/indian-express-gujarati/media/media_files/wp-content/uploads/2024/01/GSSSB-Recruitment-2024.jpg)
ગુજરાત ગૌણ સેવા પસંદગી મંડળ ભરતી - photo social media
GSSSB Recruitment 2024, GSSSB bharti, Government jobs bharti, ગુજરાત ગૌણ સેવા પસંદગી મંડળ ભરતી : સરકારી નોકરીની તૈયારી કરી રહેલા ઉમેદવારો માટે સારા સમાચાર આવી ગયા છે. ગુજરાત સરકારમાં નોકરી કરવાની ઇચ્છા ધરાવતા ઉમેદવારો માટે વધારે નોકરીની તકો ઊભી થઈ છે. ગુજરાત સરકારના ગૌણ સેવા પસંદગી મંડળ દ્વારા 4300 જગ્યાઓ માટે ભરતી બહાર પાડવામાં આવી હતી. જે જગ્યાઓ 4300થી વધારીને 5200 કરાઈ છે. ગૌણ સેવા પસંદગી મંડળ જુનિયર ક્લાર્ક, હેડ ક્લાર્ક, ઓફિસ આસિસ્ટન્ટ સિનિયર ક્લાર્ક સહિત 20 કેડર માટે 4300 જગ્યાઓ માટે જાહેરાત કરી હતી.
ગુજરાત ગૌણ સેવા પસંદગી મંડળ ભરતી : કેટલી જગ્યાઓ વધારવામાં આવી?
ગુજરાત ગૌણ સેવા પસંદગી મંડળ દ્વારા એક નોટિફિકેશન બહાર પાડવામાં આવ્યું હતું. જેમાં દર્શાવ્યા પ્રમાણે ગુજરાત ગૌણ સેવા પસંદગી મંડળ, ગાંધીનગર દ્વારા ગુજરાત ગૌણ સેવા, વર્ગ-૩ (ગ્રુપ- A તથા B)ની જગ્યામાં વધારો કરાયો છે. મંડળ દ્વારા તા. 03 જાન્યુઆરી 2024ના રોજ પ્રસિદ્ધ કરવામાં આવેલ જાહેરાતમાં સિનિયર ક્લાર્ક સંવર્ગની કુલ 532 જગ્યાઓ પૈકી કમાંક-8 સામેની કમિશનર મહિલા અને બાળ વિકાસની કચેરી (ICDS)ની કુલ 1 જગ્યા બિનઅનામત (સામાન્ય) તરીકે દર્શાવેલ છે જે બિનઅનામત મહિલા ઉમેદવાર માટે અનામત રાખવામાં આવશે.
GSSSB Recruitment 2024 : વધારવામાં આવેલી જગ્યાની વિગતે માહિતી
| વિભાગનું નામ | ખાલી જગ્યા |
| કમિશ્નર શાળઓની કચેરી | 650 |
| ડાયરેક્ટર ઓફ પ્રોસિક્યુશનની કચેરી | 01 |
| કમિશ્નર મ્યુનિસિપાલિટી એડમિનિસ્ટ્રેશનની કચેરી | 36 |
| વિકાસ કમશ્નરની કચેરી | 25 |
| ચેરિટી કમિશ્નરની કચેરી | 38 |
| ગુજરાત મેરીટાઇમ બોર્ડ | 84 |
| અધિક પોલીસ મહાનિર્દેશન જેલ અને સુધારાત્મક વહીવટની કચેરી | 64 |
| કુલ જગ્યા | 898 |
ગુજરાત ગૌણ સેવા પસંદગી મંડળ ભરતી : જુનીયર ક્લાર્ક સંવર્ગની કુલ 2916 જગ્યા પર ભરતી
ગુજરાત ગૌણ સેવા પસંદગી મંડળ દ્વારા જાહેર કરેલા નોટિફિકેશન પ્રમાણે મંડળની તા. 03 જાન્યુઆરી 2024ના રોજ પ્રસિદ્ધ કરવામાં આવેલી જાહેરાતમાં સીધી ભરતીથી ભરવાની થતી જુનીયર ક્લાર્ક સંવર્ગની 2018 જગ્યાઓની સંખ્યામાં 898 જગ્યાઓનું ઉમેરો કરીને જુનીયર ક્લાર્ક સંવર્ગની કુલ 2916 જગ્યા પર ભરતી કરાશે.
આ પણ વાંચોઃ-GSSSB Syllabus: ગુજરાત ગૌણ સેવા પસંદગી મંડળ ભરતી, વર્ગ 3ની પરીક્ષા માટે સિલેબસ જાહેર
GSSSB Recruitment 2024 : ગુજરાત ગૌણ સેવા પસંદગી મંડળ ભરતની કુલ જગ્યાઓની વિગતો
| પોસ્ટ | વિભાગ | ખાલી જગ્યા |
| જુનીયર ક્લાર્ક | વિવિધ ખાતા વડા | 2916 |
| સિનીયર ક્લાર્ક | વિવિધ ખાતા વડા | 532 |
| હેડ ક્લાર્ક | વિવિધ ખાતા વડા | 169 |
| ઓફિસ આસીસ્ટન્ટ | સચિવાલય | 210 |
| જુનિયર ક્લાર્ક | કલેક્ટર કચેરીઓ | 590 |
| કાર્યાલય અધિક્ષક | કમિશ્રર, મત્સ્યોઉદ્યોગની કચેરી | 02 |
| કચેરી અધિક્ષક | ખેતી નિયામકની કચેરી | 03 |
| સબ રજિસ્ટ્રાર ગ્રેડ -1 | નોંધણી સર નિરીક્ષક કચેરી | 45 |
| સબ રજિસ્ટ્રાર ગ્રેડ -2 | નોંધણી સર નિરીક્ષક કચેરી | 55 |
| સ્ટેમ્પ નિરીક્ષક | સુપ્રિ.ઓફ સ્ટેમ્પસની કચેરી | 23 |
| સમાજ કલ્યાણ નિરીક્ષક | નિયામક વિકસતી જાતી | 46 |
| મદદનીશ સમાજ કલ્યાણ અધિકારી | નિયામક વિકસતી જાતી કલ્યાણ | 13 |
| સમાજ કલ્યાણ નિરીક્ષક | અનુસૂચિત જાતિ કલ્યાણ | 102 |
| ગૃહમાતા | નિયામક સમાજ સુરક્ષા | 6 |
| ગૃહપતિ | નિયામક સમાજ સુરક્ષા | 14 |
| મદદનીશ આદિજાતિ વિકાસ અધિકારી | નિયામક આદિજાતી વિકાસની કચેરી | 65 |
| મદદનીશ સમાજ કલ્યાણ અધિકારી | નિયામક અનુસૂચિત જાતી | 07 |
| આસીસ્ટન્ટ ડેપો મેનેજર | ગુજરાત રાજ્ય નાગરિક પુરવઠા નિગમ | 372 |
| ડેપો મેનેજર (ગોડાઉન મેનેજર) | ગુજરાત રાજ્ય નાગરિક પુરવઠા નિગમ | 26 |
| જુનિયર આસીસ્ટન્ટ વર્ગ 3 | નિયામક, સરકારી મુદ્રણ અને લેખન સામગ્રી | 08 |
| કુલ જગ્યાઓ | 5202 |
GSSSB Recruitment 2024 : ગુજરાત ગૌણ સેવા પસંદગી મંડળ ભરતી, નવું નોટિફિકેશન
Gગુજરાત ગૌણ સેવા પસંદગી મંડળ ભરતી : અરજી કરવાની છેલ્લી તારીખ
ગુજરાત ગૌણ સેવા પસંદગી મંડળ દ્વારા 4300 પદોથી વધારીને કુલ 5202 જગ્યાઓ ભરવાની જાહેરાત કરી છે. ઉમેદવારો 31 જાન્યુઆરી, 2024ના રોજ રાતના 23.59 વાગે સુધી ઓનલાઇન અરજી કરી શકશે. સરકારી નોકરીના નિર્ધારિત નિયમો અનુસાર બે તબક્કામાં સ્પર્ધાત્મક પરીક્ષા લેવામાં આવેશે.
/indian-express-gujarati/media/media_files/wp-content/uploads/2024/01/gsssb-bharti.jpg)
આ પણ વાંચોઃ- GSSSB Bharti 2024 | ગુજરાત ગૌણ સેવા ભરતી માટે અરજી કરતા પહેલા આટલું રાખો ધ્યાન, કેવી રીતે કરવી અરજી
GSSSB Recruitment 2024 : અરજી ફી 4 ગણી વધારી
ગુજરાત ગૌણ સેવા પસંદગી મંડળ દ્વારા સરકારી નોકરીની એપ્લિકેશન ફીમાં તોતિંગ 4 ગણો વધારો કર્યો છે. અત્યાર સુધી જનરલ કેટેગરીના ઉમેદવારો માટે સરકારી નોકરી માટેની એપ્લિકેશન ફી 100 રૂપિયા હતી જે હવે વધારીને 500 રૂપિયા કરવામાં આવી છે. તેમજ મહિલા ઉમેદવારો અને અનામત વર્ગના ઉમેદવારો માટેની એપ્લિકેશન ફી 400 રૂપિયા કરવામાં આવી છે. અલબત્ત પરીક્ષામં હાજર રહેનાર ઉમેદાવારોને આ પરીક્ષા ફી મળવાપાત્ર રહેશે એવું ગુજરાત ગૌણ સેવા પસંદગી મંડળની જાહેરાત ક્રમાંક 212/202324માં જણાવવામાં આવ્યું છે.


/indian-express-gujarati/media/agency_attachments/2025/11/10/2025-11-10t115614773z-ieg-logo-640x480-javed-ahmad-2025-11-10-17-26-13.png)
Follow Us