/indian-express-gujarati/media/media_files/wp-content/uploads/2024/02/Gujarat-ST-Driver-Conductor-bharti.jpg)
ગુજરાત એસટી ભરતી - ફાઇલ તસવીર
GSRTC Bharti 2024, ગુજરાત એસટી ભરતી : ગુજરાત રાજ્ય માર્ગ પરિવહન નિગમ દ્વારા ભરતી માટેનું નોટિફિકેશન બહાર પાડ્યું છે. નોટિફિકેશન પ્રમાણે GSRTC એ નિવૃત્ત ડ્રાઈવર અને કંડક્ટર પોસ્ટ માટે અરજી મંગાવવામાં આવી છે. નોકરી બાદ ફર નોકરી કરવા માટેની તક ગુજરાત રાજ્ય માર્ગ પરિવહન નિગમ આપી રહ્યું છે.
જીએસઆરટીસી દ્વારા જાહેર કરાયેલી ભરતી અંગે વય મર્યાદા, પગાર ધોરણ, કોણ અરજી કરી શકશે સહિતની તમામ વિગતો જાણવા માટે ઉમેદવારોએ આ આર્ટિકલ જરૂર વાંચવો.
GSRTC Bharti 2024 : ગુજરાત રાજ્ય માર્ગ પરિવહન નિગમ ભરતી, મહત્વની માહિતી
| સંસ્થા | ગુજરાત રાજ્ય માર્ગ પરિવહન નિગમ |
| પોસ્ટ | નિવૃત ડ્રાઇવર-કંડક્ટર |
| જગ્યા | જરૂર મુજબ |
| પોસ્ટનો પ્રકાર | કરાર આધારિક |
GSRTC Bharti 2024 : ગુજરાત રાજ્ય માર્ગ પરિવહન નિગમ ભરતી, પોસ્ટનું નામ
ગુજરાત રાજ્ય માર્ગ વાહન વ્યવહાર નિગર ખાતે ડ્રાઇવર- કંડક્ટર કક્ષામાં તદ્દન હંગામી ધોરણે 11 માસ અથવા ઉમેવારની 62 વર્ષની ઉંમર સુધી અથવા નિગમને જરૂર જણાય તે પૈકી જે વહેલું હોય ત્યાં સુધી નિયત શરતોને આધીન કરાર આધારિત નિમણુક આપવામાં આવશે.
GSRTC Bharti 2024 : ગુજરાત એસટી ભરતી, પાગર
ભરતી પામેલા ડ્રાઇવર કંડક્ટર કક્ષામાં કુલ 26,000 માસિક ઉચ્ચક વેચન ચુકવવામાં આવશે. આ ઉપરાંત આ સમયગાળા દરમિયાન બજાવેલ સેવા-નોકરી પેન્શન, બોનસ, એલટીસી, એન્કેશમેન્ટ ઓફ લીવ, પેશગી કે તેવા અન્ય કોઈ નાણાકીય લાભો નિગમ પાસેથી મેળવવા પાત્ર ગણાશે નહીં.
/indian-express-gujarati/media/media_files/wp-content/uploads/2024/02/Gujarat-ST-bus.jpg)
GSRTC Bharti 2024 : ગુજરાત રાજ્ય માર્ગ પરિવહન નિગમ ભરતી, કયા ઉમેદવારો અરજી કરી શકે?
નિગમની સેવામાંથી તા.1-1-2021થી તા. 30-6-2024 સુધી નિવૃત થયેલા કે થનારા ડ્રાઇવર અને કંડક્ટર પૈકી તદ્દન હંગામી ધોરણે કરાર આધારિત નિમણૂંક મેળવવા ઇચ્છતા હોય તો તેઓએ અરજી કરવાની રહેશે.
આ પણ વાંચોઃ- SCC Recruitment 2024, સ્ટાફ સિલેક્શન ભરતી : સરકારી નોકરીઓની સૂવર્ણ તક, અહીં વાંચો સંપૂર્ણ માહિતી
GSRTC Bharti 2024 : ગુજરાત રાજ્ય માર્ગ પરિવહન નિગમ ભરતી, ખાસ ધ્યાનમાં રાખવા જેવી બાબતો
- ઉમેદવારોએ નિમણુક મળ્યાના 15 દિવસમાં શારીરિક રીતે ફીટ હોવાનું સિવિલ સર્જનનું પ્રમાણ પત્ર રજૂ કરવાનું રહેશે
- પોલીસ કેસ, કોર્ટમાં કેસ પડતર ન હોય, અન્ય કોઈ ગંભીર ગુન્હા અન્વયે કાર્યવાહી ન થયાનું પોલીસ સ્ટેશનનું ચારિત્ર અને પૂર્વ ઇતિહાસની ખરાપણાનું પ્રમાણપત્ર રજુ કરવાનું રહેશે.
- ભૂતકાળમાં કોઈપણ ફોજદારી કાર્યવાહીમાં સજા, દંડ થયેલો હોય તો તેની વિગતો ચોક્કસ જણાવવી.
- સાચી માહિતી છૂપાવનારને કોઈપણ પ્રકારની નોટિસ વગર છૂટા કરાશે
- કરાર આધારિત નોકરીમાં ઉમેદવારને માત્ર વિકલી ઓફ અને નવ રજાઓ મળવા પાત્ર છે
GSRTC Bharti 2024 : ગુજરાત એસટી ભરતી, નોટિફિકેશન
GSRTC Bharti 2024 : ગુજરાત એસટી ભરતી, અરજીમાં શું બિડાણ કરવું?
- નિવૃત્તિ હુકમ
- આધારકાર્ડ
-શારિરીક ફીટ હોવા અંગેનું સિવિલ સર્જનનું પ્રમાણપત્ર - સંબંધિત પોલીસ સ્ટેશનનું ચારિત્ર્ય અને પૂર્વ ઇતિહાસની ખરાપણાનું પ્રમાણપત્ર
-બેંક પાસબુક નકલ - હેવી પેસેન્જર લાયસન્સ અને બેઝ(ડ્રાઇવર માટે), કંડક્ટર લાયસન્સ અને બેઝ- ફર્સ્ટ એઇડ સર્ટી (લાગુ પડતુ હોય તે)


/indian-express-gujarati/media/agency_attachments/2025/11/10/2025-11-10t115614773z-ieg-logo-640x480-javed-ahmad-2025-11-10-17-26-13.png)
Follow Us