GSSSB Recruitment 2024, GSSSB ભરતી 2024 : ગુજરાત ગૌણ સેવા પસંદગી મંડળની ભરતી માટે તૈયારીઓ કરતા ઉમેદવારો માટે સારા સમાચાર આવી ગયા છે. ગુજરાત ગૌણ સેવા પસંદગી મંડળ દ્વારા સબ એકાઉન્ટન્ટ/સબ ઓડિટર, એકાઉન્ટન્ટ/ઑડિટર, સબ ટ્રેઝરી ઑફિસર અને સુપરિન્ટેન્ડન્ટ ક્લાસ – III 266 ખાલી જગ્યાઓ માટે ભરતી બહાર પાડી છે. ગુજરાત ગૌણ સેવા પસંદગી મંડળે નવી ભરતી માટે ઉમેદવારો પાસેથી અરજી મંગાવી છે.
ગુજરાત સરકારમાં નોકરી શોધી રહેલા તમામ રસ ધરાવતા ઉમેદવારો માટે આ એક સારી તક છે. ગુજરાત ગૌણ સેવા પસંદગી મંડળ દ્વારા બહાર પાડેલી ભરતી માટે શૈક્ષણિક લાયકાત, વય માપદંડ, પસંદગી પદ્ધતિ, મહત્વની તારીખ અને અન્ય પાત્રતા પ્રક્રિયા સંબંધિત વધુ માહિતી ઉમેદવારોએ આ આર્ટિકલ અંત સુધી ચોક્કસ વાંચવા.
GSSSB Recruitment 2024, GSSSB ભરતી 2024 : મહત્વની માહિતી
સંસ્થા ગુજરાત ગૌણ સેવા પસંદગી મંડળ પોસ્ટ સબ એકાઉન્ટન્ટ / સબ ઓડિટર, એકાઉન્ટન્ટ/ઓડિટર, સબ ટ્રેઝરી ઓફિસર અને સુપરિન્ટેન્ડન્ટ ખાલી જગ્યા 266 એપ્લિકેશન મોડ ઓનલાઇન નોકરીનું સ્થળ ગુજરાત અરજીની છેલ્લી તારીખ 01/03/2024 ક્યાં અરજી કરવી gsssb.gujarat.gov.in
GSSSB Recruitment 2024, GSSSB ભરતી 2024 : પોસ્ટની માહિતી
પોસ્ટ કુલ જગ્યા પેટા હિસાબનીશ સબ ઓડિટર 116 હિસાબનીશ ઓડીટર, પેટા તિજોરી અધિકારી અધિક્ષક વર્ગ -3 150
GSSSB Recruitment 2024, GSSSB ભરતી 2024 : પાત્રતા માપદંડ
બિઝનેસ એડમિનિસ્ટ્રેશનની સ્નાતક અથવા કમ્પ્યુટર એપ્લિકેશનની સ્નાતક અથવા બેચલર ઑફ કૉમર્સ અથવા બેચલર ઑફ સાયન્સ (ગણિત/આંકડાશાસ્ત્ર) અથવા બેચલર ઑફ આર્ટસ (આંકડા/અર્થશાસ્ત્ર/ગણિત) ની ડિગ્રી કોઈપણ યુનિવર્સિટીઓ અથવા સંસ્થાઓ દ્વારા અથવા તે હેઠળ સ્થાપિત અથવા સમાવિષ્ટ કરવામાં આવી છે. ભારતમાં કેન્દ્રીય અથવા રાજ્ય વિધાનસભા અથવા યુનિવર્સિટી ગ્રાન્ટ કમિશન એક્ટ, 1956 ની કલમ 3 હેઠળ યુનિવર્સિટી તરીકે માન્યતા પ્રાપ્ત અથવા યુનિવર્સિટી તરીકે જાહેર કરાયેલ અન્ય કોઈપણ શૈક્ષણિક સંસ્થા અથવા સરકાર દ્વારા માન્યતા પ્રાપ્ત સમકક્ષ લાયકાત ધરાવે છે.
GSSSB Recruitment 2024, GSSSB ભરતી 2024 : ઉંમર મર્યાદા
પેટા હિસાબનીશ સબ ઓડિટર અને હિસાબનીશ ઓડીટર, પેટા તિજોરી અધિકારી અધિક્ષક વર્ગ -3 પોસ્ટ માટે અરજી સ્વીકાર્યાની છેલ્લી તારીખના રોજ ઉમંદવારની ઉંમર 20 વર્ષથી ઓછી નહીં અને 35 વર્ષથી વધુ ન હોવી જોઈએ.
GSSSB Recruitment 2024, GSSSB ભરતી 2024 : અરજી ફી
શ્રેણી પ્રિલિમ પરીક્ષા મુખ્ય પરીક્ષા જનરલ ₹ 500 ₹600 અન્ય કેટેગરી ₹ 400 ₹ 500
GSSSB Recruitment 2024, GSSSB ભરતી 2024 : કેવી રીતે અરજી કરવી?
- સૌપ્રથમ વેબસાઈટ “https://ojas.gujarat.gov.in“ ની મુલાકાત લો.
- વેબસાઈટ પર જાઓ અને Apply પર ક્લિક કરો અને GSSSB પસંદ કરો
- વધુ વિગતો પર ક્લિક કરો જાહેરાત/સૂચનાની વિગતો સમયાંતરે જોવામાં આવશે. જે ઉમેદવારોએ વાંચવું જોઈએ.
- “હવે અરજી કરો” પર ક્લિક કરો એક નવી વિન્ડો ખુલશે. સૌ પ્રથમ “વ્યક્તિગત વિગતો” ઉમેદવારે ભરવાની છે.
- વ્યક્તિગત વિગતો ભર્યા પછી હવે “શૈક્ષણિક વિગતો” ભરવાની રહેશે “સેવ” પર ક્લિક કરવાથી ઉમેદવારોનો “એપ્લિકેશન નંબર” જનરેટ થશે જે ઉમેદવારોએ રાખવાનો રહેશે.
- હવે અપલોડ ફોટોગ્રાફ પર ક્લિક કરો, અહીં તમારો એપ્લિકેશન નંબર લખો અને તમારી જન્મ તારીખ લખો. હવે આ રીતે સિગ્નેચર પણ અપલોડ કરવાના રહેશે.
- આ પેજની ટોચ પર આવેલ ઓનલાઈન એપ્લિકેશન ટેબમાં “Application Confirm” પર ક્લિક કરો
- હવે પ્રિન્ટ એપ્લિકેશન પર ક્લિક કરો. પ્રિન્ટની એક નકલ લો અને તેને સાચવો.
આ પણ વાંચોઃ- ગુજરાત વિધાનસભા : 1,606 સરકારી પ્રાથમિક શાળાઓ માત્ર એક જ શિક્ષક, શિક્ષણમંત્રીએ આપ્યો જવાબ
GSSSB Recruitment 2024, GSSSB ભરતી 2024 : નોટિફિકેશન
રાત ગૌણ સેવા પસંદગી મંડળ દ્વારા બહાર પાડેલી ભરતી માટે શૈક્ષણિક લાયકાત, વય માપદંડ, પસંદગી પદ્ધતિ, મહત્વની તારીખ અને અન્ય પાત્રતા પ્રક્રિયા સંબંધિત વધુ માહિતી ઉમેદવારોએ આપેલું નોટિફિકેશન ચોક્કસ વાંચવું.
GSSSB Recruitment 2024, GSSSB ભરતી 2024 : પસંદગી પ્રક્રિયા
નીચેના પગલાંઓ દ્વારા પસંદ કરાયેલ ઉમેદવારો
- લેખિત પરીક્ષા
- દસ્તાવેજ ચકાસણી
- ફાઇનલ મેરિટ લિસ્ટ
- મહત્વપૂર્ણ તારીખો:
GSSSB Recruitment 2024, GSSSB ભરતી 2024 : મહત્વની તારીખો
- ઓનલાઈન અરજી શરૂ થવાની તારીખ: 15/02/2024
- અરજી કરવાની છેલ્લી તારીખ: 01/03/2024