ગુજરાત ગૌણ સેવા પસંદગી મંડળ ભરતીઃ કોલેજ પાસ ઉમેદવારો માટે ₹ 49,000થી વધુના પગાર વાળી સરકારી નોકરી, અહીં વાંચો A to Z માહિતી

GSSSB recruitment 2024 : ગુજરાત ગૌણ સેવા પસંદગી મંડળ દ્વારા ગુજરાત સરકારના સામાન્ય વહીવટ વિભાગ અને ખાતાના વડાની કચેરી હસ્તકની તાંત્રિક સંવર્ગની ભરતી બહાર પાડી છે.

Written by Ankit Patel
December 11, 2024 11:04 IST
ગુજરાત ગૌણ સેવા પસંદગી મંડળ ભરતીઃ કોલેજ પાસ ઉમેદવારો માટે ₹ 49,000થી વધુના પગાર વાળી સરકારી નોકરી, અહીં વાંચો A to Z માહિતી
ગુજરાત ગૌણ સેવા પસંદગી મંડળ ભરતી, સ્ટેનોગ્રાફર ગ્રેડ-2 - photo - X @GSSSB_OFFICIAL

GSSSB Recruitment 2024, ગુજરાત ગૌણ સેવા પસંદગી મંડળ ભરતી : ગુજરાતમાં સરકારી નોકરી મેળવવા માટેની રાહ જોઈને બેઠેલા ઉમેદવારો માટે સારા સમાચાર આવી ગયા છે. ગુજરાત ગૌણ સેવા પસંદગી મંડળ દ્વારા ગુજરાત સરકારના સામાન્ય વહીવટ વિભાગ અને ખાતાના વડાની કચેરી હસ્તકની તાંત્રિક સંવર્ગની ભરતી બહાર પાડી છે. ગુજરાતી સ્ટેનોગ્રાફર ગ્રેડ-2ની જગ્યાઓ ભરવા માટે સંસ્થાએ ઉમેદવારો પાસે ઓનલાઈન અરજીઓ મંગાવી છે.

ગુજરાત ગૌણ સેવા પસંદગી મંડળ ભરતી અંતર્ગત ગુજરાતી સ્ટેનોગ્રાફર પોસ્ટની વિગતો, વય મર્યાદ, પગાર ધોરણ, શૈક્ષણિક લાયકાત, અરજી કરવાની રીત, અરજી કરવાની છેલ્લી તારીખ સહિતની મહત્વની માહિતી જાણવા માટે ઉમેદવારોએ આ સમાચાર છેલ્લે સુધી વાંચવા.

ગુજરાત ગૌણ સેવા પસંદગી મંડળ ભરતી માટે મહત્વની માહિતી

સંસ્થાગુજરાત ગૌણ સેવા પસંદગી મંડળ (GSSSB)
પોસ્ટસ્ટેનોગ્રાફર ગ્રેડ-2
જગ્યા34
વિભાગસામાન્ય વહીવટ વિભાગ
વયમર્યાદા20થી 40 વર્ષ વચ્ચે
અરજી કરવાની છેલ્લી તારીખ19-12-2024
ક્યાં અરજી કરવીhttps://ojas.gujarat.gov.in

ગુજરાત ગૌણ સેવા પસંદગી મંડળ ભરતી પોસ્ટની વિગતો

કેટેગરીજગ્યા
બિન અનામત10
આર્થિક રીતે નબળા વર્ગ2
અનુ. જાતિ2
અનુ.જન.જાતિ14
સા.શૈ.પ.વર્ગ6
કુલ34

ગુજરાતી સ્ટેનોગ્રાફર ગ્રેડ-2 ભરતી માટે શૈક્ષણિક લાયકાત

  • ઉમેદવાર સરકાર માન્ય શૈક્ષણિક સંસ્થામાંથી સ્નાતકની પદવી ધરાવતો જોઈએ
  • કમ્પ્યુટરના ઉપયોગ અંગે પાયાની જાણકારી ધરાવતો હોવો જોઈએ
  • ગુજરાતી અથવા હિન્દી અથવા બંને ભાષાનું પુરતું જ્ઞાન ધરાવતો હોવો જોઈએ

વય મર્યાદા

ગુજરાતી સ્ટેનોગ્રાફર ગ્રેડ-2 ભરતી માટે અરજી કરનાર ઉમેદવારની ઉંમર 20 વર્ષથી ઓછી નહીં અને 40 વર્ષથી વધુ ન હોવી જોઈએ. અનામત વર્ગ અને દિવ્યાંગ ઉમેદવારોને સરકારના નિયમ પ્રમાણે વયમર્યાદામાં છૂટછાટ મળવા પાત્ર છે. ઉમેદવારની ઉંમર 19-12-2024ની સ્થિતિએ ધ્યાનમાં લેવામાં આવશે.

પગાર ધોરણ

ગુજરાતી સ્ટેનોગ્રાફર ગ્રેડ-2, વર્ગ-3 પોસ્ટ પર પસંદ પામેલા ઉમેદવારોને કરાર આધારિત નિમણૂક દરમિયાન પ્રથમ પાંચ વર્ષ માટે 49,600 રૂપિયા ફિક્સ પગાર મળશે. ત્યારબાદ ઉમેદવારની કામગીરી સંતોષ કારક જણાયા બાદ કાયમી ધોરણે નિમણૂક મળવા પાત્ર છે.

અરજી કેવી રીતે કરવી

  • ઓનલાઈન અરજી કરવા માટે ઉમેદવારોએ પહેલા સરકારી ભરતી માટેની વેબસાઈટ https://ojas.gujarat.gov.in/ પર જવું
  • અહીં કરંટ એડવર્ટાઈઝમેન્ટ પર ક્લિક કરવું
  • અહીં વિવિધ ભરતી અંગે માહિતી આપવામાં આવી હતી. જેમાં GSSSB ભરતી ઉપર ક્લિક કરવું
  • અહીં ભરતીની વિગતો દર્શાવેલી હશે જ્યાં સામેની બાજુ એપ્લાય નાઉનું બટન હશે
  • અહીં ક્લિક કરવાથી ફોર્મ ખુલશે. ફોર્મમાં માંગેલી માહિતી ભરી જરૂરી ડોક્યુમેન્ટ અપલોડ કરવા
  • ફી ચૂકવણી કર્યા બાદ ફોર્મ સબમિટ કરવું, પ્રીન્ટ કાઢી લેવી

નોટિફિકેશન

ગુજરાત ગૌણ સેવા પસંદગી મંડળ ભરતી, સ્ટેનોગ્રાફર ગ્રેડ-2 પોસ્ટની વિગતો, શૈક્ષણિક લાયકાત, વય મર્યાદા, અરજી પ્રક્રિયા, પસંદી પ્રક્રિયા, પગાર ધોરણ, અરજી કરવાની છેલ્લી તારીખ સહિતની મહત્વની માહિતી જાણવા માટે ઉમેદવારોએ આપેલું નોટિફિકેશન વાંચવું.

ઉમેદવારોને સૂચન છે કે ગુજરાત ગૌણ સેવા પસંદગી મંડળની સ્ટેનોગ્રાફર ગ્રેડ-2ની ભરતી માટે અરજી કરતા પહેલા ઉમેદવારોએ આ લેખમાં આપેલું સત્તાવાર નોટિફિકેશન ધ્યાન પૂર્વક વાંચી લેવું.

Read More
આજના લેટેસ્ટ ગુજરાતી સમાચાર અને ટ્રેન્ડિંગ ન્યૂઝ વાંચો ઈન્ડિયન એક્સપ્રેસ ગુજરાતી પર. અહીં તમને મળશે ગુજરાત, સ્પોર્ટ્સ, ધર્મ, વેપાર, લાઇફ સ્ટાઇલ, મનોરંજન, કરિયર તેમજ ભારત અને વિશ્વભરના દૈનિક સમાચાર અપડેટ્સ ગુજરાતી ભાષામાં.
Loading...
ચેનલ JOIN કરો Follow us Shorts ટોપ ન્યૂઝ