ગુજરાત ગૌણ સેવા પસંદગી મંડળ ભરતી : બાગાયત મદદનીશની 52 જગ્યાઓ માટે કરો અરજી, વાંચો વધુ માહિતી

GSSSB Recruitment 2024, ગુજરાત ગૌણ સેવા પસંદગી મંડળ ભરતી : ગાંધીનગરમાં રહેલા ઉમેદવારોને ગાંધીનગરમાં જ સરકારી નોકરી મેળવવાની ઉત્તમ તક આવી ગઈ છે. જીએસએસએસબીની બાગાયત મદદનીશની ભરતી અંગે આ લેખમાં સંપૂર્ણ માહિતી આપવામાં આવી છે.

Written by Ankit Patel
July 09, 2024 10:24 IST
ગુજરાત ગૌણ સેવા પસંદગી મંડળ ભરતી : બાગાયત મદદનીશની 52 જગ્યાઓ માટે કરો અરજી, વાંચો વધુ માહિતી
ગુજરાત ગૌણ સેવા પસંદગી મંડળ, બાગાયત મદદનીશ ભરતી photo- X/ @GSSSB_OFFICIAL

GSSSB Recruitment 2024, ગુજરાત ગૌણ સેવા પસંદગી મંડળ ભરતી : ગુજરાત ગૌણ સેવા પસંદગી મંડળ દ્વારા તાજેતરમાં વિવિધ પોસ્ટ માટેની ભરતીઓ બહાર પાડી છે. જે અંતર્ગત ગાંધીનગર મહાનગરપાલિકા અને બાગાયત નિયામક કચેરી ગાંધીનગરમાં બાગાયત મદદનીશ વર્ગ 3ની કૂલ 52 જગ્યાઓ ભરવા માટે નોટિફિકેશન બહાર પાડ્યું છે. બાગાયત મદદનીશની જગ્યાઓ ભરવા માટે સંસ્થા દ્વારા ઉમેદવારો પાસેથી ઓનલાઈન અરજીઓ મંગાવી છે.

ગુજરાત ગૌણ સેવા પસંદગી મંડળ ભરતી અંતર્ગત બાગાયત મદદનીશ ભરતી માટે શૈક્ષણિક લાયકાત, પગાર ધોરણ, પોસ્ટ, અરજી કરવાની રીત, પસંદગી પ્રક્રિયા, વય મર્યાદા સહિતની મહત્વ પૂર્ણ માહિતી જાણવા માટે ઉમેદવારોએ આ સમાચાર અંત સુધી ચોક્કસ વાંચવા.

ગુજરાત ગૌણ સેવા પસંદગી મંડળ ભરતી અંગેની મહત્વની માહિતી

સંસ્થાગુજરાત ગૌણ સેવા પસંદગી મંડળ
પોસ્ટબાગાયત મદદનીશ (વર્ગ -3)
કૂલ52
નોકરી સ્થળGMC, બાગાયત નિયમક કચેરી, ગાંધીનગર
વય મર્યાદા18થી 33 વર્ષ
અરજી કરવાની છેલ્લી તારીખ20 જુલાઈ 2024
ક્યાં અરજી કરવીhttps://ojas.gujarat.gov.in

ગુજરાત ગૌણ સેવા પસંદગી મંડળ ભરતી પોસ્ટની માહિતી

પોસ્ટકચેરીનું નામખાલી જગ્યા
ગાયાયત મદદનીશ(વર્ગ-3)બાગાયત નિયામકની કચેરી, ગાંધીનગર38
ગાયાયત મદદનીશ(વર્ગ-3)ગાંધીનગર મહાનગરપાલિકા14
કુલ52

ગુજરાત ગૌણ સેવા પસંદગી મંડળ ભરતી અંગે શૈક્ષણિક લાયકાત

  • ઉમેદવાર ભારતમાં કેન્દ્રિય કૃષિ, બાગાયત યુનિવર્સિટી અધિનિયમ અથવા રાજ્ય કૃષિ, બાગાયત યુનિવર્સિટી અધિનિયમથી અથવા તે હેઠેળ સંસ્થાપિત અથવા સ્થપાયેલી કૃષિ, બાગાયત યુનિર્સિટીઓ પૈકી કોઈપણ પોલિટેકનિકમાંથી બાગાયતમાં ડિપ્લોમા ધરાવતો હોવો જોઈએ.
  • ગુજરાત મુલ્કી સેવા વર્ગીકરણ અને ભરતી (સામાન્ય) નિયમો 1967માં ઠરાવ્યા પ્રમાણેની કોમ્પ્યુટરના ઉપયોગ અંગેની પાયાની જાણકારી ધરાવતો હોવો જોઈએ.
  • ઉમેદવાર ગુજરાતી અથવા હિન્દી અથવા તે બંનેનું પૂરતું જ્ઞાન ધરાવતો હોવો જોઈએ.

ગુજરાત ગૌણ સેવા પસંદગી મંડળ ભરતી અંગે પરીક્ષા ફી

સામાન્ય વહીવટ વિભાગ તા.31-1-2024ના પત્રમાં થયેલી જોગવાઈ મુજબ ગુજરાત ગૌણ સેવા પસંદગી મંડળ દ્વારા લેવામાં આવતી સીધી ભરતીની તમામ પરીક્ષાઓ માટે પરીક્ષા ફીનું ધોરણ આ પ્રમાણે રહેશે. પરીક્ષામાં ઉપસ્થિત રહેનાર ઉમેદવારોને પરીક્ષા ફી પરત મમળવાપાત્ર રહેશે.

પોસ્ટવર્ગફી
પ્રાથમિક પરીક્ષાબિન અનામત વર્ગ₹500
પ્રાથમિક પરીક્ષાઅનામત વર્ગ₹ 400

ગુજરાત ગૌણ સેવા પસંદગી મંડળ ભરતી અંગે પગાર ધોરણ

ગુજરાત ગૌણ સેવા પસંદગી મંડળ અંતર્ગત નિમણૂક પામેલા ઉમેદવારોને સરકારના નિયમોનુસાર પગાર ધોરણ મળવા પાત્ર થશે. જોકે, આ પહેલા કરાર આધારીત નક્કી કરેલા વર્ષ સુધી ફિક્સ પગાર મળશે. જે નિચે દર્શાવવામાં આવ્યો છે.

કચેરીપોસ્ટપોસ્ટપોસ્ટપગાર પ્રતિ માસ (ફિક્સ)
બાગાયત નિયામક કચેરી, ગાંધીનગરબાગાયત મદદનીશ વર્ગ-3પાંચ વર્ષ₹26,000
ગાંધીનગર મહાનગરપાલિકાબાગાયત મદદનીશ વર્ગ-3પાંચ વર્ષ₹26,000

ગુજરાત ગૌણ સેવા પસંદગી મંડળ ભરતીનું નોટિફિકેશન

ગુજરાત ગૌણ સેવા પસંદગી મંડળ ભરતી અંતર્ગત બાગાયત મદદનીશ ભરતી માટે શૈક્ષણિક લાયકાત, પગાર ધોરણ, પોસ્ટ, અરજી કરવાની રીત, પસંદગી પ્રક્રિયા, વય મર્યાદા સહિતની મહત્વ પૂર્ણ માહિતી જાણવા માટે ઉમેદવારોએ આપેલું સત્તાવાર નોટિફિકેશન ચોક્કસ વાંચવું.

અરજી કેવી રીતે કરવી?

1 – સૌ પ્રથમ https://ojas.gujarat.gov.in વેબસાઈટ પર જવું.2 – ત્યારબાદ online Application માં Apply પર ક્લિક કરવું અને GSSSB સિલેક્ટ કરવું3 – ઉમેદવારે જાહેરાત ક્રમાંકઃ 233- 202425થી 234-202425 પૈકીની સંવર્ગની જાહેરાત માટે ઉમેદવારી કરવા માટે જાહેરાતના સંવર્ગના નામ પર ક્લિક કરી એપ્લાય કરવું.4- અહીં માંગેલી તમામ વિગતો ભરવી- વિગતો ભરતી વખતે ઉમેદવારોએ ખાસ ધ્યાન રાખવું5- અરજી સબમિટ થઈ જાય પછી ઉમેદવારોએ ભવિષ્યના રેફરન્સ માટે પ્રીન્ટ કાઢી લેવી,

આ પણ વાંચો

ઉમેદવારો માટે ખાસ નોંધ

ગુજરાત ગૌણ સેવા પસંદગી મંડળ ભરતી માટે અરજી કરતા પહેલા ઉમેદવારોએ આ ખાસ બાબતનું ધ્યાન રાખવાનું છે કે ગાંધીનગર મહાનગરપાલિકામાં નિમણૂંક પામેલા ઉમેદવારો ગુજરાત સરકારના કર્મચારીઓ ગણાશે નહીં.

Read More
આજના લેટેસ્ટ ગુજરાતી સમાચાર અને ટ્રેન્ડિંગ ન્યૂઝ વાંચો ઈન્ડિયન એક્સપ્રેસ ગુજરાતી પર. અહીં તમને મળશે ગુજરાત, સ્પોર્ટ્સ, ધર્મ, વેપાર, લાઇફ સ્ટાઇલ, મનોરંજન, કરિયર તેમજ ભારત અને વિશ્વભરના દૈનિક સમાચાર અપડેટ્સ ગુજરાતી ભાષામાં.
Loading...
ચેનલ JOIN કરો Follow us Shorts ટોપ ન્યૂઝ