb.org પર 25-5-2023ના રોજ સવારે 8 વાગ્યે જોઈ શકશે. વિદ્યાર્થીઓએ પોતાનું પરિણામ બેઠક ક્રમમાં ભરીને મેળવી શકશે.

ssc board exam result : ધોરણ 10ના પરીક્ષાર્થીઓ ગુજરાત માધ્યમિક અને ઉચ્ચતર માધ્યમિક શિક્ષણ બોર્ડની વેબસાઈટ www.gseb.org પર 25-5-2023ના રોજ સવારે 8 વાગ્યે જોઈ શકશે. વિદ્યાર્થીઓએ પોતાનું પરિણામ બેઠક ક્રમમાં ભરીને મેળવી શકશે.

author-image
Ankit Patel
પર અપડેટ કર્યું
New Update
gseb exam result, ssc board exam result, std 10 board result

ધોરણ 12નું પરિણામ જાહેર થશે, ફાઇલ તસવીર

ગુજરાત માધ્યમિક અને ઉચ્ચતર માધ્યમિક શિક્ષણ બોર્ડ આગામી ધોરણ 10નું પરિણામ જાહેર કરશે. બોર્ડને જાહેરત કરેલી અખબારી યાદી પ્રમાણે આગામી 25 મે 2023ના રોજ ધોરણ 10 એસએસસી બોર્ડની પરિક્ષાનું પરિણામ જાહેર કરશે. ધોરણ 10ના પરીક્ષાર્થીઓ ગુજરાત માધ્યમિક અને ઉચ્ચતર માધ્યમિક શિક્ષણ બોર્ડની વેબસાઈટ www.gseb.org પર 25-5-2023ના રોજ સવારે 8 વાગ્યે જોઈ શકશે. વિદ્યાર્થીઓએ પોતાનું પરિણામ બેઠક ક્રમમાં ભરીને મેળવી શકશે.

વોટ્સ એપ નંબર પર પણ પરિણામ જાણી શકશે

ધોરણ 10ના વિદ્યાર્થીઓ પોતાનું પરિણામ જાણવા માટે વેબસાઇટ ઉપરાંત વોટ્સએપ નંબરનો પણ ઉપયોગ કરી શકશે. વિદ્યાર્થીઓ વોટ્સ એપ નંબર 6357300971 ઉપર પણ પોતાનો બેઠક ક્રમાંક મોકલીને પરિણામ મેળવી શખશે. વિદ્યાર્થીઓના ગુણપત્રક અને એસ.આર. નકલ શાળાવાર મોકલવા અંગે વિગતવાર સૂચનાઓ હવે પછીથી કરવામાં આવશે.

પરીક્ષા બાદ ગુણચકાસણી અને દફતર ચકાસણીની સૂચનાઓ બોર્ડની વેબસાઇટ ઉપર મૂકવામાં આવશે. ગુણચકાસણીની અરજી ઓનલાઇન કરવાની રહેશે. પરિણામ બાદ નામ સુધારાની દરખાસ્ત નિયત નમૂનામાં કરવાની રહશે. પૂરક પરીક્ષા 2023ની પાત્રતા ધરાવતા ઉમેદવારોની યાદી શાળાઓને પરિણામ સાથે મોકલી આપવામાં આવશે. પૂરક પરીક્ષાના આવેદનપત્રો ઓનલાઇન ભરવાની સૂચના હવે પછી આપવામાં આવશે.

Advertisment
કરિયર ગુજરાત ગુજરાત બોર્ડ પરીક્ષા ગુજરાતી ન્યૂઝ ટ્રેન્ડિંગ ન્યૂઝ પરીક્ષા