ગુજરાત ગૌણ સેવા પસંદગી મંડળ ભરતી : લેબ આસીસ્ટન્ટની પોસ્ટ માટે કરો અરજી, લાયકાતથી લઈને તમામ માહિતી અહીં વાંચો

GSSSB Recruitment 2024, ગુજરાત ગૌણ સેવા પસંદગી મંડળ ભરતી : ગુજરાત ગૌણ સેવા પસંદગી મંડળ અંતર્ગત લેબોરેટરી આસીસ્ટન્ટ પોસ્ટની ભરતી માટે ઉમેદવારોની શૈક્ષણિક લાયકાત વિશે વાત કરીએ તો લેબોરેટરી આસીસ્ટન્ટની વિવિધ જૂથની પોસ્ટ માટે વિવિધ શૈક્ષણિક લાયકાત માંગી છે.

GSSSB Recruitment 2024, ગુજરાત ગૌણ સેવા પસંદગી મંડળ ભરતી : ગુજરાત ગૌણ સેવા પસંદગી મંડળ અંતર્ગત લેબોરેટરી આસીસ્ટન્ટ પોસ્ટની ભરતી માટે ઉમેદવારોની શૈક્ષણિક લાયકાત વિશે વાત કરીએ તો લેબોરેટરી આસીસ્ટન્ટની વિવિધ જૂથની પોસ્ટ માટે વિવિધ શૈક્ષણિક લાયકાત માંગી છે.

author-image
Ankit Patel
પર અપડેટ કર્યું
New Update
GSSSB Recruitment 2024, Laboratory Assistant

ગુજરાત ગૌણ સેવા પસંદગી મંડળ ભરતી, લેબોરેટરી આસીસ્ટન્ટ - photo - X @GSSSB_OFFICIAL

GSSSB Recruitment 2024, ગુજરાત ગૌણ સેવા પસંદગી મંડળ ભરતી : ગુજરાત સરકારમાં નોકરી મેળવવા ઈચ્છતા ઉમેદવારો માટે સારા સમાચાર આવી ગયા છે. ગુજરાત ગૌણ સેવા પસંદગી મંડળ દ્વારા ગૃહ વિભાગના નિયમંત્રણ હેઠળના નિયામક, ન્યાય સહાયક વિજ્ઞાનનની કચેરી હસ્તકના વિવિધ તાંત્રિક સંરર્ગો માટે વિવિધ પોસ્ટની કૂલ 221 જગ્યાઓ માટે ભરતી બહાર પાડી છે. જે અંતર્ગત લેબોરેટરી આસીસ્ટન્ટની કુલ 32 જગ્યાઓ ભરવા માટે સંસ્થાએ ઉમેદવારો પાસેથી ઓનલાઈન અરજીઓ મંગાવી છે.

ગુજરાત ગૌણ સેવા પસંદગી મંડળ ભરતી માટે લેબોરેટરી આસીસ્ટન્ટ પોસ્ટની વિગતો, શૈક્ષણિક લાયકાત, વય મર્યાદા, પગાર ધોરણ, અરજી પ્રક્રિયા, નોકરીનો પ્રકાર, ભરતી અંગે મહત્વની તારીખો, અરજી કરવાની રીત, પસંદગી પ્રક્રિયા સહિતની મહત્વની જાણકારી મેળવવા માટે ઉમેદવારોએ આ સમાચાર અંત સુધી ચોક્કસ વાંચવા.

ગુજરાત ગૌણ સેવા પસંદગી મંડળ ભરતી માટે મહત્વની વિગતો

સંસ્થાગુજરાત ગૌણ સેવા પસંદગી મંડળ
પોસ્ટલેબોરેટરી આસીસ્ટન્ટ
જગ્યા32
નોકરીનો પ્રકારવર્ગ- 3, સરકારી
અરજી કરવાની છેલ્લી તારીખ15 સપ્ટેમ્બર 2024
ક્યાં અરજી કરવીhttps://ojas.gujarat.gov.in/

ગુજરાત ગૌણ સેવા પસંદગી મંડળ ભરતી પોસ્ટની વિગતો

ગુજરાત ગૌણ સેવા પસંદગી મંડળ દ્વારા ગૃહ વિભાગના નિયમંત્રણ હેઠળના નિયામક, ન્યાય સહાયક વિજ્ઞાનનની કચેરી હસ્તકના વિવિધ તાંત્રિક સંરર્ગો લેબોરેટરી આસીસ્ટન્ટની પોસ્ટની ભરતી થવાની છે.

પોસ્ટજૂથજગ્યા
લેબોરેટરી આસીસ્ટન્ટરસાયણ જૂથ13
લેબોરેટરી આસીસ્ટન્ટભૌતિક જૂથ9
લેબોરેટરી આસીસ્ટન્ટબાયોલોજી જૂથ8
લેબોરેટરી આસીસ્ટન્ટફોરેન્સીક સાયકોલોજી જૂથ2
કુલ32

ગુજરાત ગૌણ સેવા પસંદગી મંડળ ભરતી અંગે શૈક્ષણિક લાયકાત

ગુજરાત ગૌણ સેવા પસંદગી મંડળ અંતર્ગત લેબોરેટરી આસીસ્ટન્ટ પોસ્ટની ભરતી માટે ઉમેદવારોની શૈક્ષણિક લાયકાત વિશે વાત કરીએ તો લેબોરેટરી આસીસ્ટન્ટની વિવિધ જૂથની પોસ્ટ માટે વિવિધ શૈક્ષણિક લાયકાત માંગી છે. ઉમેદવારો કેમિકલ એન્જીનિયરિંગ, ફોરેન્સિક સાયન્સ, ભૈતિક વિજ્ઞાન, ફોરેન્સીક નેનો ટેક્નોલોજી, ફોરેન્સીક ફાર્મસી જેવી ડીગ્રીઓ ધરાવતા હોવા જોઈએ. ચોક્કસ જૂથ માટે શૈક્ષણિક લાયકાત વિશે વધારે જાણવા માટે ઉમેદવારોએ આ લેખમાં આપેલું નોટિફિકેશન વાંચવું.

ગુજરાત ગૌણ સેવા પસંદગી મંડળ ભરતી અંગે પગાર ધોરણ અને વય મર્યાદા

લેબોરેટરી આસીસ્ટન્ટ પોસ્ટ ઉપર પસંદ પામેલા ઉમેદવારોને પહેલા પાંચ વર્ષ માટે 26,000 રૂપિયા પ્રતિમાસ ફિક્સ પાગર મળશે. ત્યારબાદ સરકારના ધારા ધોરણ અને પે સ્કેલ મૂજબનો પગાર મળવા પાત્ર રહેશે. જ્યારે આ પોસ્ટ માટે ઉમેદવારોની વય મર્યાદાની વાત કરીએ તો આ પોસ્ટ માટે અરજી કરનાર ઉમેદવારોની ઉંમર 18થી 35 વર્ષ વચ્ચે હોવી જોઈએ.

લેબ આસીસ્ટન્ટ ભરતી માટે પરીક્ષા ફી

કેટેગરીફી
બિનઅનામત₹500
અનામત₹400

ઓનલાઈન અરજી કેવી રીતે કરવી

  • ઓનલાઈન અરજી કરવા ઈચ્છા ઉમેદવારોએ પહેલા https://ojasgujarat.gov.in વેબસાઈટ પર જવું
  • ત્યારબાદ on line application માં apply પર click કરવું અને gsssb સિલેક્ટ કરવું
  • ઉમેદવારો જે પોસ્ટ માટે અરજી કરવી હોય એના પર ક્લિક કરી એપ્લાય નાઉ પર ક્લિક કરવું
  • ત્યારબાદ માંગેલી તમામ વિગતો ધ્યાન પૂર્વક ફરી
  • છેલ્લે ફોર્મ સબમીટ કરવું અને ભવિષ્યના રેફરન્સ માટે પ્રીન્ટ કાઢી લેવી

નોટિફિકેશન

ગુજરાત ગૌણ સેવા પસંદગી મંડળ ભરતી માટે લેબોરેટરી આસીસ્ટન્ટ પોસ્ટની વિગતો, શૈક્ષણિક લાયકાત, વય મર્યાદા, પગાર ધોરણ, અરજી પ્રક્રિયા, નોકરીનો પ્રકાર, ભરતી અંગે મહત્વની તારીખો, અરજી કરવાની રીત, પસંદગી પ્રક્રિયા સહિતની મહત્વની જાણકારી મેળવવા માટે ઉમેદવારોએ આપેલું સત્તાવાર નોટિફિકેશન વાંચવું.

આ પણ વાંચોઃ- GPSC Exam Date: જીપીએસસી દ્વારા DYSO અને નાયબ મામલતદાર ભરતી માટે પરીક્ષાની નવી તારીખ જાહેર

ઉમેદવારોને સૂચન કરવામાં આવે છે. ગુજરાત ગૌણ સેવા પસંદગી મંડળની ભરતી માટે ઓનલાઇન ફોર્મ ભરતા પહેલા જેતે પોસ્ટનું સત્તાવરા નોટિફિકેશન ચોક્કસ વાંચી લેવું.

Advertisment
ગુજરાત ગૌણ સેવા પસંદગી મંડળ ગુજરાત નોકરી કરિયર સરકારી નોકરી