ગુજરાત ગૌણ સેવા પસંદગી મંડળ ભરતી : દિવ્યાંગ ઉમેદવારો માટે સરકારી નોકરી મેળવવાની તક, બધી માહિતી અહીં વાંચો

GSSSB Recruitment 2025, ગુજરાત ગૌણ સેવા પસંદગી મંડળ ભરતી અંતર્ગત વિવિધ પોસ્ટની વિગતો, વય મર્યાદા, શૈક્ષણિક લાયકાત, ભરતી પ્રક્રિયા, અરજી પ્રક્રિયા સહિત મહત્વની માહિતી જાણવા માટે ઉમેદવારોએ આ સમાચાર છેલ્લે સુધી વાંચવા.

Written by Ankit Patel
Updated : April 02, 2025 10:48 IST
ગુજરાત ગૌણ સેવા પસંદગી મંડળ ભરતી : દિવ્યાંગ ઉમેદવારો માટે સરકારી નોકરી મેળવવાની તક, બધી માહિતી અહીં વાંચો
ગુજરાત ગૌણ સેવા પસંદગી મંડળ ભરતી - photo - X @GSSSB_OFFICIAL

GSSSB Recruitment 2025, ગુજરાત ગૌણ સેવા પસંદગી મંડળ ભરતી: ગુજરાતમાં સરકારી નોકરી મેળવવાની રાહ જોઈને બેઠેલા દિવ્યાંગ ઉમેદવારો માટે સારા સમાચાર આવી ગયા છે. ગુજરાત ગૌણ સેવા પસંદગી મંડળ દ્વારા દિવ્યાંગ ઉમેદવારો માટે ખાસ ભરતી ઝુંબેશ હાથ ધરવામાં આવી છે. જેના પગલે ગુજરાત ગૌણ સેવા પસંદગી મંડળ દ્વારા સચિવાલયના વિવિધ વિભાગોમાં વિવિધ પોસ્ટ માટે ભરતીનું નોટિફિકેશન બહાર પાડ્યું છે. આ પદો પર ઉમેદવારો પસંદ કરવા માટે GSSSB દ્વારા ઓનલાઈન અરજીઓ મંગાવી છે.

ગુજરાત ગૌણ સેવા પસંદગી મંડળ ભરતી અંતર્ગત વિવિધ પોસ્ટની વિગતો, વય મર્યાદા, શૈક્ષણિક લાયકાત, ભરતી પ્રક્રિયા, અરજી પ્રક્રિયા, પગાર ધોરણ, અરજી કરવાની છેલ્લી તારીખ સહિત મહત્વની માહિતી જાણવા માટે ઉમેદવારોએ આ સમાચાર છેલ્લે સુધી વાંચવા.

ગુજરાત ગૌણ સેવા પસંદગી મંડળ ભરતીની અગત્યની માહિતી

સંસ્થાગુજરાત ગૌણ સેવા પસંદગી મંડળ (GSSSB)
પોસ્ટવિવિધ
જગ્યા203
વય મર્યાદાવિવિધ
ભરતીદિવ્યાંગો માટે ખાસ
એપ્લિકેશન મોડઓનલાઈન
અરજી કરવાની છેલ્લી તારીખ25-4-2025
ક્યાં અરજી કરવીhttps://ojas.gujarat.gov.in/

ગુજરાત ગૌણ સેવા પસંદગી મંડળ ભરતીની પોસ્ટની વિગતો

પોસ્ટજગ્યા
જુનિયર નિરીક્ષક5
મલ્ટી પર્પઝ હેલ્થ વર્કર(પુરુષ)5
શ્રેયાન તાંત્રિક મદદનીશ, વર્ગ-31
લઘુ ભુસ્તરશાસ્ત્રી1
મત્સ્ય અધિકારી(સામાન્ય)6
ઓપ્થેલ્મીક આસીસ્ટન્ટ14
વર્ક આસીસ્ટન્ટ64
લેબોરેટરી આસીસ્ટન્ટ9
એક્સ-રે આસીસ્ટન્ટ4
જુનિયર ફાર્માસીસ્ટ10
સેનેટરી ઈન્સ્પેક્ટર3
આસીસ્ટન્ટ મશીનમેન7
આસીસ્ટન્ટ બાઈન્ડર8
સ્થાપત્ય મદદનીશ1
રેખનકાર18
મિકેનિક4
જુનિયર પ્રોસેસ આસીસ્ટન્ટ1
ફિઝીયોથેરાપીસ્ટ-ટ્યુટર3
વાયરમેન3
કોપી હોલ્ડર5
ડી.ટી.પી. ઓપરેટર4
અધિક મદદનીશ ઈજનેર(સિવિલ)19
સર્વેયર4
ઓપરેશન થીયેટર આસીસ્ટન્ટ4
કુલ203

GSSSB ભરતી માટે શૈક્ષણિક લાયકાત

ગુજરાત ગૌણ સેવા પસંદગી મંડળ દ્વારા જાહેર કરવામાં આવેલી દિવ્યાંગોની ખાસ ભરતી ઝુંબશ અંતર્ગત કુલ 203 જગ્યાઓ ભરવાની છે. વિવિધ વિભાગોમાં વિવિધ પદો પર ભરવામાં આવતી આ પોસ્ટ માટે અરજી કરનાર ઉમેદવારોની શૈક્ષણિક લાયકાત અંગે વાત કરીએ તો વિવિધ પોસ્ટ માટે વિવિધ શૈક્ષણિક લાયકાત માંગી છે. માટે શૈક્ષણિક લાયકાત માટે વિગેત જાણવા ઉમેદવારોએ GSSSBની સત્તાવાર વેબસાઈટની મુલાકાત લેવી.

મહત્વની તારીખો

  • ગુજરાત ગૌણ સેવા પસંદગી મંડળ ભરતી માટે અરજી પ્રક્રિયા તારીખ 1 એપ્રિલ 2025ના બપોરે બે વાગ્યાથી શરૂ થઈ ગઈ છે. જે આગામી 25 એપ્રિલ 2025 રાતના 11.59 વાગ્યા સુધી ચાલશે.
  • ઉમેદવારો નિયત કરેલી તારીખ દરમિયાન ઓનલાઈન અરજી કરી શકશે.

ગુજરાતમાં ચાલતી વિવિધ ભરતીઓ અને કરિયર સંબંધી સમાચાર વિશે વધુ વાંચવા માટે અહીં ક્લિક કરો

ભરતીની જાહેરાત

અરજી કેવી રીતે કરવી

  • ગુજરાત ગૌણ સેવા પસંદગી મંડળ ભરતી અંતર્ગત અરજી કરવા માટે ઉમેદવારેસૌ પ્રથમ https://ojas.gujarat.gov.in વેબસાઈટ પર જવું.
  • ત્યારબાદ online Application માં Apply પર ક્લિક કરવું અને GSSSB સિલેક્ટ કરવું
  • ઉમેદવારે જાહેરાતપૈકીની સંવર્ગની જાહેરાત માટે ઉમેદવારી કરવા માટે જાહેરાતના સંવર્ગના નામ પર ક્લિક કરી એપ્લાય કરવું.
  • અહીં માંગેલી તમામ વિગતો ભરવી- વિગતો ભરતી વખતે ઉમેદવારોએ ખાસ ધ્યાન રાખવું
  • અરજી સબમિટ થઈ જાય પછી ઉમેદવારોએ ભવિષ્યના રેફરન્સ માટે પ્રીન્ટ કાઢી લેવી

Read More
આજના લેટેસ્ટ ગુજરાતી સમાચાર અને ટ્રેન્ડિંગ ન્યૂઝ વાંચો ઈન્ડિયન એક્સપ્રેસ ગુજરાતી પર. અહીં તમને મળશે ગુજરાત, સ્પોર્ટ્સ, ધર્મ, વેપાર, લાઇફ સ્ટાઇલ, મનોરંજન, કરિયર તેમજ ભારત અને વિશ્વભરના દૈનિક સમાચાર અપડેટ્સ ગુજરાતી ભાષામાં.
Loading...
ચેનલ JOIN કરો Follow us Shorts ટોપ ન્યૂઝ