kadi nagarpalika City Manager Bharti 2025, કડી નગરપાલિકા ભરતી: કડીમાં રહેતા અને નોકરી શોધી રહેલા ઉમેદવારો માટે ઘર આંગણે નોકરી મેળવવાની તક આવી ગઈ છે. કડી નગરપાલિકા દ્વારા કડી સ્વચ્છ ભારત મિશન અર્બન 2.0 (શહેરી)- ગુજરાત અંતર્ગત સિટી મેનેજરની એક જગ્યા ભરવા માટે જાહેરાત બહાર પાડી છે. આ પોસ્ટ ઉપર લાયક ઉમેદવારો પસંદ કરવા માટે સંસ્થાએ અરજીઓ મંગાવી છે.
કડી નગરપાલિકા ભરતી અંતર્ગત સિટી મેનેજર પોસ્ટની વિગતો, શૈક્ષણિક લાયકાત, પગાર ધોરણ, વય મર્યાદા સહિતની મહત્વની માહિતી આ લેખમાં આપેલી છે.
Gujarat Bharti 2025 ની મહત્વની માહિતી
સંસ્થા કડી નગરપાલિકા પોસ્ટ સિટી મેનજર(MIS/IT) જગ્યા 1 વય મર્યાદા ઉલ્લેખ નથી એપ્લિકેશન મોડ ઓફલાઈન અરજી કરવાની છેલ્લી તારીખ 15 સપેટમ્બર 2025 ક્યાં અરજી કરવી સરનામું નીચે આપેલું છે
કડી નગરપાલિકા ભરતી અંતર્ગત પોસ્ટની વિગત
કડી સ્વચ્છ ભારત મિશન અર્બન 2.0 (શહેરી)-ગુજરાત અંતર્ગત કડી નગરપાલિકા ખાતે સિટી મેનેજરની એક જગ્યા 11 માસના કરાર આધારે ભરવાની છે. આ માટે કડી નગરપાલિકાએ ઉમેદવારો પાસે 15 સપ્ટેમ્બર 2025 છેલ્લી તારીખ સુધીમાં અરજીઓ મંગાવી છે.
સિટી મેનેજર ભરતી 2025 માટે શૈક્ષણિક લાયકાત
સિટી મેનેજર ભરતી માટે અરજી કરનાર ઉમેદવારની શૈક્ષણિક લાયકાત અંગે વાત કરીએ તો ઉમેદવારે B.E/B.Tech/M.E./M.tech- IT/B.C.A/B.sc-it, MCA/Msc.IT ડિગ્રી કરેલી હોવી જોઈએ.ડિગ્રી મેળવ્યા બાદનો એક વર્ષનો અનુભવ હોવો જરૂરી છે.
પગાર ધોરણ
કડી નગરપાલિકા ભરતી અંતર્ગત સિટી મેનેજર પોસ્ટ ઉપર પસંદ પામેલા ઉમદેવારને પ્રતિ માસ ₹30,000 ફીક્સ પગાર મળવા પાત્ર રહેશે. આ ભરતી 11 માસ કરાર આધાર પર રહેશે.
આ પણ વાંચોઃ- ગુજરાતમાં ચાલતી વિવિધ ભરતીઓ અને કરિયર સંબંધી સમાચાર વિશે વધુ વાંચવા માટે અહીં ક્લિક કરો
નોટિફિકેશન
કેવી રીતે કરવી અરજી?
અરજી કરવા ઈચ્છુક ઉમેદવારોએ અરજી, બાયોડેટા તથા જરૂરી શૈક્ષણિક લાયકાત, અનુભવ અંગેના પ્રમાણપત્રો તેમજ અન્ય આધાર પુરાવાની સ્વ પ્રમાણિત નકલો સાથે 15-9-2025 સુધીમાં કડી નગરપાલિકા કાર્યાલય ખાતે રજિસ્ટર એડી.થી મોકલી આપવાની રહેશે.