GSSSB Recruitment 2025 : ગુજરાતની વિવિધ સરકારી કચેરીઓમાં નોકરીઓ, તગડો મળશે પગાર, વાંચો બધી માહિતી

GSSSB Recruitment 2025, ગુજરાત ગૌણ સેવા પસંદગી મંડળ ભરતી અંતર્ગત વર્ક આસીસ્ટન્ટ પોસ્ટની વિગતો, શૈક્ષણિક લાયકાત, પગાર ધોરણ, વય મર્યાદા, અરજી પ્રક્રિયા સહિતની મહત્વની માહિતી જાણવા માટે ઉમેદવારોએ આ સમાચાર છેલ્લે સુધી વાંચવા.

Written by Ankit Patel
April 03, 2025 11:58 IST
GSSSB Recruitment 2025 : ગુજરાતની વિવિધ સરકારી કચેરીઓમાં  નોકરીઓ, તગડો મળશે પગાર, વાંચો બધી માહિતી
ગુજરાત ગૌણ સેવા પસંદગી મંડળ ભરતી, વર્ક આસીસ્ટન્ટ નોકરી - photo - X @GSSSB_OFFICIAL

GSSSB Recruitment 2025, ગુજરાત ગૌણ સેવા પસંદગી મંડળ ભરતી : ગુજરાતમાં અત્યારે દિવ્યાંગ ઉમેદવારો માટે વિવિધ ભરતી પ્રક્રિયા ચાલી રહી છે. ત્યારે ગુજરાત ગૌણ સેવા પસંદગી મંડળ દ્વારા વર્ગ-3 અધિકારીની અલગ અલગ ભરતીઓ બહાર પાડી છે. આ અંતર્ગત ગુજરાતની વિવિધ સરકારી કચેરીઓ માટે વર્ક આસિસ્ટન્ટ પોસ્ટ પર ઉમેદવારો પસંદ કરે છે. GSSSBએ લાયક અને રસ ધરાવતા ઉમેદવારો પાસેથી અરજીઓ મંગાવી છે.

ગુજરાત ગૌણ સેવા પસંદગી મંડળ ભરતી અંતર્ગત વર્ક આસીસ્ટન્ટ પોસ્ટની વિગતો, શૈક્ષણિક લાયકાત, પગાર ધોરણ, વય મર્યાદા, અરજી પ્રક્રિયા સહિતની મહત્વની માહિતી જાણવા માટે ઉમેદવારોએ આ સમાચાર છેલ્લે સુધી વાંચવા.

ગુજરાત ગૌણ સેવા પસંદગી મંડળ ભરતીની માહિતી

સંસ્થાગુજરાત ગૌણ સેવા પસંદગી મંડળ (GSSSB)
પોસ્ટવર્ક આસીસ્ટન્ટ
જગ્યા64
નોકરીનું સ્થળસમગ્ર ગુજરાત
એપ્લિકેશન મોડઓનલાઈન
અરજી કરવાની છેલ્લી તારીખ25-4-2025
ક્યાં અરજી કરવીhttps://ojas.gujarat.gov.in

ગુજરાત ગૌણ સેવા પસંદગી મંડળ ભરતી, પોસ્ટની વિગતો

વર્તુળ/કચેરીજગ્યા
અધિક્ષક ઈજનેર(મા.મ), અમદાવાદ9
અધિક્ષક ઈજનેર, શહેર (મા.મ), અમદાવાદ5
અધિક્ષક ઈજનેર, યાંત્રિક(મા.મ)અમદાવાદ1
અધિક્ષક ઈજનેર(મા.મ)મહેસાણા6
અધિક્ષક ઈજનેર, વિદ્યુત(મા.મ), ગાંધીનગર1
અધિક્ષક ઈજનેર, પાટનગર યોજના વર્તુળ, ગાંધીનગર3
નિયામક, ઉપવન બગીચાતંત્ર, ગાંધીનગર1
અધિક્ષક ઈજનેર, રાષ્ટ્રીય ધોરીમાર્ગ, ગાંધીનગર1
અધિક્ષક ઈજનેર(મા.મ), વડોદહરા14
અધિક્ષક ઈજનેર, રાષ્ટ્રીય ધોરીમાર્ગ, વડોદરા1
સંયુક્ત નિયામક, ગેરી, વડોદરા1
અધિક્ષક ઈજનેર(મા.મ), સુરત9
અધિક્ષક ઈજનેર(મા.મ),વર્તુળ-1 રાજકોટ6
અધિક્ષક ઈજનેર(મા.મ),વર્તુળ-2 રાજકોટ6
કુલ64

વર્ક આસીસ્ટન્ટ માટે શૈક્ષણિક લાયકાત

  • સરકાર માન્ય સંસ્થાઓમાંથી સિવિલ એન્જિનિયરિંગમાં ડિપ્લોમાં કરેલું હોવું જોઈએ
  • સિવિલ એન્જિનિયરિંગમાં સ્નાતક ડિગ્રી ધરાવતા ઉમદેવારો અરજી કરવા પાત્ર નથી
  • કમ્પ્યુટર એપ્લિકેશનનું મૂળભૂત જ્ઞાન હોવું જોઈએ

વય મર્યાદા

વર્ક આસીસ્ટન્ટ ભરતી માટે અરજી કરનાર ઉમેદવારની વયમર્યાદા અંગે વાત કરીએ તો ઉમેદવારની ઉંમર 18 વર્ષથી ઓછી નહીં અને 33 વર્ષથી વધુ ન હોવી જોઈએ. જોકે સરકારના ધારાધોરણ પ્રમાણે દિવ્યાંગ ઉમેદવારોને વયમર્યાદામાં છૂટછાટ મળવા પાત્ર રહેશે. દિવ્યાંગ ઉમેદવારોને છૂટછાટ મળવાની સાથે મહત્તમ ઉંમર 45 વર્ષ હોવી જોઈએ.

પગાર ધોરણ

આ પોસ્ટ ઉપર પસંદ પામેલા ઉમેદવારોને પ્રથમ પાંચ વર્ષ માટે 26,000 રૂપિયા પ્રતિ માસ ફીક્સ પગાર મળવા પાત્ર રહેશે. પાંચ વર્ષ સંતોષકારક પૂર્ણ કર્યા બાદ ઉમેદવારોને સાતમા પગારપંચ લેવલ-4 પ્રમાણે ₹25,500 – ₹81,100ના પગાર ધોરણ મળવા પાત્ર રહેશે.

ગુજરાતમાં ચાલતી વિવિધ ભરતીઓ અને કરિયર સંબંધી સમાચાર વિશે વધુ વાંચવા માટે અહીં ક્લિક કરો

ભરતીની જાહેરાત

અરજી કેવી રીતે કરવી

  • ગુજરાત ગૌણ સેવા પસંદગી મંડળ ભરતી અંતર્ગત અરજી કરવા માટે ઉમેદવારેસૌ પ્રથમ https://ojas.gujarat.gov.in વેબસાઈટ પર જવું.
  • ત્યારબાદ online Application માં Apply પર ક્લિક કરવું અને GSSSB સિલેક્ટ કરવું
  • ઉમેદવારે જાહેરાતપૈકીની સંવર્ગની જાહેરાત માટે ઉમેદવારી કરવા માટે જાહેરાતના સંવર્ગના નામ પર ક્લિક કરી એપ્લાય કરવું.
  • અહીં માંગેલી તમામ વિગતો ભરવી- વિગતો ભરતી વખતે ઉમેદવારોએ ખાસ ધ્યાન રાખવું
  • અરજી સબમિટ થઈ જાય પછી ઉમેદવારોએ ભવિષ્યના રેફરન્સ માટે પ્રીન્ટ કાઢી લેવી

Read More
આજના લેટેસ્ટ ગુજરાતી સમાચાર અને ટ્રેન્ડિંગ ન્યૂઝ વાંચો ઈન્ડિયન એક્સપ્રેસ ગુજરાતી પર. અહીં તમને મળશે ગુજરાત, સ્પોર્ટ્સ, ધર્મ, વેપાર, લાઇફ સ્ટાઇલ, મનોરંજન, કરિયર તેમજ ભારત અને વિશ્વભરના દૈનિક સમાચાર અપડેટ્સ ગુજરાતી ભાષામાં.
Loading...
ચેનલ JOIN કરો Follow us Shorts ટોપ ન્યૂઝ