/indian-express-gujarati/media/media_files/wp-content/uploads/2025/07/GMC-recruitment-2025-.jpg)
Gandhinagar Municipal Corporation Recruitment 2025, ગાંધીનગર મહાનગરપાલિકા ભરતી : ગાંધીનગરમાં રહેતા અને નોકરી શોધી રહેલા ઉમેદવારો માટે નોકરીના સમાચાર સમાચાર આવી ગયા છે. ગાંધીનગર માહનગરપાલિકા દ્વારા નેશનલ હેલ્થ મિશન હેઠળ ભરતી બહાર પાડી છે. GMC એ લેબ ટેક્નિશિયન (ટીબી પ્રોગ્રામ) પોસ્ટ ઉપર યોગ્ય ઉમેદવારો પસંદ કરવા માટે ઓનલાઈન અરજીઓ મંગાવી છે.
ગાંધીનગર મહાનગરપાલિકા ભરતી અંતર્ગત લેબ ટેક્નિશિયન પોસ્ટની વિગતો, શૈક્ષણિક લાયકાત, પગાર ધોરણ, નોકરીનો પ્રકાર, અરજી પ્રક્રિયા સહિતની મહત્વની માહિતી જાણવા માટે ઉમેદવારોએ આ સમાચાર છેલ્લે સુધી વાંચવા.
ગાંધીનગર મહાનગરપાલિકા ભરતી
| સંસ્થા | ગાંધીનગર મ્યુનિસિપલ કોર્પોરેશન (GMC) |
| પોસ્ટ | લેબ ટેક્નિશિયન (ટીબી પ્રોગ્રામ) |
| જગ્યા | 1 |
| નોકરીનો પ્રકાર | 11 માસ કરાર આધારિત |
| એપ્લિકેશન મોડ | ઓનલાઈન |
| વય મર્યાદા | 40 વર્ષ |
| અરજી કરવાની છેલ્લી તારીખ | 8-7-2025 |
| ક્યાં અરજી કરવી | https://arogyasathi.gujarat.gov.in/ |
GMC ભરતી 2025, પોસ્ટની વિગતો
ગાંધીનગર માહનગરપાલિકા દ્વારા નેશનલ હેલ્થ મિશન અંતર્ગત ધી અર્બન હેલ્થ સોસાયટી હેલ્થ 11 માસ કરાર આધારીત લેબ ટેક્નિશિયન (ટીબી પ્રોગ્રામ)ની જગ્યા માટે નોટિફિકેશન જાહેર કર્યું છે.
Gujarat Bharti 2025 માટે શૈક્ષણિક લાયકાત
H.S.C (10-2) અને મેડિકલ લેબોરેટરી ટેક્નોલોજી અથવા સમકક્ષમાં ડિપ્લોમા અથવા પ્રમાણિત અભ્યાસક્રમ
NTEP અથવા સ્પુટમ સ્મીયર માઈક્રોસ્ક્રોપીમાં એક વર્ષનો અનુભવ
ઉચ્ચ લાયકાત ધાવતા ઉમેદવારોને પ્રાધાન્ય આપવામાં આવશે.
વય મર્યાદા અને પગાર
આ પોસ્ટ ઉપર અરજી કરનાર ઉમેદવારની વય મર્યાદાની વાત કરીએ તો ઉમેદવારની મહત્તમ ઉંમર 40 વર્ષ સુધી હોવી જોઈએ. જ્યારે આ ભરતી 11 માસના કરાર આધારિત હોવાથી પસંદ પામેલા ઉમદેવારને પ્રતિ માસ ₹20,000 ફિક્સ પગાર મળશે.
કયા કયા ડોક્યુમેન્ટ અપલોડ કરવા
- ઉંમર અંગે પ્રમાણપત્ર (શાળા છોડ્યાનું પ્રમાણપત્ર, આધાર કાર્ડ, પાન કાર્ડ, જન્મનું પ્રમાણપત્ર… વગેરે)
- એચ.એસ.સી. માર્કશીટ
- એચ.એસ.સી. ટ્રાયલ સર્ટી
- મેડિકલ લેબોરેટરી ટેક્નોલોજી અથવા સમકક્ષમાં ડિપ્લોમા અથવા પ્રમાણિત અભ્યાસક્રમ
- NTEP અથવા સુપર સ્મીયર માઈક્રોસ્કોપીમાં એક વર્ષનો અનુભવ
- કોઈપણ સ્નાતકનું છેલ્લા વર્ષ-છેલ્લા બે સેમેસ્ટરની માર્કશીટ
- સ્નાતક ડીગ્રી સર્ટીફિકેટ
- કમ્પ્યુટર અંગેનું સર્ટીફિકેટ (CCC)
- તમામ અનુભવના પ્રમાણપત્રોની એક પીડીએફ ફાઈલ બનાવી અપલોડ કરવાની રહેશે.
ગુજરાત અને દેશમાં ચાલતી વિવિધ ભરતીઓ અને કરિયર સંબંધી સમાચાર વિશે વધુ વાંચવા માટે અહીં ક્લિક કરો
નોટિફિકેશન
અરજી કેવી રીતે કરવી
- આ પોસ્ટ માટે અરજ કરવા ઉમેદવારોએ https://arogyasathi.gujarat.gov.in/ વેબસાઈટ ઉપર જવું
- અહીં પ્રવેશ મેનુમાં જઈને કરન્ટ ઓપનિંગમાં જવું.
- અહીં વિવિધ ભરતીઓની માહિતી આપવામાં આવેલી હશે
- અહીં તમારે જે ભરતી માટે અરજી કરવી છે એની આગળ આપેલા એપ્લાયના બટન પર ક્લિક કરવું
- ફોર્મ ખુલ્યા પછી માગેલી માહિતી ભરવી અને જરૂરી દસ્તાવેજો અપલોટ કરવા
- ફાઈનલ સબમીટ કર્યા બાદ પ્રીન્ટ આઉટ ચોક્કસ કાઢવી


/indian-express-gujarati/media/agency_attachments/2025/11/10/2025-11-10t115614773z-ieg-logo-640x480-javed-ahmad-2025-11-10-17-26-13.png)
Follow Us