GSSSB Recruitment 2024, ગુજરાત ગૌણ સેવા પસંદગી મંડળ ભરતી : ધોરણ 10 પાસ ઉમેદવારો માટે સરકારી નોકરી કરવાની સૂવર્ણ તક આવી ગઈ છે. ગુજરાત ગૌણ સેવા પસંદગી મંડળ દ્વારા ધોરણ 10 પાસ લાયકાત ધરાવતા ઉમેદવારો માટે ભરતીનું નોટિફિકેશન બહાર પાડ્યું છે. જીએસએસએસબી દ્વારા કુલ 154 જગ્યાઓ માટે ભરતી બહાર પાડી છે.
ગુજરાત ગૌણ સેવા પસંદગી મંડળ ભરતીના નોટિફિકેસ પ્રમાણે સંસ્થા દ્વારા આસિસ્ટન્ટ બાઈન્ડર, આસીસ્ટન્ટ મશીનમેન, કોપી હોલ્ડર,પ્રોસેસ આસીસ્ટન્ટ અને ડેસ્કટોપ પબ્લીસીંગ ઓપરેટર પોસ્ટ માટે જગ્યાઓ બહાર પાડી છે. આ પોસ્ટ માટે ઉમેદવારની શૈક્ષણિક લાયકાત, વયમર્યાદા, પગાર ધોરણ, પસંદગી પ્રક્રિયા સહિતની તમામ માહિતી જાણવા માટે આ સમાચાર અંત સુધી વાંચવા.
ગુજરાત ગૌણ સેવા પસંદગી મંડળ ભરતીની મહત્વની માહિતી
સંસ્થા ગુજરાત ગૌણ સેવા પસંદગી મંડળ (GSSSB) પોસ્ટ વિવિધ ખાલી જગ્યા 154 અરજી પ્રકાર ઓનલાઇન અરજી કરવાની શરુઆતની તારીખ 16 એપ્રિલ 2024 અરજી કરવાની છેલ્લી તારીખ 30 એપ્રિલ 2024 ક્યાં અરજી કરવી https://gsssb.gujarat.gov.in
ગુજરાત ગૌણ સેવા પસંદગી મંડળ ભરતી, પોસ્ટની વિગતે માહિતી
પોસ્ટનું નામ ખાલી જગ્યા આસિસ્ટન્ટ બાઈન્ડર, વર્ગ-૩ 66 આસીસ્ટન્ટ મશીનમેન, વર્ગ-૩ 70 કોપી હોલ્ડર, વર્ગ-૩ 10 પ્રોસેસ આસીસ્ટન્ટ, વર્ગ- 3 03 ડેસ્કટોપ પબ્લીસીંગ ઓપરેટર, વર્ગ-૩ 05
ગુજરાતમાં ક્યાં કેટલી જગ્યા?
આસિસ્ટન્ટ બાઈન્ડર વર્ગ -3 ની ક્યાં કેટલી જગ્યા ખાલી
સ્થળ ખાલી જગ્યા ગાંધીનગર પ્રેસ 16 વડોદરા પ્રેસ 15 રાજકોટ પ્રેસ 17 ભાવનગર પ્રેસ 07 અમદાવાદ પ્રેસ 11 કુલ 66
આ પણ વાંચોઃ- એરપોર્ટ ઓથોરિટી ઓફ ઇન્ડિયા ભરતી, જુનિયર એક્ઝિક્યુટિવ પોસ્ટ માટે કરો અરજી, વાંચો સંપૂર્ણ માહિતી
આસિસ્ટન્ટ મશીનમેન વર્ગ -3 ની ક્યાં કેટલી જગ્યા ખાલી
સ્થળ ખાલી જગ્યા ગાંધીનગર પ્રેસ 20 વડોદરા પ્રેસ 18 રાજકોટ પ્રેસ 13 ભાવનગર પ્રેસ 08 અમદાવાદ પ્રેસ 11 કુલ 70
કોપી હોલ્ડર વર્ગ 3ની ક્યાં કેટલી જગ્યા ખાલી?
સ્થળ ખાલી જગ્યા ગાંધીનગર પ્રેસ 05 વડોદરા પ્રેસ 02 રાજકોટ પ્રેસ 02 ભાવનગર પ્રેસ 00 અમદાવાદ પ્રેસ 01 કુલ 10
પ્રોસેસ આસીસ્ટન્ટ વર્ગ 3ની ક્યાં કેટલી જગ્યા ખાલી?
સ્થળ ખાલી જગ્યા ગાંધીનગર પ્રેસ 01 વડોદરા પ્રેસ 01 રાજકોટ પ્રેસ 01 ભાવનગર પ્રેસ 00 અમદાવાદ પ્રેસ 00 કુલ 03
ડેસ્કટોપ પબ્લીસીંગ ઓપરેટર વર્ગ -3 ની ક્યાં કેટલી જગ્યા ખાલી
સ્થળ ખાલી જગ્યા ગાંધીનગર પ્રેસ 01 વડોદરા પ્રેસ 03 રાજકોટ પ્રેસ 01 ભાવનગર પ્રેસ 00 અમદાવાદ પ્રેસ 00 કુલ 05
ગુજરાત ગૌણ સેવા પસંદગી મંડળ ભરતી માટે શૈક્ષણિક લાયકાત
ગુજરાત ગૌણ સેવા પસંદગી મંડળ દ્વારા બહાર પાડવામાં આવેલી ભરતી માટે લાયકાતની વાત કરીએ તો ઉમેદવારોએ ધોરણ 10 પાસ કરેલું હોવું જોઈએ અને આ ઉપરાંત સંલગ્ન ટ્રેડમાં પણ અભ્યાસ કરેલો હોવો જોઈએ. શૈક્ષણિક લાયકાત અંગે વધારે માહિતી માટે આપેલું નોટિફિકેશન વાંચવું.
જીએસએસએસબી વર્ગ 3 ભરતી માટે વય મર્યાદા
ભરતી માટે રસ ધરાવતા ઉમેદવારોની વય મર્યાદા પોસ્ટ પ્રમાણે અલગ અલગ છે. જોકે, 18 વર્ષથી લઈને 38 વર્ષની વચ્ચે ઉંમરના ઉમેદવારો અરજી કરી શક છે. સંલગ્ન પોસ્ટ માટેની ચોક્કસ વયમર્યા જાણવા માટે સત્તાવાર નોટિફિકેશન વાંચવું.
પગાર ધોરણ
પસંદગી પામેલા ઉમેદવારો માટે પહેલા પાંચ વર્ષ સુધી માસિક 26,000 ફિક્સ વેતન મળશે ત્યારબાગ ગુજરાત સરકારના ધારા ધોરણ પ્રમાણે પગાર મળવા પાત્ર રહેશે.
આ પણ વાંચોઃ- BSF Recruitment 2024: બોર્ડર સિક્યોરિટી ફોર્સ ભરતી, પગાર, લાયકાત સહિતની સંપૂર્ણ માહિતી
નોટિફિકેશન
આ પોસ્ટ માટે ઉમેદવારની શૈક્ષણિક લાયકાત, વયમર્યાદા, પગાર ધોરણ, પસંદગી પ્રક્રિયા સહિતની તમામ માહિતી જાણવા માટે આ નોટિફિકેશન ચોક્કસ વાંચવું.
ગુજરાત ગૌણ સેવા પસંદગી મંડળ ભરતી માટે અરજી કઈ રીતે કરવી?
- સત્તાવાર વેબસાઈટ @ https://ojas.gujarat.gov.in/ ની મુલાકાત લો
- “GSSSB Recruitment 2024 ” જાહેરાત શોધો, સૂચના પર ક્લિક કરો
- જાહેરાત ખુલશે તેને વાંચો અને તેમની યોગ્યતા તપાસો
- રસ ધરાવતા અને લાયક ઉમેદવારો ઓનલાઈન અરજી ફોર્મ ભરો
- ઉમેદવારો ચુકવણી કર્યા પછી તમારી વિગતો યોગ્ય રીતે દાખલ કરે છે
- એપ્લિકેશન ફોર્મ સબમિટ કરતા પહેલા વપરાશકર્તાઓએ તેમની અરજીનું પૂર્વાવલોકન કરવું આવશ્યક છે
મહત્વની તારીખો
- શરૂઆતની તારીખ 16 એપ્રિલ 2024
- છેલ્લી તારીખ 30 એપ્રિલ 2024