Gujarat Bharti 2025: ગુજરાત પ્રવાસન વિભાગમાં નોકરીઓની સુવર્ણ તક, અહીં વાંચો બધી જ માહિતી

Gujarat pravasan Bharti 2025: ગુજરાત ભરતી 2025 અંતર્ગત વિવિધ પોસ્ટની વિગતો, શૈક્ષણિક લાયકાત, પગાર ધોરણ, અરજી પ્રક્રિયા, વય મર્યાદા સહિતની મહત્વની માહિતી આ લેખમાં આપેલી છે.

Written by Ankit Patel
November 20, 2025 12:50 IST
Gujarat Bharti 2025: ગુજરાત પ્રવાસન વિભાગમાં નોકરીઓની સુવર્ણ તક, અહીં વાંચો બધી જ માહિતી
ગુજરાતમાં નોકરીઓ - Photo-freepik

Gujarat tourism bharti 2025: ગુજરાતમાં નોકરીઓ શોધી રહેલા ઉમેદવારો માટે સારા સમાચાર આવી ગયા છે. પ્રવાસન કમિશનર કચેરી દ્વારા વિવિધ પોસ્ટ માટે ભરતીની જાહેરાત બહરા પાડી છે. કૂલ 25 જગ્યાઓ માટે ઉમેદવારો પસંદ કરવા માટે સંસ્થાએ લાયક ઉમેદવારો પાસે અરજીઓ મંગાવી છે.

ગુજરાત ભરતી 2025 અંતર્ગત વિવિધ પોસ્ટની વિગતો, શૈક્ષણિક લાયકાત, પગાર ધોરણ, અરજી પ્રક્રિયા, વય મર્યાદા સહિતની મહત્વની માહિતી આ લેખમાં આપેલી છે.

ગુજરાત ભરતી 2025ની મહત્વની માહિતી

સંસ્થાપ્રવાસન કમિશનર કચેરી, ગાંધીનગર
પોસ્ટવિવિધ
જગ્યા25
એપ્લિકેશન મોડઓનલાઈન-ઓફલાઈન
ઓલાઈન માટેઅરજી કરવાની છેલ્લી તારીખ28-11-2025
ઓફલાઈન માટે અરજી કરવાની છેલ્લી તારીખ1-12-2025
અરજી કરવા માટે ઈમેઈલassistantos@gujarattourism.com
અરજી ક્યાં મોકલવીસરનામું નીચે આપેલું છે

ગુજરાત પ્રવાસન ભરતી અંતર્ગત પોસ્ટની વિગતો

પોસ્ટજગ્યા
નાયબ કમિશનર4
સહાયક કમિશનર8
સિવિલ એન્જિનિયર5
જીલ્લા પ્રવાસન, વિકાસ અધિકારી8
કુલ25

Gujarat Bharti 2025 માટે પાત્ર વયનિવૃત અધિકારીઓ

  • નાયબ કમિશનર (પ્રવાસન) – અધિક કલેક્ટર, નાયમબ કલેક્ટર, કાર્યપાલક ઈજનેર, જીલ્લા આયોજન અધિકારી, મદદનીશ વન સંરક્ષક

  • સહાયક કમિશનર (પ્રવાસન) – મામલતદાર, તાલુકા વિકાસ અધિકારી, ચીફ ઓફિસર (નગરપાલિકા), નાયબ કાર્યપાલક ઈજનેર, રેન્જ ફોરેસ્ટ ઓફિસર

  • સિવિલ એન્જિનિયર- નાયબ, કાર્યપાલક ઈજનેર અને મદદનીશ ઈજનેર

  • જિલ્લા પ્રવાસન વિકાસ અધિકારી- મામલતદાર, તાલુકા વિકાસ અધિકારી, ચીફ ઓફિસર (નગરપાલિકા), નાયબ કાર્યપાલક ઈજનેર, રેન્જ ફોરેસ્ટ ઓફિસર

વય મર્યાદા

અરજી કરનાર ઉમેદવારની ઉંમર 62 વર્ષથી વધારે ન હોવી જોીએ.

પગાર ધોરણ તથા શરતો

  • સામાન્ય વહીવટ વિભાગના તા.07-07-2016ના ઠરાવ ક્રમાંક આરીઈએમ-102202- યુઓઆર-82-ગ-2 શરતો બંધન કર્તા રહેશે.
  • તા.4-9-2019નો ઠરાવ ક્રમાંક આરીઈએમ-102019-421196-ગ-2 શરતો બંધન કર્તા રહેશે.
  • સરકારની મંજૂરીને આધિન ખાસ પગાર ચૂકવવામાં આવશે.

અરજી કેવી રીતે કરવી

  • ઉમેદવારોએ ઓનલાઈન અરજી assistantos@gujarattourism.com પર કરવાની રહેશે.અરજી તારીખ 28-11-2025ના રોજ છેલ્લી તારીખ સુધીમાં કરવાની રહેશે.
  • રજીસ્ટર્ડ પોસ્ટ એ.ડી.થી અરજી તારીખ 1-12-2025ના રોજ નીચે આપેલા સરનામા પર અરજી મળી જાય તે રીતે મોકલવાની રહેશે.
  • અરજી ફોર્મ tourism.gujarat.gov.in ઉપર મુકલાવમાં આવેલું છે તે ડાઉનલોડ કરવાનું રહેશે.
  • અરજી સાથે જરૂરી લાયકાત પ્રમાણપત્રો તથા 10 વર્ષના સી.આર. અંગેની માહિતી મોકલવાની રહેશે.

ભરતીની જાહેરાત

આ પણ વાંચોઃ- ગુજરાતમાં ચાલતી વિવિધ ભરતીઓ અને કરિયર સંબંધી સમાચાર વિશે વધુ વાંચવા માટે અહીં ક્લિક કરો

અરજી મોકલવાનું સરનામું

પ્રવાસન કમિશનરની કચેરી, બોલ્ક નંબર-1, બીજો માળ, ડો. જીવરાજ મહેતા ભવન, સેક્ટર-10, ગાંધીનગર- 382010

Read More
આજના લેટેસ્ટ ગુજરાતી સમાચાર અને ટ્રેન્ડિંગ ન્યૂઝ વાંચો ઈન્ડિયન એક્સપ્રેસ ગુજરાતી પર. અહીં તમને મળશે ગુજરાત, સ્પોર્ટ્સ, ધર્મ, વેપાર, લાઇફ સ્ટાઇલ, મનોરંજન, કરિયર તેમજ ભારત અને વિશ્વભરના દૈનિક સમાચાર અપડેટ્સ ગુજરાતી ભાષામાં.
Loading...
ચેનલ JOIN કરો Follow us Shorts ટોપ ન્યૂઝ