ગુજરાત ગૌણ સેવા પસંદગી મંડળ ભરતી : સરકારી નોકરી મેળવવાનો વધુ એક ગોલ્ડન ચાન્સ, પગારથી લઈને છેલ્લી તારીખ સુધી, વાંચો બધી માહિતી

GSSSB Recruitment 2024, ગુજરાત ગૌણ સેવા પસંદગી મંડળ ભરતી : ગુજરાત સરકારમાં વર્ગ 3 અધિકારી બનવા માટે પરીક્ષાની તૈયારીઓ કરતા ઉમેદવારો માટે વધુ એક તક આવી ગઈ છે. ગુજરાત ગૌણ સેવા પસંદગી મંડળે બહાર પાડેલી પ્રોબેશન અધિકારીની ભરતી અંગે તમામ માહિતી આ લેખમાં આપેલી છે.

GSSSB Recruitment 2024, ગુજરાત ગૌણ સેવા પસંદગી મંડળ ભરતી : ગુજરાત સરકારમાં વર્ગ 3 અધિકારી બનવા માટે પરીક્ષાની તૈયારીઓ કરતા ઉમેદવારો માટે વધુ એક તક આવી ગઈ છે. ગુજરાત ગૌણ સેવા પસંદગી મંડળે બહાર પાડેલી પ્રોબેશન અધિકારીની ભરતી અંગે તમામ માહિતી આ લેખમાં આપેલી છે.

author-image
Ankit Patel
પર અપડેટ કર્યું
New Update
GSSSB Recruitment 2024, GSSSB Bharti 2024, GSSSB Probation Officer Class 3

ગુજરાત ગૌણ સેવા પસંદગી મંડળ, પ્રોબેશન અધિકારી વર્ગ 3 ભરતી photo - X @GSSSB_OFFICIAL

GSSSB Recruitment 2024, ગુજરાત ગૌણ સેવા પસંદગી મંડળ ભરતી : ગુજરાત સરકારમાં નોકરી મેળવવા ઈચ્છતા અને સ્પર્ધાત્મક પરીક્ષાઓની તૈયારીઓ કરતા ઉમેદવારો માટે વધુ એક સારા સમાચાર આવી ગયા છે. ગુજરાત ગૌણ સેવા પસંદગી મંડળ દ્વારા ભરતીનું વધુ એક નોટિફિકેશન બહાર પાડ્યું છે. ગુજરાત ગૌણ સેવા પસંદગી મંડળ, ગાંધીનગર દ્વારા પ્રોબેશન ઓફિસર વર્ગ 3ની કુલ 60 જગ્યાઓ ભરવા માટે ઉમેદવારો પાસેથી ઓનલાઈન અરજીઓ મંગાવી છે. લાયક અને રસ ધરાવતા ઉમેદવારોએ 31 જુલાઈ 2024 સુધીમાં ઓનલાઈન અરજી કરવાની રહેશે.

ગુજરાત ગૌણ પસંદગી મંડળ ભરતી માટે પોસ્ટની વિગેત માહિતી, વય મર્યાદા, શૈક્ષણિક લાયકાત, અરજી ફી, અરજી પ્રક્રિયા, અરજી કરવાની રીત, પગાર ધોરણ સહિતની તમામ મહત્વની માહિતી જાણવા માટે ઉમેદવારોએ આ સમાચાર છેલ્લે સુધી ચોક્કસ વાંચવા.

ગુજરાત ગૌણ સેવા પસંદગી મંડળ ભરતી અંગે અગત્યની માહિતી

સંસ્થાગુજરાત ગૌણ સેવા પસંદગી મંડળ (GSSSB)
પોસ્ટપ્રોબેશન ઓફિસર (વર્ગ-3)
જગ્યા60
અરજી કરવાની શરુઆતની તારીખ16 જુલાઈ 2024 (બપોરે બે વાગ્યાથી)
અરજી કરવાની છેલ્લી તારીખ31 જુલાઈ 2024 (રાત્રે 11.59 વાગ્યા સુધી)
ક્યાં અરજી કરવીhttps://ojas.gujarat.gov.in

ગુજરાત ગૌણ સેવા પસંદગી મંડળ ભરતી, પ્રોબેશન ઓફિસર પોસ્ટની વિગતે માહિતી

કેટેગરીજગ્યા
બિન અનામત (સામાન્ય)24
આર્થિક રીતે નબળા વર્ગ6
આ.શૈ.પ.વર્ગ19
અનુ.જાતિ2
અનુ.જન.જાતિ9

ગુજરાત ગૌણ સેવા પસંદગી મંડળ ભરતી, પ્રોબિશન અધિકારી માટે શૈક્ષણિક લાયકાત

  • સરકાર દ્વારા માન્ય કોઈપણ યુનિવર્સિટીઓમાંથી સામાજિક કાર્ય અથવા સમાજશાસ્ત્ર અથવા મનોવિજ્ઞાનમાં મુખ્ય વિષય સાથે સ્નાતકની ડિગ્રી હોવી જોઈએ.
  • ગુજરાત સિવિલ સર્વિસીસમાં નિર્ધારિત કોમ્પ્યુટર એપ્લિકેશનનું મૂળભૂત જ્ઞાન
  • ગુજરાતી કે હિન્દી અથવા બંનેનું પૂરતું જ્ઞાન.

ગુજરાત ગૌણ સેવા પસંદગી મંડળ ભરતી, પ્રોબિશન અધિકારી માટે પગાર ધોરણ

પ્રોબિશન અધિકારી વર્ગ 3ની જગ્યા પર નિમણૂંક ઉમેદવારો માટે પગાર ધોરણની વાત કરીએ તો સરકાર દ્વારા નક્કી કરેલા ઠરાવો આધારે પગાર ધોરણ અને અન્ય ભથ્થાં મળવા પાત્ર છે. ઉમેદવારોને પ્રથમ પાંચ વર્ષ માટે પ્રતિમાસ ફીક્સ પગાર મળશે અને ત્યારબાદ આરઓપી 2016 મુજબનું પગાર ધોરમ મળવા પાત્ર છે. નીચે આપેલા કોષ્ટકમાં પગાર દર્શાવવામાં આવ્યો છે.

સમયપગાર
પ્રથમ પાંચ વર્ષ માટે પ્રતિ માસ ફીક્સ પગાર₹ 40,800
સંવર્ગમાં નિયમિત નિમણૂકનું આરઓપી 2016 મુજબનું પગાર ધોરણ₹ 29,200- ₹ 92,300 લેવલ-5

ગુજરાત ગૌણ સેવા પસંદગી મંડળ ભરતી, પ્રોબિશન અધિકારી માટે વય મર્યાદા

સામાજિક ન્યાય અને અધિકારીતા વિભાગના નિયંત્રણ હેઠળના ખાતાના વડા નિયામક, સમાજ સુરક્ષાની કચેરી હસ્તકની પ્રોબેશન ઓફિસર વર્ગ 3ની જગ્યા માટે અરજી કરનાર ઉમેદવારોની વય મર્યાદા 18 વર્ષથી વધારે અને 35 વર્ષથી ઓછી હોવી જોઈએ.

અરજી ફી

વર્ગઅરજી ફી
બિન અનામત વર્ગ₹ 500
અનામત વર્ગ₹ 400

અરજી કેવી રીતે કરવી?

  • સૌ પ્રથમ https://ojas.gujarat.gov.in વેબસાઈટ પર જવું.
  • ત્યારબાદ online Application માં Apply પર ક્લિક કરવું અને GSSSB સિલેક્ટ કરવું
  • ઉમેદવારે જાહેરાત ક્રમાંક અને સંવર્ગના નામ પર ક્લિક કરી એપ્લાય કરવું.
  • અહીં માંગેલી તમામ વિગતો ભરવી- વિગતો ભરતી વખતે ઉમેદવારોએ ખાસ ધ્યાન રાખવું
  • અરજી સબમિટ થઈ જાય પછી ઉમેદવારોએ ભવિષ્યના રેફરન્સ માટે પ્રીન્ટ કાઢી લેવી.

નોટિફિકેશન

ગુજરાત ગૌણ પસંદગી મંડળ ભરતી માટે પોસ્ટની વિગેત માહિતી, વય મર્યાદા, શૈક્ષણિક લાયકાત, અરજી ફી, અરજી પ્રક્રિયા, અરજી કરવાની રીત, પગાર ધોરણ સહિતની તમામ મહત્વની માહિતી જાણવા માટે ઉમેદવારોએ આપેલું નોટિફિકેશન ચોક્કસ વાંચવું.

આ પણ વાંચો

ઉમેદવારો માટે ખાસ સૂચના

ગુજરાત ગૌણ સેવા પસંદગી મંડળ દ્વારા બહાર પાડવામાં આવેલી પ્રોબેશન અધિકારી વર્ગ 3ની 60 જગ્યાઓ ભરવા માટે આજે 16 જુલાઈ 2024 બપોરે બે વાગ્યાથી અરજી પ્રક્રિયા શરુ થશે. ઉમેદવારોને ખાસ સૂચના છે કે અરજી કરતા પહેલા આપેલું નોટિફિકેશન ધ્યાન પૂર્વક વાંચવું.

Advertisment
ગુજરાત ગૌણ સેવા પસંદગી મંડળ ગુજરાત નોકરી કરિયર સરકારી નોકરી