Check Ojas GSSSB Bharti 2025 Last date apply: ગુજરાતમાં અત્યારે વિવિધ સરકારી વિભાગોમાં ભરતીઓ ચાલી રહી છે. આ માટે અરજી પ્રક્રિયાઓ પણ ચાલી રહી છે. ગુજરાત ગૌણ સેવા પસંદગી મંડળ દ્વારા તાજેતરમાં બહાર પાડેલી કેટલીક વર્ગ-3 ની જગ્યાઓ માટે અરજી પ્રક્રિયા ચાલી રહી છે. આજે 15 સપ્ટેમ્બર 2025, સોમવારે અરજી કરવાની છેલ્લી તારીખ છે.
ગુજરાત ગૌણ સેવા પસંદગી મંડળ ભરતી અંતર્ગત એક્સ રે આસિસ્ટન્ટ, વર્ગ-3થી લઈને મ્યુનિસિપલ ઈજમનેર વર્ગ-3 સહિતની પોસ્ટની કૂલ 269 જગ્યા માટે આજે 15 સપ્ટેમ્બર 2025, રાતના 11.59 વાગ્યા સુધી ઓનલાઈન અરજી કરી શકે છે.
ગુજરાત ગૌણ સેવા પસંદગી મંડળ ભરતીની પોસ્ટ અને જગ્યાની માહિતી
પોસ્ટ જગ્યા એક્સ-રે આસિસ્ટન્ટ, વર્ગ-3 40 ફાયરમેન કમ ડ્રાઈવર, વર્ગ-3 13 મ્યુનિસિપલ સેનેટરી ઈન્સ્પેક્ટર, વર્ગ-3 75 મ્યુનિસિય ઈજનેર, વર્ગ-3 60 એક્સ-રે ટેક્નીશીયન, વર્ગ-3 81
આ પણ વાંચોઃ- ગુજરાતમાં ચાલતી વિવિધ ભરતીઓ અને કરિયર સંબંધી સમાચાર વિશે વધુ વાંચવા માટે અહીં ક્લિક કરો
અરજી કેવી રીતે કરવી?
- ગુજરાત ગૌણ સેવા પસંદગી મંડળ ભરતી અંતર્ગત અરજી કરવા માટે ઉમેદવારોએ પહેલા https://ojas.gujarat.gov.in વેબસાઈટ પર જવાનું રહેશે.
- ત્યારબાદ કરન્ટ એડવર્ટાઈસમેન્ટ પર ક્લિક કરવાથી વિવિધ ભરતીઓ જણાશે
- અહીં GSSSB ભરતી ઉપર ક્લિક કરવાથી ગુજરાત ગૌણ સેવા પસંદગી મંડળની વિવિધ ભરતીઓ આવશે
- જે તે ભરતી માટે અરજી કરવાની હોય તે ભરતી પર ક્લિક કરવાનું અને એપ્લાય ઓનલાઈન થકી અરજી કરી શકાશે.
- ફાઈનલ સબમીટ બાદ પ્રીન્ટ ચોક્કસ કાઢી લેવી