GSRTC Driver Conductor Recruitment 2023 : GSRTC માં 7 હજારથી વધુ જગ્યાઓ માટે બમ્પર ભરતી, લાયકાત, પગાર, અરજી કરવાની રીત સહિતની સંપૂર્ણ માહિતી

GSRTC Driver Conductor Bharti 2023, Notification, last date : નોટિફિકેશન પ્રમાણે GSRTC એ ડ્રાઇવરોની કુલ 4062 અને કંડક્ટરોની કુલ 3342 જગ્યાઓ માટે અરજીઓ મંગાવી છે. ધોરણ 12 પાસ ઉમેદવારો માટે GSRTCમાં નોકરી મેળવવાની સુવર્ણ તક છે. રસ ધરાવતા અને લાયક ઉમેદવારો આજથી એટલે કે 7 ઓગસ્ટથી 6 સપ્ટેમ્બર સુધી ઓનલાઇન અરજી કરી શકે છે.

Written by Ankit Patel
August 07, 2023 12:01 IST
GSRTC Driver Conductor Recruitment 2023 : GSRTC માં 7 હજારથી વધુ જગ્યાઓ માટે બમ્પર ભરતી, લાયકાત, પગાર, અરજી કરવાની રીત સહિતની સંપૂર્ણ માહિતી
ગુજરાત એસટી વિભાગમાં ડ્રાઇવર અને કંડક્ટરની બમ્પર ભરતી

GSRTC Driver Conductor Bharti 2023, Notification, last date : ગુજરાત રાજ્ય માર્ગ વાહન વ્યવહાર નિગમમાં નોકરી કરવા ઇચ્છતા ઉમેદવારો માટે સારા સમાચાર આવ્યા છે. GSRTC દ્વારા કંડક્ટર અને ડ્રાઇવરોની કુલ 7 હજારથી પણ વધારે જગ્યાઓ ભરવા માટે જાહેરાત બહાર પાડી છે. નોટિફિકેશન પ્રમાણે GSRTC એ ડ્રાઇવરોની કુલ 4062 અને કંડક્ટરોની કુલ 3342 જગ્યાઓ માટે અરજીઓ મંગાવી છે. ધોરણ 12 પાસ ઉમેદવારો માટે GSRTCમાં નોકરી મેળવવાની સુવર્ણ તક છે. રસ ધરાવતા અને લાયક ઉમેદવારો આજથી એટલે કે 7 ઓગસ્ટથી 6 સપ્ટેમ્બર સુધી ઓનલાઇન અરજી કરી શકે છે.

GSRTC Driver Conductor Recruitment 2023 : જીએસઆરટીસીની ભરતી માટે મહત્વની વિગતો

સંસ્થાનું નામગુજરાત રાજ્ય માર્ગ વાહન વ્યવહાર નિગમ
કુલ જગ્યા7404
પોસ્ટડ્રાઇવર- કંડક્ટર
ડ્રાઇવની જગ્યા4062
કંડક્ટરની જગ્યા3342
અરજી કરવાની તારીખ7-8-2023
અરજી કરવાની છેલ્લી તારીખ6-9-2023
સત્તાવાર વેબસાઇટhttps://gsrtc.in
શૈક્ષણિક લાયકાતધોરણ 12 પાસ
ડ્રાઇવર માટે વયમર્યાદા25થી 34
કંડક્ટર માટે વયમર્યાદા18થી 34
પગાર ધોરણ18,500 ફિક્સ વેતન
અરજી ફી59 રૂપિયા
ભરતીની મહત્વની માહિતી

GSRTC Driver Conductor Recruitment 2023 : જીએસઆરટીસીની ભરતી માટે પોસ્ટ અને પગારધોરણ

ગુજરાત રાજ્ય માર્ગ વાહન વ્યવહાર નિગમ દ્વારા બહાર પાડેલી આ ભરતીમાં ડ્રાઈવર અને કંડક્ટરની ખાલી જગ્યાઓ પર ભરતી કરવામાં આવી રહી છે. કુલ ખાલી જગ્યાની વાત કરીએ તો કંડક્ટરની 3342 અને ડ્રાઈવરની 4062 ખાલી જગ્યાઓ પર ભરતી કરવામાં આવશે. પસંદગી પામેલા ઉમેદવારોને પાંચ વર્ષ માટે 18500 નો ફિક્સ પગાર આપવામાં આવશે.

GSRTC Driver Conductor Recruitment 2023 : જીએસઆરટીસીની ભરતી માટે લાયકાત

આ ભરતીમાં ડ્રાઈવર તથા કંડકટરની પોસ્ટ પર અરજી કરવા માટે શૈક્ષણિક લાયકાત ધોરણ 12 પાસ જરૂરી છે. કોઈપણ સ્ટ્રીમથી ધોરણ 12 પાસ કરેલું હોવું જોઇએ અને ડ્રાઇવિંગ લાયસન્સ હોવું જોઇએ.

GSRTC Driver Conductor Recruitment 2023 : જીએસઆરટીસીની ભરતી માટે કંડક્ટરનું નોટિફિકેશન

GSRTC Driver Conductor Recruitment 2023 : જીએસઆરટીસીની ભરતી માટે વય મર્યાદા

ગુજરાત રાજ્ય માર્ગ વાહન વ્યવહાર નિગમની આ ભરતી માટે ડ્રાઈવરની પોસ્ટ માટે વયમર્યાદા 25 થી 34 વર્ષ તેમજ કંડકટરની પોસ્ટ માટે વયમર્યાદા 18 થી 34 વર્ષ છે.

GSRTC Driver Conductor Recruitment 2023 : જીએસઆરટીસીની ભરતી માટે અરજી ફી

ગુજરાત રાજ્ય માર્ગ વાહન વ્યવહાર નિગમની આ ભરતીમાં તમામ કેટેગરીના ઉમેદવારોએ અરજી ફી પેટે રૂપિયા 59 ચૂકવવાના રહેશે.

GSRTC Driver Conductor Recruitment 2023 : જીએસઆરટીસીની ભરતી માટેનું ડ્રાઇવરનું નોટિફિકેશન

GSRTC Driver Conductor Recruitment 2023 : જીએસઆરટીસીની ભરતી માટે મહત્વની તારીખ

ગુજરાત રાજ્ય માર્ગ વાહન વ્યવહાર નિગમ દ્વારા બહાર પડેલી આ ભરતીમાં ઉમેદવારો માટે અરજી કરવાની શરુઆતની તારીખ 7 ઓગસ્ટ 2023થી છેલ્લી તારીખ 6 સપ્ટેમ્બર 2023 રાખવામાં આવી છે.

GSRTC Driver Conductor Recruitment 2023 : જીએસઆરટીસીની ભરતી માટે કેવી રીતે અરજી કરવી?

  • સત્તાવાર વેબસાઇટ https://ojas.gujarat.gov.in/ પર જાઓ
  • “ડાઉનલોડ નોટિફિકેશન” પર ક્લિક કરો “ડ્રાઇવર (4062 પોસ્ટ્સ)” જાહેરાત શોધો, જાહેરાત પર ક્લિક કરો.
  • સૂચના ખુલશે તેને વાંચો અને યોગ્યતા તપાસો.
  • ઉમેદવારોએ નોંધણી કરવી જોઈએ અને લોગિન દ્વારા અરજી કરવી જોઈએ.
  • ઉમેદવારોએ જરૂરી વિગતો સાથે ઓનલાઈન ફોર્મ ભરવાનું રહેશે.
  • તમારો ફોટોગ્રાફ અને સહી અપલોડ કરો.
  • પછી ઓનલાઈન પેમેન્ટ કરો.
  • પછી એપ્લિકેશન ફોર્મ જુઓ ક્લિક કરો.
  • ઉમેદવારોને સબમિટ કરતા પહેલા તેમના અરજી ફોર્મમાં ફેરફાર કરવાની તક આપવામાં આવશે.
  • તમારે અરજી ફોર્મ ફરી એકવાર તપાસવું જોઈએ કે માહિતી સાચી છે કે ખોટી.
  • તે પછી સબમિટ બટન પર ક્લિક કરો, તમારું ઓનલાઈન ફોર્મ સબમિટ થઈ જશે.
  • પછી તમારી નોંધણી સ્લિપ જનરેટ કરો અને પ્રિન્ટ કરો.

Read More
આજના લેટેસ્ટ ગુજરાતી સમાચાર અને ટ્રેન્ડિંગ ન્યૂઝ વાંચો ઈન્ડિયન એક્સપ્રેસ ગુજરાતી પર. અહીં તમને મળશે ગુજરાત, સ્પોર્ટ્સ, ધર્મ, વેપાર, લાઇફ સ્ટાઇલ, મનોરંજન, કરિયર તેમજ ભારત અને વિશ્વભરના દૈનિક સમાચાર અપડેટ્સ ગુજરાતી ભાષામાં.
Loading...
ચેનલ JOIN કરો Follow us Shorts ટોપ ન્યૂઝ