GSSSB Recruitment 2025, મહેસૂલ તલાટી, ભતીગુજરાત ગૌણ સેવા પસંદગી મંડળ ભરતી : ગુજરાત સરકારમાં નોકરી મેળવવા માટે રાહ જોઈને બેઠેલા ઉમેદવારો માટે વધુ એક તક આગામી સમયમાં આવશે. ગુજરાત ગૌણ સેવા પસંદગી મંડળ દ્વારા આગામી સમયમાં મહેસૂલ તલાટીની ભરતી માટેનું નોટીફિકેશન બહાર પાડ્યું છે. ગુજરાતમાં આગામી સમયમાં મહેસૂલ તલાટી, વર્ગ-3ની 2300 જેટલી જગ્યાઓ ભરવા માટે ભરતી બહાર પાડવામાં આવશે.
ગુજરાત ગૌણ સેવા પસંદગી મંડળ દ્વારા બહાર પાડેલા નોટિફિકેશન પ્રમાણે ગુજરાત ગૌણ સેવા પસંદગી મંડળ દ્વારા આગામી સમયમાં મહેસૂલ વિભાગ હસ્તકની મહેસૂલ તલાટી વર્ગ-3ની અંદાજીત 2300 જેટલી જગ્યાઓ માટેની વિગતવાર જાહેરાત, પરીક્ષાનો અભ્યાસક્રમ, કેટેગરીવાઈઝ ભરવાપાત્ર જગ્યાની વિગતો, ઓનલાઈન અરજી કરવાની તારીખ અંગેની વિગતો સહિતની વિગતવાર જાહેરાત ટૂંક સમયમાં પ્રસિદ્ધ કરવામાં આવશે. જેની નોંધ લેવા વિનંતી છે.
ઉલ્લેખનયી છે કે અત્યારે ગુજરાત ગૌણ સેવા પસંદગી મંડળ દ્વારા દિવ્યાંગ ઉમેદવારો માટે ભરતી પ્રક્રિયા હાથધરી છે. રાજ્યના વિવિધ વહિવટી વિભાગમાં વિવિધ પોસ્ટ ઉપર દિવ્યાંગ ઉમેદવારો પસંદ કરવા માટે અરજી પ્રક્રિયા પૂર્ણ થઈ છે.
નોટિફિકેશન
લેબોરેટરી આસિસ્ટન્ટ માટે અરજી પ્રક્રિયા ફરી શરુ કરવામાં આવી
ગુજરાત સરકારમાં નોકરીની રાહ જોઈને બેઠેલા ઉમેદવારો માટે ફરીથી નોકરી મેળવવાની તક આવી ગઈ છે. ગુજરાત ગૌણ સેવા પસંદગી મંડળ દ્વારા વર્ષ 2024માં ગૃહ વિભાગના તાબ હેઠળની નિયામક, ન્યાય સહાયક વિજ્ઞત્રાનની કચેરીમાં લેબોરેટરી આસિસ્ટન્ટ વર્ગ-3ની જગ્યાઓ માટે ભરતી બહાર પાડી હતી.
ગુજરાત અને દેશમાં ચાલતી ભરતીઓ વિશે અને કરિયર સંબંધી અન્ય સમાચાર વાંચવા માટે અહીં ક્લિક કરો
આ ભરતીમાં 27 માર્ચ 2025ના રોજ પ્રસિદ્ધ કરાયેલા સુધારા જાહેરાત અન્વયે કેટલાક ઉમદેવારો માટે ઓનલાઈન અરજી પ્રક્રિયા ફરીથી શરુ કરવામાં આવી છે. આ માટે ગુજરાત ગૌણ સેવા પસંદગી મંડળ દ્વારા નોટિફિકેશન જાહેર કરવામાં આવ્યું છે.