GSSSB Recruitment 2024, ગુજરાત ગૌણ સેવા પસંદગી મંડળ ભરતી : ગુજરાત ગૌણ સેવા પસંદગી મંડળ દ્વારા તાજેતરમાં વિવિધ 502 જગ્યાઓ ભરવા માટે ભરતીનું નોટિફિકેશન બહાર પાડ્યું હતું. અને ઉમેદવારો પાસેથી ઓનલાઈન અરજીઓ મંગાવી હતી. આ ભરતી માટે અરજી પ્રક્રિયા આજે 1 જુલાઈ 2024થી (બપોરે 2 વાગ્યાથી) શરુ થશે જે 20 જુલાઈ 2024 સુધી ચાલશે.
રસ ધરાવતા અને લાયક ઉમેદવારોએ સંસ્થાની સત્તાવાર વેબસાઈટ ઉપર ઓનલાઈન અરજી કરવાની રહેશે. ગુજરાત ગૌણ સેવા પસંદગી મંડળ ભરતી માટે અરજી કરનાર ઉમેદવારોએ શું ધ્યાન રાખવું, કેવી રીતે અરજી કરવી અને પરીક્ષા પદ્ધતિ કેવી હશે.
ગુજરાત ગૌણ સેવા પસંદગી મંડળ ભરતી અંગે મહત્વની માહિતી
સંસ્થા ગુજરાત ગૌણ સેવા પસંદગી મંડળ (GSSSB) પોસ્ટ વિવિધ જગ્યા 502 અરજી કરવાનો સમયગાળો 1 થી 20 જુલાઈ 2024 સુધી સત્તાવાર વેબસાઈટ https://gsssb.gujarat.gov.in/Index, https://ojas.gujarat.gov.in/
ગુજરાત ગૌણ સેવા પસંદગી મંડળ ભરતી પોસ્ટની માહિતી
પોસ્ટ ખાલી જગ્યા ખેતી મદદનીશ 436 બાગાયત મદદનીશ 52 મેનેજર (અતિથિગૃહ) 14 કુલ 502
ગુજરાત ગૌણ સેવા પસંદગી મંડળ ભરતી, અરજી કરનાર ઉમેદવારોએ શું ધ્યાન રાખવું?
ઓનલાઈન અરજી કરતી વખતે ઉમેદવારોએ કોઈ પ્રમાણપત્રો જોડવાના નથી. પરંતુ ઓલાઈન અરજી કરતી વખતે પ્રમાણપત્રોમાંની વિગતોને આધારે ઓનલાઈન અરજીમાં અરજદારે સમગ્ર વિગતો ભરવાની રહેશે. આથી પોતાના બધા જ પ્રમાણપત્રો જેવા કે શૈક્ષણિક લાયકાત, વય, શાળા છોડ્યાનું પ્રમાણપત્ર, કેટેગરીને લગતા, દિવ્યાંગતા (લાગુ પડતું હોય તો), માજી સૈનિક (લાગુ પડતું હોય તો) તેમજ અન્ય લાયકાતના અસલ પ્રમાણપત્રોને સાથે રાખાખવા.
ઓનલાઈન અરજીમાં એવા પ્રમાણપત્રોને આધારે સાચી વિગતો ભવાની રહેશે. અરજીમાંની ખોટી વિગતોના કારણે અરજી રદ થવા પાત્ર રહેશે. આથી ઉમેદવારો ઓનલાઈન અરજીપત્રક કાળજીપૂર્વક ભરવાનું રહેશે.
મંડળ દ્વારા જરૂરત ઉપસ્થિત થશે ત્યારે પરીક્ષા સંદર્ભેની અમુક સૂચનાઓ મોબાઈલ નંબર પર એસ.એમ.એસ. અથવા ઈ મેઈલથી આપવામાં આવશે. આથી, અરજી પત્રમાં સંબંધિત કોલમમાં મોબાઈલ નંબર તથા ઈ-મેઈલ અવશ્ય દર્શાવવો અને સમગ્ર ભરતી પ્રક્રિયા પૂર્ણ થાય ત્યાં સુધી, અરજીપત્રક ભરતા સમયે દર્શાવેલો મોબાઈલ નંબર થતા ઈ મેઈલ જાળવી રાખવા જરૂરી અને તમારા હિતમાં છે.
આ પણ વાંચો
- અમદાવાદ મહાનગરપાલિકા ભરતી, ફાયર અને ઇમરજન્સી વિભાગમાં નોકરી, ₹ 2 લાખ સુધીનો પગાર, વાંચો સંપૂર્ણ માહિતી
- GSFC યુનિવર્સિટી ભરતી, વડોદરામાં નોકરી મેળવવાની સુવર્ણ તક, અહીં વાંચો સંપૂર્ણ માહિતી
ગુજરાત ગૌણ સેવા પસંદગી મંડળ ભરતી માટે કેવી રીતે અરજી કરવી?
ગુજરાત ગૌણ સેવા પસંદગી મંડળના ભરતી નોટિફિકેશનમાં જણાવ્યા પ્રમાણે આ ભરતી માટે આજે 1 જુલાઈ 2024 બપોરે બે વાગ્યાથી લઈને 20 જુલાઈ 2024 રાતના બાર વાગ્યા સુધી https//ojas.gujarat.gov.in વેબસાઈટ પર ઓન લાઈન અરજીપત્રક ભરી શકશે.
આ પગલાં અનુસરવા
- 1 – સૌ પ્રથમ https://ojas.gujarat.gov.in વેબસાઈટ પર જવું.
- 2 – ત્યારબાદ online Application માં Apply પર ક્લિક કરવું અને GSSSB સિલેક્ટ કરવું
- 3 – ઉમેદવારે જાહેરાત ક્રમાંકઃ 233- 202425થી 234-202425 પૈકીની સંવર્ગની જાહેરાત માટે ઉમેદવારી કરવા માટે જાહેરાતના સંવર્ગના નામ પર ક્લિક કરી એપ્લાય કરવું.
- 4- અહીં માંગેલી તમામ વિગતો ભરવી- વિગતો ભરતી વખતે ઉમેદવારોએ ખાસ ધ્યાન રાખવું
- 5- અરજી સબમિટ થઈ જાય પછી ઉમેદવારોએ ભવિષ્યના રેફરન્સ માટે પ્રીન્ટ કાઢી લેવી,
વધારે વિગતો માટે આપેલું નોટિફિકેશન વાંચવું
પરીક્ષા પદ્ધતિ
ગુજરાત ગૌણ સેવા પસંદગી મંડળ દ્વારા જાહેર કરેલી ભરતી માટે પરીક્ષા પદ્ધતિની વાત કરીએ તો લેખીત પરીક્ષા બે તબક્કામાં લેવાશે. જેમાં પહેલા તબક્કામાં MCQ સ્પર્ધાત્મક લેખિત પદ્ધતિથી પરીક્ષા લેવામાં આવશે. આ જાહેરાત માટે અજીસ્ટર્ડ થયેલા ઉમેદવારોની સંખ્યાના આધારે એક સેશન અથવા મલ્ટી સેશનમાં લેવામાં આવશે. મલ્ટી સેશનમાં પરીક્ષા યોજવાના સંજોગોમાં યોગ્ય સ્કેલીંગ પદ્ધતિથી મુલ્યાંક કરવામાં આવશે.