GSSSB Recruitment 2024, ગુજરાત ગૌણ સેવા પસંદગી મંડળ ભરતી : ગુજરાત સરાકરમાં નોકરી કરવાની ઈચ્છા ધરાવતા ઉમેદવારોની રાહનો અંત આવ્યો છે. કારણ કે ગુજરાત ગૌણ સેવા પસંદગી મંડળ દ્વારા વિવિધ પોસ્ટની ભરતીનું નોટિફિકેશન બહાર પાડ્યું છે. સંસ્થા દ્વારા વર્ગ 3ની કૂલ 117 જગ્યાઓ ભરવા માટે ઉમેદવારો પાસેથી ઓલાઈન અરજીઓ મંગાવી છે.
ગુજરાત ગૌણ સેવા પસંદગી મંડળ ભરતી માટે પોસ્ટની વિગતો, શૈક્ષણિક લાયકાત, અરજી ફી, મહત્વની તારીખો, પગાર ધોરણ સહિતની વિગતો જાણવા માટે ઉમેવારોએ આ સમાચાર અંત સુધી વાંચવા.
ગુજરાત ગૌણ સેવા પસંદગી મંડળ ભરતીની મહત્વની માહિતી
સંસ્થા ગુજરાત ગૌણ સેવા પસંદગી મંડળ (GSSSB) પોસ્ટ ફાયરમેન -કમ- ડ્રાઇવર જગ્યા 117 સ્થળ ગાંધીનગર મ્યુનિસિપલ કોર્પોરેશન અને નિયામક રાજ્ય અગ્નિ નિવારણ સેવાઓ, ગાંધીનગર અરજી કરવાની શરુઆતની તારીખ 16 ઓગસ્ટ 2024 અરજી કરવાની છેલ્લી તારીખ 31 ઓગસ્ટ 2024 ક્યાં અરજી કરવી https://ojas.gujarat.gov.in સત્તાવાર વેબસાઈટ https://gsssb.gujarat.gov.in/Index
ગુજરાત ગૌણ સેવા પસંદગી મંડળ ભરતી માટે પોસ્ટની વિગતો
ગુજરાત ગૌણ સેવા પસંદગી મંડળ, ગાંધીનગર દ્વારા શહેરી વિકાસ અને શહેરી ગૃહ નિર્માણ વિભાગના નિયંત્રણ હેઠલની ખાતાના વડાની કચેરી નિયામક, રાજ્ય અગ્નિ નિવારણ સેવાઓ, ગાંધીનગર અને ગાંધીનગર મ્યુનિસિપલ કોર્પોરેશનમાં ફાયરમેન -કમ- ડ્રાઇવર, વર્ગ -3 સંવર્ગની જગ્યાઓ સીધી ભરતીથી ભરવા માટેની પ્રક્રિયામાં પસંદગી યાદી તૈયાર કરવા માટે ઉમેદવારો પાસેથી ઓનલાઈન અરજીઓ મંગાવવામાં આવી છે.
કચેરી પોસ્ટ વર્ગ જગ્યા નિયામક, રાજ્ય અગ્નિ નિવારણ સેવાઓ, ગાંધીનગર ફાયરમેન કમ ડ્રાઇવર વર્ગ-3 9 ગાંધીનગર મ્યુનિસિપલ કોર્પોરેશન ફાયરમેન કમ ડ્રાઇવર વર્ગ-3 108
ગુજરાત ગૌણ સેવા પસંદગી મંડળ ભરતી માટે શૈક્ષણિક લાયકાત
ગુજરાત ગૌણ સેવા પસંદગી મંડળ દ્વારા જાહેર કરેલી ફાયરમેન કમ ડ્રાઇવર વર્ગ 3ની ભરતી માટે ઉમેદવારોની શૈક્ષણિક લાયકાત આ પ્રમાણે છે.
- ઉમેદવાર માધ્યમિક અથવા ઉચ્ચતર માધ્યમિક શિક્ષણ બોર્ડ દ્વારા લેવાતી ઉચ્ચતર માધ્યમિક શાળાંત પ્રમાણપત્ર પરીક્ષા પાસ કરેલી હોવી જોઈએ અથવા સરકારે માન્ય કરેલ તેને સમકક્ષ લાયકાત ધરાવતો હોવો જોઈએ.
- રાજ્ય અથવા કેન્દ્ર સરકાર અથવા ઔદ્યોગિત તાલીમ સંસ્થાની માન્ય સંસ્થામાંથી ફાયરમેનના છ મહિનાના અભ્યાસક્રમનું પ્રમાણપત્ર ધરાવતો હોવો જોઈએ. રાજ્ય અથવા કેન્દ્ર સરકારની મન્ય સંસ્થામાંથી ફાયરમેનનો અભ્યાસક્રમ અથવા ડ્રાઇવર કમ પંપ ઓપરેટરના અભ્યાસક્રમનું પ્રમાણપત્ર ધરાવતો હોવો જોઈએ.
- ઉમેદવાર હેવી મોટર વિહિકલનું માન્ય ડ્રાઇવિંગ લાઈસન્સ ધરાવતો હોવો જોઈએ.
- ઉમેદવાર ફાયરમેન કમ ડ્રાઇવર સંવર્ગ માટે નિયત થયેલી શારીરિક માપદંડ ધરાવતો હોવો જોઈએ.
ગુજરાત ગૌણ સેવા પસંદગી મંડળ ભરતી માટે પગાર ધોરણ
ગુજરાત ગૌણ સેવા પસંદગી મંડળ ભરતી અંતર્ગત ફાયરમેન કમ ડ્રાઇવરની જગ્યાઓ માટે પસંદ થયેલા ઉમેદવારો નીચે આપેલા કોષ્ટક પ્રમાણે કરાર આધારીત પગાર ધોરણ મળશે જોકે, કરારનો સયમગાળો પૂર્ણ કર્યા બાદ સેવાઓ સંતોષકારક જણાશે તો સંબંધિત કચેરીમાં સરકારના ધારાધોરણ પ્રમાણે પગાર ધોરણ મળવા પાત્ર રહેશે.
કચેરી પોસ્ટ કરારનો સમયગાળો પગાર પ્રતિ માસ ફિક્સ નિયામક, રાજ્ય અગ્નિ નિવારણ સેવાઓ, ગાંધીનગર ફાયરમેન કમ ડ્રાઇવર પાંચ વર્ષ ₹ 26,000 ગાંધીનગર મ્યુનિસિપલ કોર્પોરેશન ફાયરમેન કમ ડ્રાઇવર ત્રણ વર્ષ ₹ 26,000
ગુજરાત ગૌણ સેવા પસંદગી મંડળ ભરતીની મહત્વની તારીખ
ગુજરાત ગૌણ સેવા પસંદગી મંડળ ભરતી અંતર્ગત ફાયરમેન કમ ડ્રાઇવર પોસ્ટ માટેની મહત્વની તારીખોની વાત કરીએ તો 16 ઓગસ્ટ 2024 બપોરે 14 કલાક શરૂ થશે અને 31 ઓગસ્ટ 2024 રાત્રે 23.59 કલાકના રોજ છેલ્લો દિવસ રહશે. આ દિવસો દરમિયાન ઉમદેવારો અરજી કરી શકશે.
અરજી કેવી રીતે કરવી?
- ઓનલાઈનઅરજી કરવા માટે ઉમેદવારે સૌપ્રથમ https://ojas.gujarat.gov.in વેબસાઈટ પર જવું
- ત્યારબાદ ઓનલાઇન એપ્લિકેશનમાં એપ્લાય પર ક્લિક કરવું અને જીએસએસએસ સિલેક્ટ કરવું.
- ઉમેદવારે જાહેરાત ક્રમાંક 236-202425, ફાયરમેન કમ ડ્રાઇવર સંવર્ગની જાહેરાત માટે ઉમેદવારી કરવા માટે જાહેરાતના સંવર્ગના નામ પર ક્લિક કરી એપ્લા ક્લિક કરવું
- ત્યારબાદ આપેલી માહિતી ભરીને ફોર્મ સબમીટ કરવું
- ફોર્મ સબમીટ થયા બાદ પ્રીન્ટ ચોક્કસ કાઢી લેવી.
નોટિફિકેશન
ગુજરાત ગૌણ સેવા પસંદગી મંડળ ભરતી માટે પોસ્ટની વિગતો, શૈક્ષણિક લાયકાત, અરજી ફી, મહત્વની તારીખો, પગાર ધોરણ સહિતની વિગતો જાણવા માટે ઉમેવારોએ આ સમાચાર અંત સુધી વાંચવા.
આ પણ વાંચોઃ- GPSC Recruitment 2024, ગુજરાત જાહેર સેવા આયોગ ભરતીઃ ગુજરાત સરકારમાં અધિકારી બનવા માટે સુવર્ણ તક, વાંચો સંપૂર્ણ માહિતી
ઉમેદવારોને ખાસ સૂચન છે કે ગુજરાત ગૌણ સેવા પસંદગી મંડળમાં અરજી કરતા પહેલા આ લેખમાં આપેલું સત્તાવાર નોટિફિકેશન ચોક્કસ વાંચવું ત્યારબાદ જ ઓનલાઈન અરજી કરવી.