GSSSB Recruitment 2024, ગુજરાત ગૌણ સેવા પસંદગી મંડળ ભરતી : ગુજરાત સરકારમાં નોકરી મેળવવા માટે પરીક્ષાની તૈયારીઓ કરતા ઉમેદવારો માટે સરકારી નોકરી મેળવવાની સારી તક આવી ગઈ છે. ગુજરાત ગૌણ સેવા પસંદગી મંડળ દ્વારા નિયંત્રક, કાનૂી માપ વિજ્ઞાન અને નિયામક, ગ્રાહક સુરક્ષાની કચેરી ગાંધીનગરમાં જૂનિયર નિરીક્ષક, વર્ગ-3ની 60 જગ્યાઓ ભરવા માટે ભરતી બહાર પાડી છે. આ જગ્યાઓ માટે સંસ્થાએ ઉમેદવારો પાસે ઓનલાઈન અરજીઓ મંગાવી છે.
ગુજરાત ગૌણ સેવા પસંદગી મંડળ ભરતી, જૂનિયર નિરક્ષક પોસ્ટની વિગતો, શૈક્ષણિક લાયકાત, વય મર્યાદા, અરજી પ્રક્રિયા, પસંદી પ્રક્રિયા, પગાર ધોરણ, અરજી કરવાની છેલ્લી તારીખ સહિતની મહત્વની માહિતી જાણવા માટે ઉમેદવારોએ આ સમાચાર છેલ્લે સુધી ચોક્કસ વાંચવા.
ગુજરાત ગૌણ સેવા પસંદગી મંડળ ભરતી માટે મહત્વની વિગતો
સંસ્થા ગુજરાત ગૌણ સેવા પસંદગી મંડળ (GSSSB) પોસ્ટ જૂનિયર નિરીભક, વર્ગ-3 વિભાગ નિયંત્રક, કાનૂની માપ વિજ્ઞાન અને નિયામક, ગ્રાહક સુરક્ષાની કચેરી, ગાંધીનગર જગ્યા 60 વયમર્યાદા 18 વર્ષથી 35 વર્ષ વચ્ચે એપ્લિકેશન મોડ ઓનલાઈન અરજી કરવાની છેલ્લી તારીખ 19-12-2024 ક્યાં અરજી કરવી https://ojas.gujarat.gov.in/
ગુજરાત ગૌણ સેવા પસંદગી મંડળ ભરતી પોસ્ટની વિગતો
કેટેગરી જગ્યા બિન અનામત 35 આર્થિક રીતે નબળા વર્ગ 6 અનુ.જાતિ 6 અનુ.જન.જાતિ 8 સા.શૈ.પ.વર્ગ 5
શૈક્ષણિક લાયકાત
- શૈક્ષણિક લાયકાતમાં ઉમેદવાર સરકાર માન્ય શૈક્ષણિક સંસ્થામાંથી મુખ્ય વિષય તરીકે ભૈતિક વિજ્ઞાન અને વિજ્ઞાનની દ્વિતીય વર્ગની પદવી ધરાવતો હોવો જોઈએ અથવા મિકેનીકલ અથવા ઈલેક્ટ્રીકલ અથવા ઈલેક્ટ્રોનીક્સની એન્જીનીયરિંગની પદવી ધરાવતો હોવો જોઈએ.
- ઉમેદવાર કમ્પ્યુટરના ઉપયોગ અંગેની પાયાની જાણકારી ધરાવતો હોવો જોઈએ
- ગુજરાતી, હિન્દી અથવા બંને ભાષાનું પુરુતું જ્ઞાન ધરાવતો હોવો જોઈએ.
પગાર ધોરણ
જૂનિયર નીરિક્ષક વર્ગ-3ની જગ્યા પર પસંદ પામેલા ઉમેદવારોને પહેલા પાંચ વર્ષ ₹40,800 ફિક્સ પગાર મળશે. પાંચ વર્ષના અંતે ઉમેદવારોની સેવાઓ સંતોષકારક જણાયેથી સંબંધિત કચેરીમાં જે તે સમયના સરકારના નિયમોનુસાર પગાર મળવાપાત્ર રહેશે.
વય મર્યાદા
જૂનિયર નીરિક્ષક વર્ગ-3 માટે અરજી કરનાર ઉમેદવારની ઉંમર 19-12-2024ના રોજ 18 વર્ષથી ઓછી નહીં અને 35 વર્ષથી વધુ ન હોવી જોઈએ.
અરજી ફી
કેટેગરી ફી બીન અનામત ₹500 અનામત ₹400
અરજી કેવી રીતે કરવી
- ઓનલાઈન અરજી કરવા માટે ઉમેદવારોએ પહેલા સરકારી ભરતી માટેની વેબસાઈટ https://ojas.gujarat.gov.in/ પર જવું
- અહીં કરંટ એડવર્ટાઈઝમેન્ટ પર ક્લિક કરવું
- અહીં વિવિધ ભરતી અંગે માહિતી આપવામાં આવી હતી. જેમાં GSSSB ભરતી ઉપર ક્લિક કરવું
- અહીં ભરતીની વિગતો દર્શાવેલી હશે જ્યાં સામેની બાજુ એપ્લાય નાઉનું બટન હશે
- અહીં ક્લિક કરવાથી ફોર્મ ખુલશે. ફોર્મમાં માંગેલી માહિતી ભરી જરૂરી ડોક્યુમેન્ટ અપલોડ કરવા
- ફી ચૂકવણી કર્યા બાદ ફોર્મ સબમિટ કરવું, પ્રીન્ટ કાઢી લેવી
નોટિફિકેશન
ગુજરાત ગૌણ સેવા પસંદગી મંડળ ભરતી, જૂનિયર નીરિક્ષક પોસ્ટની વિગતો, શૈક્ષણિક લાયકાત, વય મર્યાદા, અરજી પ્રક્રિયા, પસંદી પ્રક્રિયા, પગાર ધોરણ, અરજી કરવાની છેલ્લી તારીખ સહિતની મહત્વની માહિતી જાણવા માટે ઉમેદવારોએ આપેલું નોટિફિકેશન વાંચવું.
ઉમેદવારોને સૂચન છે કે ગુજરાત ગૌણ સેવા પસંદગી મંડળની જૂનિયર નીરિક્ષકની ભરતી માટે અરજી કરતા પહેલા ઉમેદવારોએ આ લેખમાં આપેલું સત્તાવાર નોટિફિકેશન ધ્યાન પૂર્વક વાંચી લેવું.