GSSSB Exam Schedule :ગુજરાત ગૌણ સેવા પસંદગી મંડળ પરીક્ષા કાર્યક્રમ જાહેર, ઉમેદવારોએ માટે ખાસ સૂચના

GSSSB Exam Schedule :ગુજરાત ગૌણ સેવા પસંદગી મંડળ પરીક્ષા કાર્યક્રમ : ગુજરાત સરકારમાં વર્ગ 3ની ભરતી માટે અરજી કરેલા ઉમેદવારો માટે સારા સમાચાર આવી ગયા છે. ગૌણ સેવા પસંદગી મંડળે પરીક્ષાનો કાર્યક્રમ જાહેર કર્યો છે.

GSSSB Exam Schedule :ગુજરાત ગૌણ સેવા પસંદગી મંડળ પરીક્ષા કાર્યક્રમ : ગુજરાત સરકારમાં વર્ગ 3ની ભરતી માટે અરજી કરેલા ઉમેદવારો માટે સારા સમાચાર આવી ગયા છે. ગૌણ સેવા પસંદગી મંડળે પરીક્ષાનો કાર્યક્રમ જાહેર કર્યો છે.

author-image
Ankit Patel
પર અપડેટ કર્યું
New Update
GSSSB Exam Schedule, GSSSB exam 2024, govrnment exam

ગુજરાત ગૌણ સેવા પસંદગી મંડળ પરીક્ષા કાર્યક્રમ

GSSSB Exam Schedule, ગુજરાત ગૌણ સેવા પસંદગી મંડળ પરીક્ષા કાર્યક્રમ : ગુજરાત ગૌણ સેવા પસંદગી મંડળ ગાંધીનગર દ્વારા તાજેતરમાં બહાર પાડવામાં આવેલી વર્ગ 3ની ગ્રૂપ એ અને ગ્રૂપ બીની સંયુક્ત સ્પર્ધાત્મક પરીક્ષા અંતર્ગત કુલ 5554 જગ્યાઓની સીધી ભરતી કરવા માટે ઉમેદવારો પાસેથી તાજેતરમાં અરજીઓ મંગાવી હતી. જોકે, હવે ગુજરાત ગૌણ સેવા પસંદગી મંડળ દ્વારા આ સ્પર્ધાત્મક પરીક્ષાનો કાર્યક્રમ પણ જાહેર કર્યો છે.

Advertisment

GSSSB Exam Schedule : ગુજરાત ગૌણ સેવા પસંદગી મંડળ પરીક્ષા કાર્યક્રમ

ગુજરાત ગૌણ સેવા પસંદગી મંડળ દ્વારા જાહેર કરાયેલી વિવિધ પોસ્ટની ભરતી માટેની પરીક્ષાની તારીખો જાહેર કરવામાં આવી છે. GSSSB આગામી 1 એપ્રીલ 2024થી 8 મે 2024 દરમિયાન પરીક્ષા યોજશે. જ્યારે 21 માર્ચ 2024ના રોજ બપોરે બે કલાકથી પરીક્ષા શરૂ થયાના એક કલાક પહેલા ઉમેદવારો પોતાનો કોલ લેટર ડાઉનલોડ કરી શકે છે. ઉમેદવારોને ખાસ ધ્યાન રહે કે આ પરીક્ષા CBRT (Computer Based Response Test) પદ્ધતિથી લેવાશે.

GSSSB Exam Schedule : ગુજરાત ગૌણ સેવા પસંદગી મંડળ પરીક્ષા કાર્યક્રમ, મહત્વની માહિતી

સંસ્થાગુજરાત ગૌણ સેવા પાસંદગી મંડળ (GSSSB)
પરીક્ષા નામજાહેરાત નંબર 212/202324
જોબ લોકેશનગુજરાત
પોસ્ટનું નામવિવિધ પોસ્ટ
કુલ જગ્યા5554
વર્ગ/સંવર્ગવર્ગ 3
ભરતી વર્ષ2024
પરીક્ષા શરૂ થવાની તારીખ01/04/2024
પરીક્ષાની છેલ્લી તારીખ08/05/2024
પરીક્ષા પ્રકારCBRT (કોમ્પ્યુટર આધારિત પ્રતિભાવ ટેસ્ટ)
વેબસાઈટgsssb.gujarat.gov.in
ગુજરાત ગૌણ સેવા પસંદગી મંડળ પરીક્ષા કાર્યક્રમ, મહત્વની માહિતી
Advertisment

GSSSB Exam Schedule : ગુજરાત ગૌણ સેવા પસંદગી મંડળ પરીક્ષા , કાર્યક્રમ, તારીખ, વાર અને સમય

તારીખ દિવસરિમાર્ક
01-04-2024સોમવાર4 શિફ્ટ
02-04-2024મંગળવાર4 શિફ્ટ
03-04-2024બુધવાર4 શિફ્ટ
07-04-2024રવિવાર4 શિફ્ટ
13-04-2024શનિવાર1 શિફ્ટ
14-04-2024રવિવાર2 શિફ્ટ
16-04-2024મંગળવાર4 શિફ્ટ
17-04-2024બુધવાર4 શિફ્ટ
18-04-2024ગુરુવાર4 શિફ્ટ
19-04-2024શુક્રવાર4 શિફ્ટ
20-04-2024શનિવાર4 શિફ્ટ
21-04-2024રવિવાર4 શિફ્ટ
27-04-2024શનિવાર4 શિફ્ટ
28-04-2024રવિવાર4 શિફ્ટ
04-05-2024શનિવાર4 શિફ્ટ
05-05-2024રવિવાર4 શિફ્ટ
06-05-2024સોમવાર4 શિફ્ટ
07-05-2024મંગળવાર4 શિફ્ટ
08-05-2024બુધવાર4 શિફ્ટ
કાર્યક્રમ, તારીખ, વાર અને સમય

GSSSB Exam Schedule : ગુજરાત ગૌણ સેવા પસંદગી મંડળ પરીક્ષા કાર્યક્રમ, શિફ્ટનો સમય

શિફ્ટશરુ થવાનો સમયપૂર્ણ થવાનો સમય
શિફ્ટ109:00 AM10:00 AM
શિફ્ટ 211:30 AM12:30 PM
શિફ્ટ 302:00 PM03:00 PM
શિફ્ટ 404:30 PM05:30 PM
ગુજરાત ગૌણ સેવા પસંદગી મંડળ પરીક્ષા કાર્યક્રમ, શિફ્ટનો સમય

આ પણ વાંચોઃ-ભારત ઈલેક્ટ્રોનિક્સ લિમિટેડ ભરતી, 541 ટ્રેઇની એન્જિનિયરની જગ્યાઓ માટે કરો અરજી

GSSSB Exam Schedule : ગુજરાત ગૌણ સેવા પસંદગી મંડળ પરીક્ષા કાર્યક્રમ, ઉમેદવારો માટે અગત્યની સૂચના

  1. ઉમેદવારે પરીક્ષા કેન્દ્ર પર પ્રવેશ સમયે પાતનું અસલ ઓળખકાર્ડ બતાવવાનું રહેશે. ઉમેદવારે આધારકાર્ડ, પાનકાર્ડ, મતદાર ઓળખપત્ર, ડ્રાઈવિંગ લાઇસન્સ અથવા ભારતીય પાસપોર્ટ અસલમાં પરીક્ષા કેન્દ્રમાં પ્રવેશ વખતે બતાવવું ફરજિયાત છે.
  2. કોલ લેટરમાં દર્શાવેલ પરીક્ષા કેન્દ્ર પર પરીક્ષા શરુ થયાના 15 મીની પહેલા ઉમેદવારોને પરીક્ષાનો પ્રવેશ બંધ કરી દેવામાં આવશે. તેથી ઉમેદવારોને સમયપાલનનું ચુસ્તપણે પાલન કરવા નમ્ર અપીલ છે
  3. આ પરીક્ષાની સંવેદનશીલતા અને સલામતીના કારણોસર આપને કોલ લેટરમાં ફાળવેલ સ્થળ તારીખ અને સમય બદલી શકાય તેમ નથી.
ગુજરાત ગૌણ સેવા પસંદગી મંડળ પરીક્ષા નોકરી કરિયર