GSPHC Recruitment 2024, ગુજરાત રાજ્ય પોલીસ આવાસ નિગમ ભરતી : સિવિલ એન્જીનિયરિંગ કરેલા ઉમેદવારો માટે સરકારી નોકરીની સુવર્ણ તક આવી ગઈ છે. ગુજરાત રાજ્ય પોલીસ આવાસ નિગમ દ્વારા અધિક ઇજનેર અને કાર્યપાલક ઇજનેર તેમજ નાયબ કાર્યપાલક ઇજનેરની ભરતીનું નોટિફિકેશન બહાર પાડ્યું છે. નોટિફિકેશન પ્રમાણે સંસ્થા દ્વારા સિવિલ ઇજનેરની કુલ 8 જગ્યાઓ ભરવાની છે. રસ ધરાવા ઉમેદવારો 28 માર્ચ 2024 સુધીમાં ઓનલાઇન અરજી કરી શકે છે.
ગુજરાત રાજ્ય પોલીસ આવાસ નિગમ દ્વારા બહાર પાડેલી ભરતી માટે શૈક્ષણિક લાયકા, પગાર ધોરણ, વયમર્યાદા, પસંદગી પ્રક્રિયા સહિતની મહત્વ પૂર્ણ માહિતી જાણાવ માટે ઉમેદવારોએ આ સમાચાર અંત સુધી ચોક્કસ વાંચવા. આ ઉપરાંત કરિયર સંબંધી અન્ય સમાચારો અહીં ક્લિક કરીને વાંચી શકો છો.
ગુજરાત રાજ્ય પોલીસ આવાસ નિગમ ભરતી મહત્વની વિગતો
સંસ્થા ગુજરાત રાજ્ય પોલીસ આવાસ નિગમ પોસ્ટ વિવિધ ઇજનેર કુલ જગ્યા 8 પગાર સાતમા પગાર પંચ મુજબ અરજી કરવાની છેલ્લી તારીખ 28-3-2024
પોસ્ટ વિશે માહિતી
પોસ્ટ ખાલી જગ્યા અધિક ઇજનેર 1 કાર્યપાલક ઇજનેર 3 નાયબ કાર્યપાલક ઇજનેર 4
ગુજરાત રાજ્ય પોલીસ આવાસ નિગમ ભરતી વિશે લાયકાત
ગુજરાત રાજ્ય પોલીસ આવાસ નિગમ ભરતીમાં વિવિધ પોસ્ટ માટેની લાયકાત આ પ્રમાણે આપવામાં આવી છે.
અધિક ઇજનેર માટેની લાયકાત
- શિક્ષણ – માન્ય યુનિવર્સિટીમાંથી સિવિલમાં બેચલર ઓફ એન્જિનિયરિંગ, બીટેક સિવિલની ડિગ્રી હોવી જોઈએ
- અનુભવ – બાંધાકમના પ્રોજેક્ટની સાઇટ પર કામ કરવાનો ઓછામાં ઓછો 24 વર્ષનો અનુભવ પૈકી ઓછામાં ઓછો 7 વર્ષનો અનુભવ અધિક ઇજનેર કે તેની સમકક્ષનો હોવો જોઇએ
- વયમર્યાદા – લઘુત્તમ 45 વર્ષથી મહત્તમ 50 વર્ષ
- પગાર – સાતમા પગાર પંચ મુજબ ₹78,800 – ₹ 2,09,200
કાર્યપાલક ઇજનેર માટેની લાયકાત
- શિક્ષણ – માન્ય યુનિવર્સિટીમાંથી સિવિલમાં બેચલર ઓફ એન્જિનિયરિંગ, બીટેક સિવિલની ડિગ્રી હોવી જોઈએ
- અનુભવ – બાંધાકમના પ્રોજેક્ટની સાઇટ પર કામ કરવાનો ઓછામાં ઓછો 17 વર્ષનો અનુભવ પૈકી ઓછામાં ઓછો 7 વર્ષનો અનુભવ કાર્યપાલક ઇજનેર કે તેની સમકક્ષનો હોવો જોઇએ
- વયમર્યાદા – લઘુત્તમ 32 વર્ષથી મહત્તમ 38 વર્ષ
- પગાર – સાતમા પગાર પંચ મુજબ ₹67,700 – ₹ 2,08,700
નાયબ કાર્યપાલક ઇજનેર માટેની લાયકાત
- શિક્ષણ – માન્ય યુનિવર્સિટીમાંથી સિવિલમાં બેચલર ઓફ એન્જિનિયરિંગ, બીટેક સિવિલની ડિગ્રી હોવી જોઈએ
- અનુભવ – બાંધાકમના પ્રોજેક્ટની સાઇટ પર કામ કરવાનો ઓછામાં ઓછો 10 વર્ષનો અનુભવ હોવો જોઈએ.
- વયમર્યાદા – લઘુત્તમ 45 વર્ષથી મહત્તમ 50 વર્ષ
- પગાર – સાતમા પગાર પંચ મુજબ ₹78,800 – ₹ 2,09,200
આ પણ વાંચોઃ- બોર્ડ પરીક્ષા ટીપ્સ: ઓછા સમયમાં પરીક્ષાની સારી તૈયારી માટેના પાંચ મહત્વપૂર્ણ મંત્ર, મળશે સફળતા
ગુજરાત રાજ્ય પોલીસ આવાસ નિગમ ભરતી નોટિફિકેશન
ગુજરાત રાજ્ય પોલીસ આવાસ નિગમ દ્વારા બહાર પાડેલી ભરતી માટે શૈક્ષણિક લાયકા, પગાર ધોરણ, વયમર્યાદા, પસંદગી પ્રક્રિયા સહિતની મહત્વ પૂર્ણ માહિતી જાણાવ માટે ઉમેદવારોએ આપેલું નોટિફિકેશન ચોક્કસ વાંચવું.
ભરતી પ્રક્રિયા – ધ્યાન રાખવા જેવી બાબત
ભરતી પ્રક્રિયામાં જરૂરી લાયકાતના અસલ પ્રમાણપત્રોની ચકાસણી બાદ આગળની ભરતી પ્રક્રિયા વખતો વખત નિગમની વેબસાઈટ પર સુચના મુકવામાં આવશે તેમજ લાયક ઉેમદવારોને કોલ લેટર થકી જાણ કરવામાં આવશે. ભરતી પ્રક્રિયાનાં દરેક તબક્કે ઉમેદવારે ફરજિયાત પણે ઉપસ્થિત રહેવાનું રહેશે. જો ઉમેદવાર ભરતી પ્રક્રિયામાં કોઈપણ તબક્કે ગેરહાજર રહેશે તો તેમની ઉમેદવાર રદ કરવામાં આવશે. ભરતીના કોઈપણ તબક્કે જ્યારે પણ ઉમેદવારોને બોલાવવામાં આવે ત્ાયરે તેઓએ પોતાના સ્વખર્ચે હાજર રહેવાનું થશે.





