Gujarat bharti 2025: ગુજરાતમાં રહેતા અને નોકરી શોધી રહેલા કોલેજ પાસ ઉમેદવારો માટે સારા સમાચાર આવી ગયા છે. ગુજરાત રાજ્ય નાગરિક પુરવઠા નિગમ લિમિટેડ દ્વારા નેશનલ એપ્રેન્ટીસ ટ્રેનિંગ સ્કીમ-2.0 હેઠળ સાયન્સ કરેલા કોલેજ પાસ ઉમેદવારોની ભરતીની જાહેરતા બહાર પાડી છે. આ માટે સંસ્થાએ ઉમેદવારો પાસે ઓનલાઈન અરજીઓ મંગાવી છે.
ગુજરાત ભરતી 2025 અંતર્ગત એપ્રેન્ટીસ એક્ટ હેઠલ તાલીમની વિગતો, શૈક્ષણિક લાયકાત, વય મર્યાદા, પગાર ધોરણ, અરજી પ્રક્રિયા સહિતની મહત્વની માહિતી આ આર્ટિકલમાં આપેલી છે.
Gujarat Bharti 2025 ની મહત્વની માહિતી
સંસ્થા ગુજરાત રાજ્ય નાગરિક પુરવઠા નિગમ લિમિટેડ પોસ્ટ એપ્રેન્ટીસ એક્ટ હેઠળ તાલીમ જગ્યા 100 એપ્લિકેશન મોડ ઓનલાઈન અરજી કરવાની છેલ્લી તારીખ 21-11-2025 ક્યાં અરજી કરવી https://nats.education.gov.in/
પોસ્ટની વિગતો
ગુજરાત રાજ્ય નાગરિક પુરવઠા નિગમ લિમિટેડના ગોડાઉન ખાતે સંગ્ર કરવામાં આવેલા જથ્થાઓ તથા એમ.એસ.પી. અંતર્ગત કરવામાં આવેલી ખરીદીના જથ્થાની ગુણવત્તાની ચકાસણી અર્થે ગુજરાત રાજ્ય નાગરિક પુરવઠા નિગમ દ્વારા નેશનલ એપ્રેન્ટીસ ટ્રેનિંગ સ્કીમ 2.0 હેઠળ એપ્રેન્ટ્રીસ તાલીમ માટે કુલ 100 ઉમેદવારો પસંદ કરવાના છે.
શૈક્ષણિક લાયકાત
છેલ્લા ત્રણ વર્ષ અંર્ગત B.Se.Agri/ B.Tech in Agri. Engineering/B.Sc. in Chemistry/B.Sc in Horticulture માં પ્રથમ શ્રેણી સાથે ઉત્તીર્ણ થયેલા ઉમેદવારો આ ભરતીમાં ભાગ લઈ શકે છે.
પગાર ધોરણ
- સ્નાતક ઉમેદવારોને પ્રતિમાસ સ્ટાઈપેન્ડ- ₹18,000 મળશે
- ડીપ્લોમા ઉમેદવારોને પ્રતિમાસ સ્ટાઈપેન્ડ- ₹15,000 મળશે.
આ પણ વાંચોઃ- Canada part time job rules: કેનેડામાં પાર્ટ-ટાઇમ કામ કરવા માંગતા વિદ્યાર્થીઓ માટે કયા નિયમો છે? અહીં જાણો બધું જ
ભરતીની જાહેરાત
આ પણ વાંચોઃ- ગુજરાતમાં ચાલતી વિવિધ ભરતીઓ અને કરિયર સંબંધી સમાચાર વિશે વધુ વાંચવા માટે અહીં ક્લિક કરો
અરજી કેવી રીતે કરવી?
- ઈચ્છુક ઉમેદવારોએ નેશનલ પોર્ટ https://nats.education.gov.in/ પર ઓનલાઈન રજીસ્ટ્રેશન કરાવીને ગુજરાત સ્ટેટ સિવિલ સપ્લાય કોર્પોરેશન લીમીટેડ, ગાંધીનગરમાં એપ્લાય કરવાનું રહેશે.
- અરજી 21-11-2025 સુધીમાં કરવાની રહેશે.





