ઓજસ નવી ભરતી 2025 : ગુજરાત સરકારમાં માઈન્સ સુપરવાઈઝરની નોકરી, કેટલો મળશે પગાર? વાંચો બધું જ

ojas Bharti 2025: ઓજસ નવી ભરતી 2025 અંતર્ગત GSSSB માઈન્સ સુપરવાઈઝર વર્ગ-3 પોસ્ટની વિગતો, શૈક્ષણિક લાયકાત, વય મર્યાદા, પગાર ધોરણ, અરજી પ્રક્રયા સહિત મહત્વની માહિતી જાણવા માટે ઉમેદવારોએ આ સમાચાર અંત સુધી વાંચવા.

ojas Bharti 2025: ઓજસ નવી ભરતી 2025 અંતર્ગત GSSSB માઈન્સ સુપરવાઈઝર વર્ગ-3 પોસ્ટની વિગતો, શૈક્ષણિક લાયકાત, વય મર્યાદા, પગાર ધોરણ, અરજી પ્રક્રયા સહિત મહત્વની માહિતી જાણવા માટે ઉમેદવારોએ આ સમાચાર અંત સુધી વાંચવા.

author-image
Ankit Patel
પર અપડેટ કર્યું
New Update
GSSSB ojas Bharti 2025 | ઓજસ નવી ભરતી 2025, ગુજરાત સરકારી નોકરી

ઓજસ નવી ભરતી 2025, ગુજરાત સરકારી નોકરી - photo- X @GSSSB

Ojas Bharti 2025, ઓજસ નવી ભરતી 2025, ગુજરાત ગૌણ સેવા પસંદગી મંડળ ભરતી (GSSSB) :ગુજરાત સરકારમાં નોકરી મેળવવાની રાહ જોઈને બેઠેલા ઉમેદવારો માટે સારા સમાચાર આવી ગયા છે. ગુજરાત ગૌણ સેવા પસંદગી મંડળ દ્વારા વિવિધ પોસ્ટ માટે ભરતીઓ બહાર પાડી છે. જે અંતર્ગત ગુજરાત સરકારના ઉદ્યોગ અને ખાણ વિભાગમાં માઈન્સ સુપરવાઈઝર વર્ગ-3ની ભરતી બહાર પાડી છે. દિવ્યાંગ ઉમેદવારો માટે ખાસ ભરતી ઝુંબેશ અંતર્ગત ઉમેદવારો પસંદ કરવા માટે સંસ્થાએ ઓનલાઈન અરજીઓ મંગાવી છે.

ઓજસ નવી ભરતી 2025 અંતર્ગત GSSSB માઈન્સ સુપરવાઈઝર વર્ગ-3 પોસ્ટની વિગતો, શૈક્ષણિક લાયકાત, વય મર્યાદા, પગાર ધોરણ, અરજી પ્રક્રયા સહિત મહત્વની માહિતી જાણવા માટે ઉમેદવારોએ આ સમાચાર અંત સુધી વાંચવા.

ઓજસ નવી ભરતી 2025 અંગેની મહત્વની માહિતી

સંસ્થાગુજરાત ગૌણ સેવા પસંદગી મંડળ (GSSSB)
વિભાગઉદ્યોગ અને ખાણ વિભાગ
પોસ્ટમાઈન્સ સુપરવાઈઝર, વર્ગ-3
જગ્યા6
એપ્લિકેશન મોડઓનલાઈન
વય મર્યાદા18થી 35
અરજી કરવાની છેલ્લી તારીખ26-6-2025
ક્યાં અરજી કરવીhttps://ojas.gujarat.gov.in/

ગુજરાત ગૌણ સેવા પસંદગી મંડળ ભરતી અંતર્ગત પોસ્ટની વિગતો

ગુજરાત ગૌણ સેવા પસંદગી મંડળ દ્વારા દિવ્યાંગ ઉમેદવારો માટે ચાલતી ખાસ ભરતી ઝુંબેશ અંતર્ગત ગુજરાત સરકારના ઉદ્યોગ અને ખાણ વિભાગમાં માઈન્સ સુપરવાઈઝર વર્ગ-3ની કુલ 6 જગ્યાઓ માટે ભરતી બહાર પાડી છે.

Gujarat Government jobs
ગુજરાત સરકાર નોકરી - Photo- freepik

Ojas Bharti 2025 માટે શૈક્ષણિક લાયકાત

  • ભારતમાં કેન્દ્ર અથવા રાજ્ય કાયદા દ્વારા સ્થાપિત અથવા સમાવિષ્ટ કોઈપણ યુનિવર્સિટીઓમાંથી મેળવેલ ખાણકામ ઇજનેરીમાં મુખ્ય વિષય તરીકે ડિગ્રી
  • ભારતમાં કેન્દ્ર અથવા રાજ્ય કાયદા દ્વારા સ્થાપિત અથવા સમાવિષ્ટ કોઈપણ યુનિવર્સિટીઓમાંથી મેળવેલ ખાણકામ ઇજનેરીમાં ડિપ્લોમા
  • સરકારી અથવા સ્થાનિક સંસ્થાઓ અથવા સરકારી ઉપક્રમ બોર્ડ અથવા કોર્પોરેશન અથવા મર્યાદિત કંપનીમાં ભૂસ્તરશાસ્ત્રીય કાર્ય અથવા ખાણકામ કાર્યના ક્ષેત્રમાં લગભગ એક વર્ષનો અનુભવ ધરાવતો હોવો જોઈએ.
  • કમ્પ્યુટર એપ્લિકેશનનું મૂળભૂત જ્ઞાન
  • ગુજરાતી અથવા હિન્દી અથવા બંનેનું પૂરતું જ્ઞાન.

ઓજસ નવી ભરતી 2025, વય મર્યાદા

GSSSB ભરતી 2025 અંતર્ગત અરજી કરનાર ઉમેદવારની ઉંમર 18 વર્ષથી ઓછી નહીં અને 35 વર્ષથી વધારે ન હોવી જોઈએ.

Gujarat bharti 2025 માટે પગાર ધોરણ

આ ભરતી અંતર્ગત પસંદ પામેલા ઉમેદવારોને પ્રથમ પાંચ વર્ષ માટે પ્રતિ મહિનો ₹26,000 ફિક્સ પગાર મળશે. પાંચ વર્ષ સંતોષ કારક કામગીરી જણાય તો સાતમા પગાર પંચના લેવલ-4 પ્રમાણે ₹25,500- ₹81,100 ના નિયમિત પગારમાં નિમણૂંક આપવામાં આવશે.

ગુજરાતમાં ચાલતી વિવિધ ભરતીઓ અને કરિયર સંબંધી સમાચાર વિશે વધુ વાંચવા માટે અહીં ક્લિક કરો

નોટિફિકેશન

અરજી કેવી રીતે કરવી?

  • ગુજરાત ગૌણ સેવા પસંદગી મંડળ ભરતી અંતર્ગત અરજી કરવા માટે ઉમેદવારોએ પહેલા https://ojas.gujarat.gov.in વેબસાઈટ પર જવાનું રહેશે.
  • ત્યારબાદ કરન્ટ એડવર્ટાઈસમેન્ટ પર ક્લિક કરવાથી વિવિધ ભરતીઓ જણાશે
  • અહીં GSSSB ભરતી ઉપર ક્લિક કરવાથી ગુજરાત ગૌણ સેવા પસંદગી મંડળની વિવિધ ભરતીઓ આવશે
  • જે તે ભરતી માટે અરજી કરવાની હોય તે ભરતી પર ક્લિક કરવાનું અને એપ્લાય ઓનલાઈન થકી અરજી કરી શકાશે.
  • ફાઈનલ સબમીટ બાદ પ્રીન્ટ ચોક્કસ કાઢી લેવી
Advertisment
ગુજરાત ગૌણ સેવા પસંદગી મંડળ નોકરી કરિયર ભરતી સરકારી નોકરી