ગુજરાત ગૌણ સેવા પસંદગી મંડળ ભરતી, 502 જગ્યાઓ પર બમ્પર ભરતી, અહીં વાંચો સંપૂર્ણ માહિતી

GSSSB Recruitment 2024, ગુજરાત ગૌણ સેવા પસંદગી મંડળ ભરતી : ગુજરાત સરકારમાં નોકરી મેળવવા માટે પરીક્ષાની તૈયારીઓ કરતા ઉમેદવારો માટે સારા સમાચાર આવી ગયા છે. ગુજરાત ગૌણ સેવા પસંદગી મંડળ દ્વારા બમ્પર ભરતી બહાર પાડી છે.

Written by Ankit Patel
Updated : June 26, 2024 12:13 IST
ગુજરાત ગૌણ સેવા પસંદગી મંડળ ભરતી, 502 જગ્યાઓ પર બમ્પર ભરતી, અહીં વાંચો સંપૂર્ણ માહિતી
ગુજરાત ગૌણ સેવા પસંદગી મંડળ ભરતી - photo social media

GSSSB Recruitment 2024, ગુજરાત ગૌણ સેવા પસંદગી મંડળ ભરતી : સરકારી નોકરી મેળવવા માટે તૈયારીઓ કરી રહેલા ઉમેદવારો માટે સારા સમાચાર આવી ગયા છે. ગુજરાત ગૌણ સેવા પસંદગી મંડળ દ્વારા વિવિધ 502 જગ્યાઓ માટે ભરતી બહાર પાડી છે. ગુજરાત ગૌણ સેવા પસંદગી મંડળના સચિવ હસમુખ પટેલ દ્વારા એક્સ પર પોસ્ટ કરીને માહિતી આપી છે.

ગુજરાત ગૌણ સેવા પસંદગી મંડળ ભરતી અંગે મહત્વની માહિતી

સંસ્થા ગુજરાત ગૌણ સેવા પસંદગી મંડળ (GSSSB)
પોસ્ટવિવિધ
જગ્યા502
અરજી કરવાનો સમયગાળો1 થી 20 જુલાઈ 2024 સુધી
સત્તાવાર વેબસાઈટhttps://gsssb.gujarat.gov.in/Index, https://ojas.gujarat.gov.in/

ગુજરાત ગૌણ સેવા પસંદગી મંડળ ભરતી પોસ્ટની માહિતી

પોસ્ટ ખાલી જગ્યા
ખેતી મદદનીશ 436
બાગાયત મદદનીશ 52
મેનેજર (અતિથિગૃહ) 14
કુલ502

GSSSB સચિવ હસમુખ પટેલે આપી માહિતી

ગુજરાત ગૌણ સેવા પસંદગી મંડળના સચિવ હસમુખ પટેલે માઈક્રો બ્લોગિંગ સાઇટ X પર પોસ્ટ કરીને ભરતી અંગે માહિતી આપી છે. જેમાં તેમણએ લખ્યું હતું કે

આ પણ વાંચો

શૈક્ષણિક લાયકાત

ગુજરાત ગૌણ સેવા પસંદગી મંડળ ભરતી અંગે શૈક્ષણિક લાયકાત સહિત તમામ માહિતી માટે સત્તાવાર જાહેર કરેલું નોટિફિકેશન ઝીણવટ પૂર્વક વાંચવું.

પગાર ધોરણ

ગુજરાત ગૌણ સેવા પસંદગી મંડળ ભરતીના નોટિફિકેશન પ્રમાણે વિવિધ પોસ્ટ માટે વિવિધ પગાર ધોરણ નક્કી કરવામાં આવ્યું છે. આમ પસંદ કરેલા ઉમેદવારોને રાજ્ય સરકારના ધારા ધોરણ પ્રમાણે ₹ 26,000થી ₹ 40,800 સુધીનો પગાર ચુકવવામાં આવશે.

Read More
આજના લેટેસ્ટ ગુજરાતી સમાચાર અને ટ્રેન્ડિંગ ન્યૂઝ વાંચો ઈન્ડિયન એક્સપ્રેસ ગુજરાતી પર. અહીં તમને મળશે ગુજરાત, સ્પોર્ટ્સ, ધર્મ, વેપાર, લાઇફ સ્ટાઇલ, મનોરંજન, કરિયર તેમજ ભારત અને વિશ્વભરના દૈનિક સમાચાર અપડેટ્સ ગુજરાતી ભાષામાં.
Loading...
ચેનલ JOIN કરો Follow us Shorts ટોપ ન્યૂઝ