GSSSB Clerk Call Letter 2024 Out, જુનિયર ક્લાર્ક કોલ લેટર : ગુજરાત ગૌણ સેવા પસંદગી મંડળ દ્વારા તાજેરતમાં ગ્રૂપ એ અને ગ્રૂપ બીની વિવિધ જગ્યાઓ માટે ભરતી બહાર પાડી હતી. અરજી પ્રક્રિયા પૂર્ણ થયા બાદ હવે GSSSB એ જુનિય ક્લાર્ક કોલ લેટર જાહેર કર્યા છે. અરજી કરનાર ઉમેદવારોએ ગુજરાત સબઓર્ડિનેટ સર્વિસ સિલેક્શન બોર્ડની સત્તાવાર વેબસાઈટ પરથી પોતાનો કોલ લેટર ડાઉન લોડ કરવાનો રહેશે. ઉમેદવારો સત્તાવાર વેબસાઇટ-https://gsssb.gujarat.gov.in પરથી તેમની હોલ ટિકિટ ડાઉનલોડ કરી શકે છે.
ઉલ્લેખનિય છે કે ગુજરાત ગૌણ સેવા પસંદગી મંડળની ગ્રૂપ એ અને ગ્રૂપ બીની વિવિધ જુનિયર ક્લાર્કની ભરતી માટેની લેખિત પરીક્ષા આગામી 1 એપ્રિલથી લઈને 8 મે 2024 સુધી રાજ્યભરમાં યોજાશે.
કઈ ભરતી માટે GSSSB જુનિયર ક્લાર્ક કોલ લેટર જાહેર થયા?
ગુજરાત ગૌણ સેવા પસંદગી મંડળ દ્વારા તાજેતરમાં જુનિયર ક્લાર્ક, સિનિયર ક્લાર્ક, હેડ ક્લાર્ક, ઓફિસ આસિસ્ટન્ટ અને અન્ય સહિત 5554 વિવિધ પોસ્ટ્સ માટે ભરતી બહાર પાડી હતી. આ પોસ્ટ માટે સફળતા પૂર્વક અરજી કરનાર ઉમેદવારો માટે લેખિત પરીક્ષા આપવા માટે સંસ્થા દ્વારા કોલ લેટજ જાહેર કર્યા છે.
આ પણ વાંચોઃ- GSSSB Syllabus: ગુજરાત ગૌણ સેવા પસંદગી મંડળ ભરતી, વર્ગ 3ની પરીક્ષા માટે સિલેબસ જાહેર
જુનિયર ક્લાર્ક કોલ લેટર કેવી રીતે ડાઉનલોડ કરવો?
GSSSB જુનિયર ક્લર્ક હોલ ટિકિટ ડાઉનલોડ કરવા માટે તમારે હોમ પેજ પરની લિંક પર કન્ફર્મેશન નંબર અને જન્મ તારીખ સહિત તમારા લૉગિન ઓળખપત્રો પ્રદાન કરવા પડશે. હોલ ટિકિટ ડાઉનલોડ કરવા માટે તમે નીચે આપેલા સ્ટેપ્સને ફોલો કરી શકો છો.
- સ્ટેપ – 1: સત્તાવાર વેબસાઇટ – https://ojas.gujarat.gov.in ની મુલાકાત લો
- સ્ટેપ – 2: તમારી નોકરી પસંદ કરો અને હોમપેજ પર ગ્રુપ A/B ની પોસ્ટ માટે એડમિટ કાર્ડ ડાઉનલોડ કરવા માટે લિંક પર ક્લિક કરો.
- સ્ટેપ – 3: તમારે હોમ પેજ પરની લિંક પર તમારા લૉગિન ઓળખપત્રો પ્રદાન કરવા પડશે.
- સ્ટેપ – 4: તમને જરૂરી એડમિટ કાર્ડ નવી વિંડોમાં મળશે.
- સ્ટેપ – 5: ભવિષ્યના સંદર્ભ માટે તેને ડાઉનલોડ કરો અને સાચવો.
GSSSB જુનિયર ક્લાર્ક પરીક્ષા પેટર્ન
GSSSB જુનિયર ક્લાર્ક કોલ લેટર જાહેર થયા છે ત્યારે ક્લાર્ક પ્રિલિમ પરીક્ષા સમગ્ર રાજ્યમાં 1લી એપ્રિલથી 8મી મે, 2024 દરમિયાન કમ્પ્યુટર-આધારિત ભરતી કસોટી (CBRT) મોડમાં લેવામાં આવશે. 100 ગુણ ધરાવતી કસોટીમાં કુલ 100 પ્રશ્નો હશે. આ પોસ્ટ માટે પ્રિલિમ પરીક્ષાનો કુલ સમયગાળો 1 કલાક એટલે કે 60 મિનિટનો રહેશે. જે ઉમેદવારોએ પરીક્ષામાં બેસવાનું હોય તેમણે નોંધ લેવી કે પરીક્ષામાં નકારાત્મક ગુણ હશે અને ખોટા જવાબો માટે 0.25 ગુણ કાપવામાં આવશે.