/indian-express-gujarati/media/media_files/wp-content/uploads/2023/08/GSRTC-Recruitment-2023-1.jpg)
ગુજરાત એસટીમાં ડ્રાઇવર કંડક્ટર ભરતી
GSRTC Driver Conductor Bharti 2023, Notification, last date : GSRTC ડ્રાઇવર કંડકટર ભરતી 2023 બહાર પડી છે. ગુજરાત રાજ્ય માર્ગ વાહન વ્યવહાર નિગમમાં નોકરી કરવા ઇચ્છતા ઉમેદવારો માટે ઉત્તમ તક છે. એસટી બસ ડ્રાઇવર કંડકટર માટે 7404 જગ્યાઓ ભરવા માટે જાહેરાત બહાર પાડી છે. નોટિફિકેશન પ્રમાણે GSRTC એ ડ્રાઇવરોની કુલ 4062 અને કંડક્ટરોની કુલ 3342 જગ્યાઓ માટે અરજીઓ મંગાવી છે. ધોરણ 12 પાસ ઉમેદવારો માટે GSRTCમાં નોકરી મેળવવાની સુવર્ણ તક છે. રસ ધરાવતા અને લાયક ઉમેદવારોએ અરજી કરવા માટે હવે માત્ર એક સપ્તાહ જ બાકી રહ્યું છે. ઉમેદવારો 6 સપ્ટેમ્બર સુધી ઓનલાઇન અરજી કરી શકે છે.
GSRTC Driver Conductor Recruitment 2023 : જીએસઆરટીસીની ભરતી માટે મહત્વની વિગતો
| સંસ્થાનું નામ | ગુજરાત રાજ્ય માર્ગ વાહન વ્યવહાર નિગમ |
| કુલ જગ્યા | 7404 |
| પોસ્ટ | ડ્રાઇવર- કંડક્ટર |
| ડ્રાઇવની જગ્યા | 4062 |
| કંડક્ટરની જગ્યા | 3342 |
| અરજી કરવાની તારીખ | 7-8-2023 |
| અરજી કરવાની છેલ્લી તારીખ | 6-9-2023 |
| સત્તાવાર વેબસાઇટ | https://gsrtc.in |
| શૈક્ષણિક લાયકાત | ધોરણ 12 પાસ |
| ડ્રાઇવર માટે વયમર્યાદા | 25થી 34 |
| કંડક્ટર માટે વયમર્યાદા | 18થી 34 |
| પગાર ધોરણ | 18,500 ફિક્સ વેતન |
| અરજી ફી | 59 રૂપિયા |
GSRTC Driver Conductor Recruitment 2023 : જીએસઆરટીસીની ભરતી માટે પોસ્ટ અને પગારધોરણ
ગુજરાત રાજ્ય માર્ગ વાહન વ્યવહાર નિગમ દ્વારા બહાર પાડેલી આ ભરતીમાં ડ્રાઈવર અને કંડક્ટરની ખાલી જગ્યાઓ પર ભરતી કરવામાં આવી રહી છે. કુલ ખાલી જગ્યાની વાત કરીએ તો કંડક્ટરની 3342 અને ડ્રાઈવરની 4062 ખાલી જગ્યાઓ પર ભરતી કરવામાં આવશે. પસંદગી પામેલા ઉમેદવારોને પાંચ વર્ષ માટે 18500 નો ફિક્સ પગાર આપવામાં આવશે.
GSRTC Driver Conductor Recruitment 2023 : જીએસઆરટીસીની ભરતી માટે લાયકાત
આ ભરતીમાં ડ્રાઈવર તથા કંડકટરની પોસ્ટ પર અરજી કરવા માટે શૈક્ષણિક લાયકાત ધોરણ 12 પાસ જરૂરી છે. કોઈપણ સ્ટ્રીમથી ધોરણ 12 પાસ કરેલું હોવું જોઇએ અને ડ્રાઇવિંગ લાયસન્સ હોવું જોઇએ.
GSRTC Driver Conductor Recruitment 2023 : જીએસઆરટીસીની ભરતી માટે કંડક્ટરનું નોટિફિકેશન
GSRTC Driver Conductor Recruitment 2023 : GSRTC ડ્રાઇવર કંડકટર ભરતી 2023 વય મર્યાદા
ગુજરાત રાજ્ય માર્ગ વાહન વ્યવહાર નિગમની આ ભરતી માટે ડ્રાઈવરની પોસ્ટ માટે વયમર્યાદા 25 થી 34 વર્ષ તેમજ કંડકટરની પોસ્ટ માટે વયમર્યાદા 18 થી 34 વર્ષ છે.
GSRTC ડ્રાઇવર કંડકટર ભરતી 2023 અરજી ફી
ગુજરાત રાજ્ય માર્ગ વાહન વ્યવહાર નિગમની આ ભરતીમાં તમામ કેટેગરીના ઉમેદવારોએ અરજી ફી પેટે રૂપિયા 59 ચૂકવવાના રહેશે.
GSRTC Driver Conductor Recruitment 2023 : GSRTC ડ્રાઇવર કંડકટર ભરતી 2023 નોટિફિકેશન
GSRTC Driver Conductor Recruitment 2023 | ડ્રાઇવર કંડકટર ભરતી 2023 મહત્વની તારીખ
ગુજરાત રાજ્ય માર્ગ વાહન વ્યવહાર નિગમ દ્વારા બહાર પડેલી આ ભરતીમાં ઉમેદવારો માટે અરજી કરવાની શરુઆતની તારીખ 7 ઓગસ્ટ 2023થી છેલ્લી તારીખ 6 સપ્ટેમ્બર 2023 રાખવામાં આવી છે.
GSRTC ડ્રાઇવર કંડકટર ભરતી 2023 અરજી કેવી રીતે કરશો?
- સત્તાવાર વેબસાઇટ https://ojas.gujarat.gov.in/ પર જાઓ
- "ડાઉનલોડ નોટિફિકેશન" પર ક્લિક કરો "ડ્રાઇવર (4062 પોસ્ટ્સ)" જાહેરાત શોધો, જાહેરાત પર ક્લિક કરો.
- સૂચના ખુલશે તેને વાંચો અને યોગ્યતા તપાસો.
- ઉમેદવારોએ નોંધણી કરવી જોઈએ અને લોગિન દ્વારા અરજી કરવી જોઈએ.
- ઉમેદવારોએ જરૂરી વિગતો સાથે ઓનલાઈન ફોર્મ ભરવાનું રહેશે.
- તમારો ફોટોગ્રાફ અને સહી અપલોડ કરો.
- પછી ઓનલાઈન પેમેન્ટ કરો.
- પછી એપ્લિકેશન ફોર્મ જુઓ ક્લિક કરો.
- ઉમેદવારોને સબમિટ કરતા પહેલા તેમના અરજી ફોર્મમાં ફેરફાર કરવાની તક આપવામાં આવશે.
- તમારે અરજી ફોર્મ ફરી એકવાર તપાસવું જોઈએ કે માહિતી સાચી છે કે ખોટી.
- તે પછી સબમિટ બટન પર ક્લિક કરો, તમારું ઓનલાઈન ફોર્મ સબમિટ થઈ જશે.
- પછી તમારી નોંધણી સ્લિપ જનરેટ કરો અને પ્રિન્ટ કરો.
GSRTC ડ્રાઇવર કંડકટર ભરતી 2023 ડોક્યુમેન્ટ, લાયકાત
ગુજરાત એસટી નિગમમાં ડ્રાઇવર કંડકટર તરીકે નોકરી કરવાની ઉત્તમ તક ઉમેદવારો માટે આવી છે. ડ્રાઇવર કંડકટર ભરતી માટે લાયકાત ધોરણ 12 પાસ નિયત કરવામાં આવી છે. ભરતી માટે કયા ડોક્યુમેન્ટ જરૂરી છે? કેવી રીતે અરજી કરશો? આ સહિતની તમામ વિગતો અહીં આપવામાં આવી છે. ઉમેદવારો ધ્યાનથી આ વિગતો વાંચી સમજી ઓનલાઇન અરજી કરી શકે છે. અરજી કરવાની આખરી તારીખ 6 સપ્ટેમ્બર 2023 રાખવામાં આવી છે.


/indian-express-gujarati/media/agency_attachments/2025/11/10/2025-11-10t115614773z-ieg-logo-640x480-javed-ahmad-2025-11-10-17-26-13.png)
Follow Us