kidney hospital ahmedabad bharti 2025 : અમદાવાદમાં રહેતા અને નોકરી શોધી રહેલા ઉમદેવારો માટે ઘર આંગણે જ નોકરી મેળવવાની તક આવી ગઈ છે. સિવિલ હોસ્પિટલ કેમ્પસ, અસારવામાં આવેલી કિડની હોસ્પિટલમાં બાયોમેડિકલ એન્જીનિયરની કૂલ 5 જગ્યાઓ ભરવા માટે કિડની હોસ્પિટલ દ્વારા જાહેરાત બહાર પાડી છે. આ ઉમેદવાર પાસેથી ઈમેઈલ દ્વારા અરજીઓ મંગાવવામાં આવી છે.
કિડની હોસ્પિટલ અમદાવાદ ભરતી અંતર્ગત બાયોમેડિકલ એન્જીનીયર પોસ્ટની વિગતો, શૈક્ષણિક લાયકાત, વય મર્યાદા, પગાર ધોરણ સહિતની મહત્વની માહિતી આ લેખમાં આપેલી છે.
કિડની હોસ્પિટલ અમદાવાદ ભરતીની મહત્વની માહિતી
સંસ્થા કિડની હોસ્પિટલ, સિવિલ હોસ્પિટલ કમ્પેસ, અમદાવાદ પોસ્ટ બાયોમેડિકલ એન્જીનીયર જગ્યા 5 વય મર્યાદા 18થી 40 વર્ષ વચ્ચે એપ્લિકેશન મોડ ઈમેઈલ દ્વારા અરજી કરવાની છેલ્લી તારીખ 5 ઓક્ટોબર 2025 ક્યાં અરજી કરવી ikdrcits@ikdrcits.in
કિડની હોસ્પિટલ અમદાવાદ ભરતી અંતર્ગત પોસ્ટની વિગતો
કિડની હોસ્પિટલ, સિવિલ હોસ્પિટલ કેમ્પસ, અસારવા અમદાવાદ ખાતે બાયોમેડિકલ એન્જીનીયરની કૂલ 5 જગ્યાઓ 11 માસના કરાર આધારિત માસિક ફિક્સ મહેનતાણાથી તદ્દન હંગામી ધોરણે નિમણૂંક કરવાની છે. ઉમેદવારો 22 સપ્ટેમ્બર 2025થી 5 ઓક્ટોબર 2025 સુધીમાં અરજી મોકલાવી શકે છે.
શૈક્ષણિક લાયકાત
કિડની હોસ્પિટલ ભરતી માટે અરજી કરનાર ઉમેદવાર પાસે ડબાયોમેડિકલ એન્જીનીયરિંગમાં ડિગ્રી કે ડિપ્લોમાની ડિગ્રી હોવી જોઈએ.
અનુભવ
બાયોમેડિકલ એન્જીનીયરિંગમાં ડિગ્રીની લાયકાત બાદ 1 વર્ષનો અથવા બાયોમેડિકલ એન્જીનીયરિંગમાં ડિપ્લોમાની લાયકાત બાદ 2 વર્ષનો હોસ્પિટલ ક્ષેત્રે ડાયાલીસીસ મશીન રિપેરિંગનો અથવા બાયોમેડિકલ ઈક્વીપમેન્ટનો અનુભવ ધાવનારને અગ્રતા આપવામાં આવશે.
વય મર્યાદા
ઉમેદવારની ઉંમર 18 વર્ષથી ઓછી તેમજ 40 વર્ષથી વધુ ન હોવી જોઈએ.
પગાર ધોરણ
આ જગ્યા ફક્ત 11 માસના કરાર આધારીત હોવાથી પસંદ પામેલા ઉમેદવારને ₹35,000 પ્રતિ માસ ફિક્સ પગાર મળવા પાત્ર રહેશે.
આ પણ વાંચોઃ- ગુજરાતમાં ચાલતી વિવિધ ભરતીઓ અને કરિયર સંબંધી સમાચાર વિશે વધુ વાંચવા માટે અહીં ક્લિક કરો
ભરતીની જાહેરાત
અરજી કેવી રીતે કરવી?
- શૈક્ષણિક લાયકાત ધરાવતા ઈચ્છુક ઉમેદવારોએ તારીખ 22-9-2025થી 5-10-2025 સુધીમાં અરજી સંસ્થાના ઈમેઈલ આઈડી ikdrcits@ikdrcits.in પર જરૂરી લાયકાતના પ્રમાણપત્ર તથા ડોક્યુમેન્ટ સાથે મોકલવાની રહેશે.
- તમામ ઓરીજનલ ડોક્યુમેન્ટની સુવાચ્ય સ્કેન કોપી ફરજીયાત મેઈલ સાથે અપડોલ કરવાની રહેશે.





