GSSSB Bharti 2026 : ગુજરાતના આ વિભાગમાં સરકારી નોકરી મેળવવાની જોરદાર તક, અહી વાંચો લાગયકાતથી લઈને પગાર સહિતની બધી જ માહિતી

gsssb Staff Nurse Jobs: ઓજસ નવી ભરતી અંતર્ગત સ્ટાફ નર્સ પોસ્ટની વિગતો, શૈક્ષણિક લાયકાત, પગાર ધોરણ, વય મર્યાદા, અરજી પ્રક્રિયા સહિતની મહત્વની માહિતી આ લેખમાં આવેલી છે.

gsssb Staff Nurse Jobs: ઓજસ નવી ભરતી અંતર્ગત સ્ટાફ નર્સ પોસ્ટની વિગતો, શૈક્ષણિક લાયકાત, પગાર ધોરણ, વય મર્યાદા, અરજી પ્રક્રિયા સહિતની મહત્વની માહિતી આ લેખમાં આવેલી છે.

author-image
Ankit Patel
New Update
ઓજસ નવી ભરતી 2025 |ગુજરાત ગૌણ સેવા પસંદગી મંડળ ભરતી|ojas new bharti 2025|GSSSB Recruitment 2025

ઓજસ નવી ભરતી 2025 |ગુજરાત ગૌણ સેવા પસંદગી મંડળ ભરતી - photo - X @GSSSB_OFFICIAL

Gsssb Staff Nurse Jobs, ગુજરાત ગૌણ સેવા પસંદગી મંડળ ભરતી 2026 : ગુજરાતમાં રહેતા ઉમેદવારો માટે સરકારી નોકરી મેળવવાની તક આવી ગઈ છે. ગુજરાત ગૌણ સેવા પસંદગી મંડળ દ્વારા આરોગ્ય અને પરિવાર કલ્યાણ વિભાગના નિયંત્રણ હેઠળના આયુષની કચેરી હસ્તકની સ્ટાફ નર્સ, વર્ગ-3 સંવર્ગની કુલ 10 જગ્યાઓ માટે ભરતીનું નોટિફિકેશન બહાર પાડ્યું છે. આ પોસ્ટ ઉપર લાયક ઉમેદવારો પસંદગ કરવા માટે GSSSB એ ઓનલાઈન અરજીઓ મંગાવી છે. 

Advertisment

ઓજસ નવી ભરતી અંતર્ગત સ્ટાફ નર્સ પોસ્ટની વિગતો, શૈક્ષણિક લાયકાત, પગાર ધોરણ, વય મર્યાદા, અરજી પ્રક્રિયા સહિતની મહત્વની માહિતી આ લેખમાં આવેલી છે. 

ઓજસ નવી ભરતી 2026ની મહત્વની માહિતી

સંસ્થાગુજરાત ગૌણ સેવા પસંદગી મંડળ (GSSSB)
વિભાગઆરોગ્ય અને પરિવાર કલ્યાણ
પોસ્ટસ્ટાફ નર્સ
ભરતીદિવ્યાંગ ઉમેદવારો માટે
એપ્લિકેશન મોડઓનલાઈન
અરજી કરવાની શરુઆતી તારીખ26 ફેબ્રુઆરી 2026
અરજી કરવાની છેલ્લી તારીખ12 માર્ચ 2026
ક્યાં અરજી કરવી? https://ojas.gujarat.gov.in

GSSSB ભરતી 2026 પોસ્ટની વિગતો

ગુજરાત ગૌણ સેવા પસંદગી મંડળ દ્વારા આરોગ્ય અને પરિવાર કલ્યાણ વિભાગના નિયંત્રણ હેઠળના આયુષની કચેરી હસ્તકની સ્ટાફ નર્સ, વર્ગ-3 સંવર્ગની કુલ 10 જગ્યાઓ માટે ભરતીનું નોટિફિકેશન બહાર પાડ્યું છે. આ ભરતી ખાસ દિવ્યાંગ ઉમેદવારો માટે છે. 

Advertisment

ગુજરાત ગૌણ સેવા પસંદગી મંડળ ભરતી માટે શૈક્ષણિક લયકાત

  • ગુજરાત સરકાર દ્વારા સ્થાપિત ગુજરાત આયુર્વેદિક નર્સિંગ ફેકલ્ટીમાંથી મેળવેલું આયુર્વેદિક નર્સિંગનો ડિપ્લોમાનું પ્રમાણપત્ર
  • કમ્પ્યુટરના ઉપયોગની પાયાની સમય જરૂરી
  • ગુજરાત અને હિંદી ભાષાની જાણકારી

વય મર્યાદા

  • ગુજરાત ગૌણ સેવા પસંદગી મંડળ ભરતી માટે અરજી કરનાર ઉમેદવારની વય મર્યાદાની વાત કરીએ તો ઉમેદવારની ઉંમર 18 વર્ષથી ઓછી નહીં અને 45 વર્ષથી વધુ ન હોવી જોઈએ.
  • દિવ્યાંગ ઉમેદવારોને ધારાધોરણ પ્રમાણે વય મર્યાદામાં છૂટછાટ મળવા પાત્ર રહેશે.

પગાર ધોરણ

આ પોસ્ટ ઉપર પસંદ પામેલા ઉમેદવારોને પ્રથમ પાંચ વર્ષ માટે ₹40,800 ફીક્સ પગાર મળવા પાત્ર રહેશે. પાંચ વર્ષના અંતેસંબંધિત કચેરીમાં સાતમા પગાર પંચના ₹29,200-₹92,300 લેવલ-5ના પગાર ધોરણમાં નિયમિત નિમણૂક મેળવવા પાત્ર થશે.

આ પણ વાંચોઃ- Weekly Government Bharti 2026 : GSSSB, UPSC સહિત આ સરકારી નોકરીઓ માટે અરજી પ્રક્રિયા આ સપ્તાહ થશે બંધ

નોટિફિકેશન

અરજી કેવી રીતે કરવી?

  • ગુજરાત ગૌણ સેવા પસંદગી મંડળ ભરતી અંતર્ગત અરજી કરવા માટે ઉમેદવારોએ પહેલા https://ojas.gujarat.gov.in વેબસાઈટ પર જવાનું રહેશે.
  • ત્યારબાદ કરન્ટ એડવર્ટાઈસમેન્ટ પર ક્લિક કરવાથી વિવિધ ભરતીઓ જણાશે
  • અહીં GSSSB ભરતી ઉપર ક્લિક કરવાથી ગુજરાત ગૌણ સેવા પસંદગી મંડળની વિવિધ ભરતીઓ આવશે
  • જે તે ભરતી માટે અરજી કરવાની હોય તે ભરતી પર ક્લિક કરવાનું અને એપ્લાય ઓનલાઈન થકી અરજી કરી શકાશે.
  • ફાઈનલ સબમીટ બાદ પ્રીન્ટ ચોક્કસ કાઢી લેવી
સરકારી નોકરી ભરતી નોકરી કરિયર ગુજરાત ગૌણ સેવા પસંદગી મંડળ