GSSSB Exam time table, GSSSB recruitment 2025, ગુજરાત ગૌણ સેવા પસંદગી મંડળ ભરતી : સરકારી નોકરીઓ માટે પરીક્ષાની તૈયારીઓ કરતા ઉમદેવારો માટે સારા સમાચાર આવી ગયા છે. ગુજરાત ગૌણ સેવા પસંદગી મંડળ દ્વારા તાજેતરમાં બહાર પાડેલી વિવિધ પોસ્ટની ભરતીઓ અંગેની પરીક્ષા અને પરિણામની સંભવિત તારીખ જાહેર કર્યા છે. ગુજરાત ગૌણ સેવા પસંદગી મંડળે વર્ષ 2025-2026 દરમિયાન આગામી યોજાનારી પરીક્ષા- પરિણામનો કાર્યક્રમ જાહેર કર્યો છે.
પરીક્ષા/પરિણામનો કાર્યક્રમ અહીં જુઓ
ગુજરાતમાં ચાલતી વિવિધ ભરતીઓ અને કરિયર સંબંધી સમાચાર વિશે વધુ વાંચવા માટે અહીં ક્લિક કરો
ખાસ નોંધ
- ઉમેદવારોને મંડળની વેબસાઈટ નિયમિત રીતે જોતા રહેવા વિનંતી
- રાજ્ય સરકારના વિવિધ વિભાગો દ્વારા પાઠવેલ માંગણીપત્રકોની મંડળ દ્વારા કરવામાં આવતી ચકાસણી અન્વયે ઉપસ્થિતિ થતાં મુદ્રાઓની સંબંધિત વિભાગ તરફથ સંતોષકારક પૂર્તતા મળ્યેથી જે-તે સંવર્ગ માટે જાહેરાત આપી શકાશે. જેથી નવી જાહેરાત પ્રસિદ્ધ થયેથી ઉક્ત કાર્યક્રમમાં ઉમેરો થવાની શક્યતા રહેલી છે. જેની સર્વે ઉમેદવારોએ નોંધ લેવા વિનંતી
- દિવ્યાંગ ઉમેદવારો માટે ખાસ ભરતી ઝુંબેશ અંતર્ગત મંડળ દ્વારા પ્રસિદ્ધ કરવામાં આવેલા ઉપયોક્ત અનુક્રમણિકા નંબર 38થી 80 પરની જા.ક.255/202425 જા.ક.295/202425 જા.ક.296/202526 જા.ક. 297/202526 માટે ઉમેદવારો તા 25-04-2025 સુધીમાં ઓલાઈન અરજી કરી શકે છે. વધુ વિગત માટે મંડળની વેબસાઈટ પર પસિદ્ધ થયેલી વિગતવાર જાહેરાત જોવા વિનંતી