ગુજરાત સ્ટેટ ટ્રાયબલ એજ્યુકેશન સોસાયટી ભરતી : ગુજરાતમાં ₹ 60,000 પગારની નોકરી મેળવવાનો જોરદાર તક, વાંચો સંપૂર્ણ માહિતી

GSTES Recruitment 2024: ગુજરાત સ્ટેટ ટ્રાયબલ એજ્યુકેશન સોસાયટી ભરતી : ગુજરાત સ્ટેટ ટ્રાયબલ એજ્યુકેશન સોસાયટી (GSTES) દ્રારા વિવિધ પોસ્ટ માટે ભરતી જાહેરાત બહાર પાડી છે.

Written by Ankit Patel
August 03, 2024 11:22 IST
ગુજરાત સ્ટેટ ટ્રાયબલ એજ્યુકેશન સોસાયટી ભરતી : ગુજરાતમાં ₹ 60,000 પગારની નોકરી મેળવવાનો જોરદાર તક, વાંચો સંપૂર્ણ માહિતી
ગુજરાત સ્ટેટ ટ્રાયબલ એજ્યુકેશન સોસાયટી ભરતી - photo - Social media

GSTES Recruitment 2024: ગુજરાત સ્ટેટ ટ્રાયબલ એજ્યુકેશન સોસાયટી ભરતી : નોકરીની શોધમાં રહેલા યુવાનો માટે ગુજરાતમાં નોકરી મેળવવાની જોરદાર તક આવી ગઈ છે. ગુજરાત સ્ટેટ ટ્રાયબલ એજ્યુકેશન સોસાયટી (GSTES) દ્રારા વિવિધ પોસ્ટ માટે ભરતી જાહેરાત બહાર પાડી છે. સંસ્થા માટે વિવિધ પોસ્ટની 7 જગ્યાઓ ભરવા માટે ઉમેદવારો પાસેથી અરજીઓ મંગાવી છે.

ગુજરાત સ્ટેટ ટ્રાયબલ એજ્યુકેશન સોસાયટી ભરતી માટે પોસ્ટની વિગતો, શૈક્ષણિક લાયકાત, વય મર્યાદા, પગાર ધોરણ, નોકરીનો પ્રકાર, અરજી પ્રક્રિયા, અરજી કરવાની છેલ્લી તારીખ, ભરતી અંગેની સૂચનાઓ જેવી મહત્વની માહિતી જાણવા માટે ઉમેદવારોએ આ સમાચાર અંત સુધી ચોક્કસ વાંચવા.

ગુજરાત સ્ટેટ ટ્રાયબલ એજ્યુકેશન સોસાયટી ભરતી અંગેની અગત્યની માહિતી

પોસ્ટવિવિધ
જગ્યા7
વય મર્યાદામહત્તમ 35 વર્ષ
નોકરીનો પ્રકારકરાર આધારિત
એપ્લિકેશન મોડઓનલાઈન
અરજી કરવાની છેલ્લી તારીખ12 ઓગસ્ટ 2024
ક્યાં અરજી કરવીwww.ekavya-education.gujarat.gov.in

ગુજરાત સ્ટેટ ટ્રાયબલ એજ્યુકેશન સોસાયટી ભરતી પોસ્ટની વિગતો

પોસ્ટજગ્યા
સિનિયર પ્રોજેક્ટ મેનેજર (I.T.)1
સિનિયર પ્રોજેક્ટ મેનેજર (એકાઉન્ટ)1
પ્રોજેક્ટ મેનેજર2
આસીસન્ટન્ટ પ્રોજેક્ટ મેનેજર1
આસીસ્ટન્ટ પ્રોજેક્ટ મેનેજર (એકાઉન્ટ)1
લીગલ કન્સલ્ટન્ટ1

ગુજરાત સ્ટેટ ટ્રાયબલ એજ્યુકેશન સોસાયટી ભરતી માટે શૈક્ષણિક લાયકાત

  • સિનિયર પ્રોજેક્ટ મેનેજર (I.T.) – MCA અથવા સમક્ષ લાયકાત
  • સિનિયર પ્રોજેક્ટ મેનેજર (એકાઉન્ટ)- સી.એ-એમ.બી.એ (ફાઇનાન્સ)/એમ.કોમ
  • પ્રોજેક્ટ મેનેજર – એમ.બી.એ/એમ.એસ.ડબ્લ્યુ/પી.જી.ડી.ઈ.એમ./પી.જી.ડી.આર.એમ.
  • આસીસન્ટન્ટ પ્રોજેક્ટ મેનેજર- એમ.બી.એ/એમ.એસ.ડબ્લ્યુ/પી.જી.ડી.ઈ.એમ./પી.જી.ડી.આર.એમ.
  • આસીસ્ટન્ટ પ્રોજેક્ટ મેનેજર (એકાઉન્ટ)- બી.કોમ. ટેલી સાથે
  • લીગલ કન્સલ્ટન્ટ- માન્ય યુનિવર્સિટી કે શૈક્ષણિક સંસ્થાના કાયદાના સ્નાતક (સ્પેશિયલ) અથવા HSC પછી કાયદાના પાંચ વર્ષનો કોર્ષની લાયકાત

ગુજરાત સ્ટેટ ટ્રાયબલ એજ્યુકેશન સોસાયટી ભરતી માટે અનુભવ અને પગાર ધોરણ

પોસ્ટઅનુભવપગાર
સિનિયર પ્રોજેક્ટ મેનેજર (I.T.)3 વર્ષ કે તેથી વધુ₹34,000
સિનિયર પ્રોજેક્ટ મેનેજર (એકાઉન્ટ)3 વર્ષ કે તેથી વધુ₹34,000
પ્રોજેક્ટ મેનેજર3 વર્ષ કે તેથી વધુ₹ 25,000
આસીસન્ટન્ટ પ્રોજેક્ટ મેનેજર1 વર્ષ કે તેથી વધુ₹15,000
આસીસ્ટન્ટ પ્રોજેક્ટ મેનેજર (એકાઉન્ટ)2 વર્ષ કે તેથી વધુ₹10,000
લીગલ કન્સલ્ટન્ટ3 વર્ષ કે તેથી વધુ₹60,000

ગુજરાત સ્ટેટ ટ્રાયબલ એજ્યુકેશન સોસાયટી ભરતી માટે વય મર્યાદા

ગુજરાત સ્ટેટ ટ્રાયબલ એજ્યુકેશન સોસાયટી દ્વારા જાહેર કરવામાં આવેલી જાહેરતા પ્રમાણે આ ભરતી માટે ઉમેદવારોની વય મર્યાદાની વાત કરીએ તો પુરૂષ ઉમેદવારો માટે મહત્તમ વયમર્યાદા 35 વર્ષ તથા મહિલા ઉમેદવારો માટે મહત્તમ વયમર્યાદા 40 વર્ષની રહેશે.પ્રસ્તૃત જાહેરાતમાં નિર્દેશ કરેલ જગ્યાઓ ફેરફારને આધીન છે.

ગુજરાત સ્ટેટ ટ્રાયબલ એજ્યુકેશન સોસાયટી ભરતીની જાહેરાત

ગુજરાત સ્ટેટ ટ્રાયબલ એજ્યુકેશન સોસાયટી ભરતી માટે શૈક્ષણિક લાયકાત, વય મર્યાદા, પરીક્ષા પદ્ધતિ,અરજી ફી અને અરજી કેવી રીતે કરવી સંપૂર્ણ માહિતી જાણવા માટે આપેલું નોટિફિકેશન ચોક્કસ વાંચવું.

ઓનલાઇન અરજી કઈ રીતે કરવી ?

  • ઉમેદવારોએ ગુજરાત સ્ટેટ ટ્રાયબલ એજ્યુકેશન સોસાયટી(GSTES ) અધિકૃત વેબસાઇટની એટલે કે www.eklavya-education.gujarat.gov.in ઓપન કરો
  • www.eklavya-education.gujarat.gov.in વેબસાઈટ પર પર જઇને દર્શાવેલ હોદ્દા અને લાયકાતને અનુરૂપ શૈક્ષણીક અને અનુભવના પ્રમાણપત્રો તથા હોદાને અનુરૂપ માંગેલ તમામ વિગતો અપલોડ કરી,
  • તારીખ-03/08/2024 થી તારીખ-12/08/2024 સુધીમાં સમય રાત્રે 11:59 કલાકસુધીમાં માત્ર ઓનલાઇન અરજી કરવાની રહેશે.
  • અરજી માત્ર ઓનલાઈન જ કરવાની રહેશે તથા દરેક હોદ્દા માટે અલગ-અલગ અરજી કરવાની રહેશે (રજી.એડી/ ટપાલ/રૂબરૂ કે ઇમેઇલથી કરેલ અરજી માન્ય ગણાશે નહી.)

આ પણ વાંચો

ગુજરાત સ્ટેટ ટ્રાયબલ એજ્યુકેશન સોસાયટી ભરતી માટે ખાસ સૂચના

ઉક્ત દર્શાવેલ જગ્યાઓ તદ્દન 11 માસના ધોરણે કરાર આધારીત છે. આ જગ્યાઓ કરાર આધારીત હોઇ ઉમેદવાર ભવિષ્યમાં કાયમી થવા અંગે કોઇ પણ હક્ક દાવો કરી શકશે નહી. ભરતી પ્રક્રિયા દરમ્યાન કોઇ પણ તબક્કે ઉમેદવારની ખોટી દખલગીરી ઘ્યાને આવશે તો તેઓની ઉમેદવારી રદ કરવામાં આવશે.

Read More
આજના લેટેસ્ટ ગુજરાતી સમાચાર અને ટ્રેન્ડિંગ ન્યૂઝ વાંચો ઈન્ડિયન એક્સપ્રેસ ગુજરાતી પર. અહીં તમને મળશે ગુજરાત, સ્પોર્ટ્સ, ધર્મ, વેપાર, લાઇફ સ્ટાઇલ, મનોરંજન, કરિયર તેમજ ભારત અને વિશ્વભરના દૈનિક સમાચાર અપડેટ્સ ગુજરાતી ભાષામાં.
Loading...
ચેનલ JOIN કરો Follow us Shorts ટોપ ન્યૂઝ