GSSSB Recruitment 2025 : ગુજરાત ગૌણ સેવા પસંદગી મંડળે આ પોસ્ટ માટે અરજી પ્રક્રિયા ફરી શરુ કરી, જાણો કોણ કરી શકશે અરજી

GSSSB Recruitment 2025 : ગુજરાત ગૌણ સેવા પસંદગી મંડળ ભરતી અંતર્ગત લેબોરેટરી આસીસ્ટન્ટ ભૌતિક જૂથ માટે અરજી પ્રક્રિયા ફરી શરુ કરવામાં આવી છે. રસ ધરાવતા ઉમદેવારોએ વધાર માહિતી માટે આ સમાચાર છેલ્લે સુધી વાંચવા.

Written by Ankit Patel
April 23, 2025 10:04 IST
GSSSB Recruitment 2025 : ગુજરાત ગૌણ સેવા પસંદગી મંડળે આ પોસ્ટ માટે અરજી પ્રક્રિયા ફરી શરુ કરી, જાણો કોણ કરી શકશે અરજી
ગુજરાત ગૌણ સેવા પસંદગી મંડળ ભરતી - photo - X @GSSSB_OFFICIAL

GSSSB recruitment 2025, ગુજરાત ગૌણ સેવા પસંદગી મંડળ ભરતી : ગુજરાત સરકારમાં નોકરીની રાહ જોઈને બેઠેલા ઉમેદવારો માટે ફરીથી નોકરી મેળવવાની તક આવી ગઈ છે. ગુજરાત ગૌણ સેવા પસંદગી મંડળ દ્વારા વર્ષ 2024માં ગૃહ વિભાગના તાબ હેઠળની નિયામક, ન્યાય સહાયક વિજ્ઞત્રાનની કચેરીમાં લેબોરેટરી આસિસ્ટન્ટ વર્ગ-3ની જગ્યાઓ માટે ભરતી બહાર પાડી હતી. આ ભરતીમાં 27 માર્ચ 2025ના રોજ પ્રસિદ્ધ કરાયેલા સુધારા જાહેરાત અન્વયે કેટલાક ઉમદેવારો માટે ઓનલાઈન અરજી પ્રક્રિયા ફરીથી શરુ કરવામાં આવી છે. આ માટે ગુજરાત ગૌણ સેવા પસંદગી મંડળ દ્વારા નોટિફિકેશન જાહેર કરવામાં આવ્યું છે.

કયા ઉમેદવારો અરજી કરી શકશે?

ગુજરાત ગૌણ સેવા પસંદગી મંડળ દ્વારા જાહેર કરેલાયેલા નોટિફિકેશન અંતર્ગત આર્થિક રીતે નબળા વર્ગાના, સા.શૈ. પછાત વર્ગની મહિલા ઉમેદવારો તથા માજી સૈનિક ઉમેદવારો પોતાની ઉમેદવારી નોંધાવી શકે છે. તેઓ તારીખ 23-4-2025 બપોરના બે વાગ્યાથી લઈને 7 મે 2025ના રાત્રીના 12 વાગ્યા સુધીમાં ઓનલાઈન અરજી કરી શકે છે.

ઉમેદવારો માટે ખાસ સુચના

આપેલી કેટેગરીના ઉમદેવારો સિવાય કોઈપણ ઉમેદવાર ફરીથી -નવેસરથી અરજી કરી શકશે નહીંસુધારા જાહેરાતમાં દર્શાવેલ જગ્યાો મુજબ. અનુ.જાતિના માજી સૈનિક ઉમેદવારો અરજી કરી શકશે નહીં.

આર્થિક રીતે નબળા વર્ગનું પ્રમાણ પત્ર ક્યારનું હોવું જોઈએ

નોટિફિકેશનમાં દર્શાવ્યા પ્રમાણે આર્થિક રીતે નબળા વર્ગ તરીકેનું પ્રમાણપત્ર તારીખ 16-9-2021થી 15-9-2024 દરમિયાન મેળવેલું હોવુ જોઈએS.E.B.C કેટેગરીના ઉમેદવારોએ નાણાકીય વર્ષ 2021-22/2022-23/2023-24ની આવકના આધારે રાજ્ય સરકારની નોકરી માટે મુજબ કઢાવેલ નોન ક્રીમીલેયર સર્ટિફિકેટ તારીખ-1-4-2022થી અરજી સ્વીકારવાની છેલ્લી તારીખ 15-9-2024 સુધી મેળવેલું હોવું જોઈએ.

ગુજરાત ગૌણ સેવા પસંદગી મંડળ ભરતીની મહત્વની માહિતી

સંસ્થાગુજરાત ગૌણ સેવા પસંદગી મંડળ
પોસ્ટલેબોરેટરી આસિસ્ટન્ટ, ભૌતિક જૂથ, વર્ગ-3
એપ્લિકેશન મોડઓનલાઈન
અરજી કરવાની શરુઆતની તારીખ23-4-2025
અરજી કરવાની છેલ્લી તારીખ7-5-2025
ક્યાં અરજી કરવીhttps://ojasgujarat.gov.in

શૈક્ષણિક લાયકાત

  • ઉમેદવારોએ સરકાર માન્ય યુનિવર્સિટીમાંથી ફોરેન્સિક સાયન્સ અથવા ભૌતિકશાસ્ત્ર (ફિજિક્સ) અથવા કમ્યુટર સાયન્સમાં સ્નાતકની પવદવી અથવા સરકાર માન્ય સમકક્ષ લાયકાત ધરાવતો હોવો જોઈએ.
  • ગુજરાત મુલ્કી સેવા વર્ગીકરણ અને ભરતી નિયમો 1967માં ઠરાવ્યા પ્રમાણેની કમ્પ્યુટરના ઉપયોગ અંગેની પાયાની જાણકારી ધરાવતો હોવો જોઈએ
  • ગુજરાતી અથવા હિન્દી અથવા બંને ભાષાનું પુરતું જ્ઞાન ધરાવતો હોવો જોઈએ.

પગાર ધોરણ

લેબોરેટરી આસીસ્ટન્ટ પોસ્ટ ઉપર પસંદ પામેલા ઉમેદવારોને પહેલા પાંચ વર્ષ માટે 26,000 રૂપિયા પ્રતિમાસ ફિક્સ પાગર મળશે. ત્યારબાદ સરકારના ધારા ધોરણ અને પે સ્કેલ મૂજબનો પગાર મળવા પાત્ર રહેશે.

વય મર્યાદા

આ પોસ્ટ માટે ઉમેદવારોની વય મર્યાદાની વાત કરીએ તો આ પોસ્ટ માટે અરજી કરનાર ઉમેદવારોની ઉંમર 18થી 35 વર્ષ વચ્ચે હોવી જોઈએ. વય મર્યાદા અને શૈક્ષણિક લાયાકત માટે મુળ જાહેરાતમાં દર્શાવ્યા મુજબ નિર્ધારિત કટઓફ તારીખ 15-9-2024ની રહેશે.

ગુજરાત અને દેશમાં ચાલતી ભરતીઓ વિશે અને કરિયર સંબંધી અન્ય સમાચાર વાંચવા માટે અહીં ક્લિક કરો

નોટિફિકેશન

ઓનલાઈન અરજી કેવી રીતે કરવી

  • ઓનલાઈન અરજી કરવા ઈચ્છા ઉમેદવારોએ પહેલા https://ojasgujarat.gov.in વેબસાઈટ પર જવું
  • ત્યારબાદ on line application માં apply પર click કરવું અને gsssb સિલેક્ટ કરવું
  • ઉમેદવારો જે પોસ્ટ માટે અરજી કરવી હોય એના પર ક્લિક કરી એપ્લાય નાઉ પર ક્લિક કરવું
  • ત્યારબાદ માંગેલી તમામ વિગતો ધ્યાન પૂર્વક ફરી
  • છેલ્લે ફોર્મ સબમીટ કરવું અને ભવિષ્યના રેફરન્સ માટે પ્રીન્ટ કાઢી લેવી

Read More
આજના લેટેસ્ટ ગુજરાતી સમાચાર અને ટ્રેન્ડિંગ ન્યૂઝ વાંચો ઈન્ડિયન એક્સપ્રેસ ગુજરાતી પર. અહીં તમને મળશે ગુજરાત, સ્પોર્ટ્સ, ધર્મ, વેપાર, લાઇફ સ્ટાઇલ, મનોરંજન, કરિયર તેમજ ભારત અને વિશ્વભરના દૈનિક સમાચાર અપડેટ્સ ગુજરાતી ભાષામાં.
Loading...
ચેનલ JOIN કરો Follow us Shorts ટોપ ન્યૂઝ